અદભુત ચાની સફર
અદભુત ચાની સફર
અમૃતલાલ, સવારે સૂર્યદય પહેલા જ તેઓ જાગી જતા. પથારીમાંથી ઊઠતાં જ એમની પહેલી ક્રિયા હતી - ચા બનાવવી. એક તાજગીભર્યો કપ ચા સાથે, છાપું વાંચવાનું એ અમૃતલાલની નિત્યક્રમ હતો. છાપાના પાનાં દુનિયાના બનતા ઘટનાઓ વિશે જાણવાનું અને ગરમ ચાની ચુસ્કી લેતા લેતા વિશ્લેષણ કરવાની મજા તેમને અલગ જ પડતી હતી.
આજનું છાપું વાંચતાં અમૃતલાલની નજર એક લેખ પર પડી. લેખનું શીર્ષક હતું "અદભુત ચાની સફર" કુતૂહલવશ અમૃતલાલે લેખ જોરદાર રીતે વાંચ્યો. લેખમાં લખયું હતું કે શહેરના એક જગ્યા પર હમણાં જ એક ચાનું કેફે શરૂ થયું હતું.
દુનિયાભરની વિવિધ ચાનો સ્વાદ લોકોને ચખાડવા માટે તૈયાર છે. લેખ વાંચીને અમૃતલાલ ઉત્સાહિત થઈ ગયા. તેમને અત્યાર સુધી માત્ર સામાન્ય ભારતીય ચા પીધેલી હતી. દુનિયાભરની ચાનો અનોખો સ્વાદ ચાખવાની ઈચ્છા તેમના મન થવા લાગી. થોડો પણ સમય બગાડ્યા વગર અમૃતલાલ ઘરની બહાર નિકળી પડ્યા.
લેખમાં આપેલા સરનામાને આધારે અમૃતલાલે શહેરના વિસ્તારમાં આવેલી નવી ચાની કેફે શોધી કાઢી. કેફે એક નાનકડી, પરંતુ બઉજ સુંદર હતી. કેફેની અંદર જતી વખતે, અમૃતલાલને દેશના વિવિધ ચાના સ્વાદનો અનુભવ કરવા માટે આતુર અમૃતલાલ ત્યાં એક ખુરશી પર બેસે છે.
એક યુવાન અને યુવતી જે એક કપલ હતું તે તેમને આવકાર આપવા માટે આવે છે અને તે જ આ કેફેના માલિક પણ હતા.
અમૃતલાલને જાણાવ્યું કે તેણે વિશ્વભરનો પ્રવાસ કર્યો છે અને દરેક જગ્યાએ પસંદની ચા ચાખી હતી તે જ સ્થાનિક લોકોની પસંદની ચા ચાખી અને હવે તે ભારતમાં લોકોને આ અનોખી ચા ચખાડવા માંગે છે.
અમૃતલાલ ખૂબ ઉત્સુક થઈ ગયા. મેનુ એક નજર નાખતાં તેમની આંખમાં એ ચમક આવી ગઈ. એમાં જાપાનની લીલી ચા, ચીનની ઊલોંગ ચા, કેન્યાની મસાલા ચા સહિત વિવિધ દેશોની ચા લખેલી હતી અને આટલી બધી ચા જોયા પછી તેમને છેલ્લે જાપાનની લીલી ચા પીવાનું નક્કી કર્યું.
થોડીવારમાં, એક કપ ચા આવી ગઈ અને તે ચાના પહેલા ચુસ્કી લેતાં જ તેમની આંખો ચમકી ઉઠી. ચા અત્યંત સુગંધિત હતી અને મોંમાં એક અલગ પ્રકારની તાજગી ફેલાઈ ગઈ. સ્વાદ થોડો કડવાશ પણ હતો, પણ એની સાથે એક મીઠાશ અને એક સુગંધ નો સબંધ હતો. અમૃતલાલ ચાનો સ્વાદ માણતા જ હતા અને ત્યારે જ તે કપલ ફરીથી આવે છે.
"કેવી હતી ચા...?" તે કપલ માં તે યુવતી બોલે છે.
"અદ્ભુત અને અનોખી. આવી ચા મેં પહેલી વાર પીધી છે." અમૃતલાલ બોલે છે....
તે કપલ તેમને આ ચા કઈ રીતે બનાવી તેના વિશે જણાવે છે એ ચાને વિશેષ રીતે ઉગાડેલા છોડમાંથી તૈયાર કરવામાં આવી છે અને ભારતમાં કોઈ અન્ય ક્યાંયે મળતી નથી.
આ ચાનો નવો અનુભવ અમૃતલાલ ખુબ જ ગમ્યો અને તેમને તે કપલની આ નવા વિચારની પ્રશંસા કરી. થોડીવાર બાદ અમૃતલાલ કેફેમાંથી વિદા થયા. તેમના હાથમાં એક પેકેટ હતું, જેમાં તેમણે જાપાનની લીલી ચા ખરીદી હતી.
ઘરે જઈને અમૃતલાલે આ નવી ચા બનાવી અને પત્ની સાથે ચાનો ફરી થી આનંદ લીધો. હવે રોજની ક્રિયામાં તે કેફેમાં જવાનું શરૂ કર્યું નવી નવી ચા નો અનુભવ કરવા નું શરૂ કર્યું.
