STORYMIRROR

kahna ni meera

Romance

3  

kahna ni meera

Romance

પ્રેમ થઇ થયો ભાગt-1

પ્રેમ થઇ થયો ભાગt-1

3 mins
211

આ કહાની છે દિયાની, જેનું આજે જ બ્રેકઅપ થયું છે. તો એના લીધે તે કોઈ જોડે વાત નથી કરતી, અને રૂમ બંધ કરીને બેઠી હોય છે. એના બોયફ્રેન્ડ સાથે વિતાવેલા સમયને યાદ કરતી હોય છે, તેને એવું લાગે છે કે હવે એના જીવનમાં કાય બાકી નથી, બસ તે એના વિચારોમાં ખોવાયેલી હોય છે, ત્યાંજ એના ફોનની રિંગ વાગે છે, તે તેના વિચારોમાંથી ભાર આવે છે, અને તે તેના ફોન પર જોવે, તો ત્યાં ભાવિકા લખ્યું હોય છે, ભાવિકા તેની કોલેજની ફ્રેન્ડ હોય છે.

ફોનની રિંગ બસ એમજ વાગ્યા રાખે છે, પણ એ દિયા પાછી એના વિચારોમાં ખોવાઈ જાય છે. ભાવિકા તેને ૪-૫ કોલ કરે છે, પણ પછી કોલ અવાના બંધ થઇ જાય છે. ત્યાં એની મમ્મી રૂમ નોક કરે છે, દિયા રૂમ ખોલે છે.

"બેટા, ભાવિકાનો કોલ આવ્યો છે..." સુનિતાબેન તેમનો ફોન દિયાના હાથમાં આપતા બોલે છે...

"હા, બોલ ભાવિકા..." દિયા ફોન લે છે અને ભાવિકા સાથે વાત કરે છે, તેના મમ્મી રૂમની બહાર જાય છે.

"તું આજે કેમ કોલેજ ના આવી ?" ભાવિકા બોલે છે.

ત્યાં દિયા એને બધી વાત કરે છે, ત્યારે ભાવિકા એને સમજાવે છે. "જે થયું એ ભૂલીને હવે પરીક્ષા આવાની છે, તો કોલેજ આવું પડશે."

એમ કઈ ને ભાવિકા તેને બીજા દિવસે આવા માટે મનાવે છે, અને પછી ફોન મૂકે છે, પછી દિયા પાછી પોતાના વિચારોમાં ખોવાઈ જાય છે, પહેલા દિવસે તે કઈ રીતે તેને મળી તી, કઈ રીતે એક બીજા ને દિલ ની વાત કહી હતી. આ બધું વિચારતાં વિચારતાં તે સૂઇ જાય છે.

*****

આમ જ થોડા દિવસો પસાર થાય છે, પણ દિયાના મનમાં હજુ બધી વાતો હોય છે, તે કોલેજ પણ નથી જતી. દિયા કોલેજ નથી જતી તેના લીધે ભાવિકા તેના ઘરે આવે છે.

"દિયા, જો તું સમજ હવે આપણી પરીક્ષાને એક જ અડવાડિયું બાકી છે, તું આમ જીદ કરીશ તો શું તે પાછો આવી જશે..."

ભાવિકા ...દિયા ને સમજાવતા બોલે છે. તે દિયાને મુશ્કેલથી સમજાવીને તેની સાથે લઇ જાય છે.(એવું કેમ થાય છે, કે એક વ્યક્તિ પોતાનું આંખુ જીવન કોઈને સમજે છે, અને બીજી બાજુ તે વ્યક્તિને તેની કદર નથી હોતી)  

*****

કોલેજથી ઘરે આવ્યા પછી તે એમજ ચૂપ-ચાપ બેઠી હોય છે, હાથમાં બુક તો હોય છે, પણ તે પોતાના વિચારોમાં ખોવાઈલી હોય છે, તેને બસ એવું જ લાગે છે, તેના માંજ કંઈક કમી હતી, એટલે જ તે એને છોડી ને જતો રહ્યો, તે તેના વિચારોમાં હતી.

"દિયા બેટા, જલ્દી આવ તારા ભાઈનો ફોન આવ્યો છે..." સુનિતા બેન તેને બોલાવે છે...

આ સાંભળીને જલ્દી નીચે જાય છે, અને તેના ભાઈ સાથે વાતો કરે છે. દિયાનો ભાઈ સોહમ જે પાંચ વર્ષથી બહાર જ રહેતો હોય છે, તે ત્યાં નોકરી કરતો હોય છે.

"ભાઈ, તમે ઘરે ક્યારે આવના છો ?   દિયા તેના ભાઈ ને પૂછે છે...

"હા, હું જલ્દી જ આવીશ." સોહમ બોલે છે ...

દિયા તેના ભાઈ સાથે વાત કર્યા પછી તે ખુશ થઈ જાય છે, તે થોડા સમય માટે બધું ભૂલી જાય છે, પાછી પોતાના રૂમમાં આવી જાય છે...

*****

દિયાની પરીક્ષા શરૂ થઈ ગઈ હોય છે, હવે તેનું પૂરું ધ્યાંન તેની પરીક્ષામાં જતું રે છે. હવે ધીમે ધીમે દિયા બધું ભૂલવા લાગે છે. જોતા જોતા પરીક્ષા પણ પૂરી થઈ જાય છે, હવે રજાઓ પડી જાય છે. એના ફોનમાં એક મેસેજ આવે છે, તે મેસેજ જોઈ દિયાના ચહેરા પર મુસ્કાન આવી જાય છે.


હવે આ મેસેજ કોનો હશે ? તેના બોય ફ્રેન્ડનો ? શું તેનું વિચારવું સાચું હતું ? કે એ પાછો તેના જીવનમાં આવશે ?

તે જાણવા જોડાયા રહો પ્રેમ થઇ થયો...

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance