Sujal Patel

Tragedy

3  

Sujal Patel

Tragedy

પ્રેમ અને સમર્પણ-૨

પ્રેમ અને સમર્પણ-૨

5 mins
65


રાધિકા અને મોહન બંને પોતાનાં લગ્નજીવનમાં બહુ ખુશ હતા. તે બંને એ પ્રેમ લગ્ન નહોતાં કર્યાં. છતા બંને વચ્ચે એટલો પ્રેમ હતો કે તેની વચ્ચે ક્યારેય ઝઘડો જ ન થતો. પણ, અચાનક જ તેનાં લગ્નજીવનમાં એવું તોફાન આવે છે, કે બંનેએ અલગ થવાની નોબત આવી જાય છે.

રાધિકા એક આલિશાન એકાઉન્ટન્ટની ઓફિસમાં ગુમસુમ બેઠી હતી. તેની આંખોમાં કેટલાંય દિવસનો થાક અને ઉજાગરા સાફ નજર આવતાં હતાં. પોતાના લગ્નજીવનમાં અચાનક આવેલાં તોફાનથી તે બહુ પરેશાન હતી. ને પોતાનાં લગ્ન પહેલાં ના સુખી દિવસો યાદ કરી રહી હતી.

લગ્ન પહેલાં મોહન રાધિકા ને ખૂબ જ પ્રેમ કરતો હતો. રાધિકાએ ના પાડવા છતાં મોહનએ તેને લગ્ન પછી પણ પોતાની નોકરી નાં છોડવાં માટે કહ્યું હતું. લગ્ન ને હજી એક જ વર્ષ થયું હતું. ને છેલ્લા એક મહિનાથી તે બંને વચ્ચે નોકરીની બાબતે રોજ ઝઘડો થતો. જેનું એક માત્ર કારણ વિવેક હતો.

વિવેક મોહનનો ઓફિસરનો મિત્ર હતો. જેવુ તેનું નામ હતું એવા તેનામાં એક પણ ગુણ નહોતાં. બધા સાથે અવિવેકી વાતો કરવી, બધાં વચ્ચે ઝઘડો કરાવવો એ તેની જૂની આદત હતી. જેના લીધે બે મહિના પહેલાં જ તેની પત્ની શાલિની તેને છોડીને પોતાના પિયર ચાલી ગઈ હતી. છતા પણ વિવેકના વર્તનમાં જરા પણ સુધારો નહોતો આવ્યો. ઉલટાનું આ વખતે તો વિવેક એ પોતાનાં જ મિત્ર મોહન અને તેની પત્ની રાધિકા વચ્ચે ઝઘડાઓ કરાવવાનું શરૂ કર્યું હતું.

વિવેક રોજ મોહનની ઘરે આવીને એમ કહેતો કે,"જો મોહન તું બહુ ભોળો છે,એટલે તને કાંઈ સમજાતું નથી. પણ, સ્ત્રીઓનું કામ ઘર સંભાળવાનું છે, બહાર નોકરી કરવાનું નહીં. તું તો નોકરી કરે છે,ને સારું એવું કમાય પણ છે. તો રાધિકા ભાભી ને નોકરી કરવાની શું જરૂર છે?"

પહેલાં તો મોહન વિવેકની વાતો અવગણી નાંખતો. પણ,હવે તે પણ વિવેકની વાતો ને સમર્થન આપી. રાધિકા ને નોકરી છોડવા માટે કહેતો. રાધિકા ને તેનાં કામ ના લીધે હવે સારો એવો પગાર મળતો. ને ઓફિસમાં પણ બધાં તેના કામનાં વખાણ કરતાં. એટલે રાધિકા રોજ મોહન ને સમજાવતી કે,"તે હવે નોકરી છોડવા નથી માંગતી. જ્યારે એવું લાગશે ત્યારે તે ખુદ જ નોકરી છોડી દેશે. "

મોહન રાધિકાના સમજાવવા છતાં સમજતો નહીં. આ બાબતે રોજ બંને વચ્ચે ઝઘડો થતો. જે વાતથી હવે રાધિકા સાવ કંટાળી ગઈ હતી. છતા તે આજ મોહન સાથે છેલ્લી વાર વાત કરી બધું સરખું થઈ જાય. એવી મનોમન પ્રાર્થના કરતી હતી.

રાધિકા સાંજે ઓફિસેથી ઘરે જવા નીકળે છે. ઘરે જઈને ફ્રેશ થઈને. તે જમવાનું તૈયાર કરીને મોહનની રાહ જોવા લાગે છે. આજે મોહન ને મનાવવા માટે રાધિકાએ મોહનનું મનપસંદ જમવાનું બનાવ્યું હતું.

