STORYMIRROR

Ankita Khokhar

Drama Thriller Others

4  

Ankita Khokhar

Drama Thriller Others

પલક - એક રહસ્યમય છોકરી - 1

પલક - એક રહસ્યમય છોકરી - 1

8 mins
415


" બે યાર, સારું થયું તું છે, તને જોઈને જ મારી આ મનની તરસ પૂરી થાય છે, તારા વિના મારો એક દિવસ ઢંગનો ના જાય... બીજું બધું બાજુમાં મને તો પહેલા તું જોઈએ, તને જોઈને જ મારુ દિલ ખીલી ઊઠે છે, મારુ ચાલે તો તું મને જેટલી વાર મળે એટલી બધી જ વાર મેળવી લઉં, તું શું જાણે પાગલ, મારા દિલનું સુકુન છે તું." પલક તેની સુંદર આંખોથી તેના કપમાં રહેલ ચા જોઈને બોલી.

દુનિયાભરની વાતો જાણે આ મેડમને જ મળી હોય તેટલી બધી બોલકી છોકરી એટલે પલક. નાનપણથી જ તોફાની. દસમુ ધોરણ પૂરું કર્યું, સારું પરિણામ મેળવ્યું ને બધું જ બરાબર હતું. સવાલ હતો કે આગળ શું કરવું.. ? આજકાલના બાળકો નાનેથી જ કંઈક બનવાના સપના જુએ છે, ફિલ્ડ નક્કી જ હોય છે, જ્યારે પલક તો સાવ અલગ જ હતી. શું કરવું છે ? ખબર નથી.. શું ભણવું છે ? ખબર નથી.. ટેલેન્ટ શું છે ? ખબર નથી.. ગોલ શું છે ? ખબર નથી.. સપનું શું છે ? ખબર નથી.. આમ આ ખબર નથીના ચક્કરમાં જ પલકનું એડમિશન પણ લેવાઈ ગયું. કોમર્સ ફિલ્ડમાં. શાળાના હવે આ અંતિમ બે વર્ષ હતા.

અગિયારમાં ધોરણની શરૂઆતમાં એક જ બાબત વિચાર્યા કરતી, " બહુ અઘરું છે સાલું આ, અકાઉન્ટને આટલી મોટી મોટી રકમો કેમ થશે મારાથી, એમાં પણ ગણિતમાં પહેલેથી જ ડફોળ હતીને અકાઉન્ટમાં પહોંચી ગઈ." પરંતુ ધીમે ધીમે વિષયો જુના થતા ગયા, મગજ થોડું શીખવા લાગ્યું. અને આમ જ અગિયારમું ધોરણ પૂરું થઈ ગયું. એક મિત્ર પણ બની ગઈ. એજ નવી લાગતી શાળા હવે ખૂબ ગમવા લાગી. એ દફતર લઈને જવાબદારી વિનાનું જીવન, રિશેષની લગ્નમાં કોઈ વહુની રાહ જોવાતી હોય તેમ જોવાતી વાટ, મિત્રો સાથે મસ્તી, પરીક્ષાની તૈયારીઓ, થોડા ઝઘડા ને ઘણો બધો પ્રેમ.

દિવસો જતા રહ્યા, પલક મહેનત પણ ખૂબ જ કરતી અને જોતજોતામાં જ બોર્ડની પરીક્ષા