રોજની જેમ મોહન નવ વાગે ઘરે આવે છે. આવીને તે તરત પોતાનાં રૂમમાં ફ્રેશ થવા માટે ચાલ્યો જાય છે. રાધિકા ક્યારની તેની રાહ જોતી હતી ‌‌‌. એ વાત મોહન નોટિસ પણ નથી કરતો. ફ્રેશ થઈને મોહન ડાઇનિંગ ટેબલ પર ડીનર માટે ગોઠવાઈ જાય છે. રાધિકા તેને જમવાનું પરોસે છે. આજે રાધિકા એ મોહનનું મનપસંદ જમવાનું બનાવ્યું હતું. છતા મોહન એકવાર પણ રાધિકાની રસોઈ ના વખાણ નથી કરતો.

રાધિકા ચૂપચાપ બધું જોતી હતી. તે મનોમન મુંઝાઈ રહી હતી. તકલીફ અનુભવી રહી હતી. છતા મોહન પહેલાં જમી લે પછી વાત કરીશ. એવો નિર્ણય કરી પોતે પણ જમવા બેસી જાય છે. જમીને તે મોહન ને કહે છે,"મોહન હવે તારે શું કરવાનું છે? આમ જ કેટલા દિવસ સુધી ચાલશે? હવે મને આ બધું નથી ગમતું. "

રાધિકા ના આવા સવાલ થી અકળાઈને મોહન કહે છે,"ગમતું તો મને પણ નથી. તારુ આવું વર્તન. હું તને કહું છું, તો તું નોકરી શા માટે છોડી નથી દેતી ? તારાં લીધે મારે મારાં મિત્રોનું કેટલું સાંભળવુ પડે છે. "

મિત્રોની વાત આવતાં રાધિકા કહે છે, "તમારાં એક મિત્ર સિવાય તને કોઈ કાંઈ કહેતું નથી. એ તમે અને હું જાણીએ છીએ. ને તમારો મિત્ર એટલો બધો સારો છે, ને હંમેશા સાચું જ કહે છે, તો તેની પત્ની શા માટે તેને છોડીને ચાલી ગઈ ?"

રાધિકાના આ સવાલથી મોહન થોડીવાર ચૂપ રહે છે,ને પછી કહે છે,"તે સાચો હતો. એ તેની પત્નીને પસંદ નહોતું. એટલે જ તે તેને છોડીને પિયરમાં બેઠી છે. સત્ય હંમેશા બધાંને કડવું લાગે છે. તને પણ મારું સત્ય કડવું લાગ્યું. એટલે જ તું મારી સાથે ઝઘડી રહી છે. "

સત્યની વાત સાંભળી રાધિકા કહે છે," શું સત્ય છે? તમારી વાતમાં. જરા મને પણ સમજાવો. નોકરી ના છોડવાનું તમે જ મને કહ્યું હતું. ને નોકરી. . . "

ફરી નોકરી ની વાત આવતાં મોહન રાધિકા ની વાત વચ્ચે જ કાપતાં કહે છે, "બસ કર રાધિકા. જ્યારે હોય ત્યારે બસ નોકરી નોકરી નોકરી. હા મેં જ તને નોકરી ના છોડવાનું કહ્યું હતું‌. હવે હું જ તને નોકરી છોડવાનું કહું છું. હવે મારી સાથે ખોટી મગજમારી ના કર. જો તારે નોકરી ના છોડવી હોય,ને તને હું પણ વિવેક જેવો લાગતો હોય. તો તું પણ આ ઘર છોડી જઈ શકે છે. "

મોહન ના અચાનક આવું કહેવાથી. ને તેની લડાઈ નું કારણ કોઈ બહારનો વ્યક્તિ બન્યો હતો. એ જોઈ રાધિકા ને બહુ દુઃખ થાય છે. છતા રાધિકા એક પણ શબ્દ બોલ્યા વગર રૂમમાં જતી રહે છે. મોહન પણ થાક અને ઝઘડાથી કંટાળી ને રૂમમાં જઈ સૂઈ જાય છે.

સવારે મોહન ઓફીસ જતો રહે છે, ને રાધિકા પણ પોતાની ઓફિસે નીકળી જાય છે. પણ આજે તે કામ કરવા નહીં. પણ રાજીનામું આપવા જતી હતી. અચાનક જ રાધિકાના નોકરી ને છોડી જવાથી બધા અનેકો સવાલ કરે છે, છતાં રાધિકા મન મક્કમ કરીને ચૂપચાપ ત્યાંથી કાંઈ પણ બોલ્યા વગર ઘરે જતી રહે છે.

સાંજે જ્યારે મોહન આવે છે, ત્યારે રાધિકા નોકરી છોડ્યાની વાત મોહનને કહે છે, છતાં મોહન કાંઈ પણ કહ્યાં વગર જમીને સૂઈ જાય છે.

રાધિકાના નોકરી છોડી દેવાં છતાં પણ બંને પતિ-પત્ની વચ્ચે ફરી એ પ્રેમ જાગ્રત નથી થતો.

બંને સાથે હોવા છતાં એકલાં હોય એમ રહે છે. એક બહારનાં વ્યક્તિનાં લીધે બંને વચ્ચે માત્ર કામ પૂરતો વ્યવહાર રહી ગયો છે. બંને એકબીજા સામે નજર પણ નથી મેળવતાં.

સમાપ્ત. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌


Rate this content
Log in

Similar gujarati story from Tragedy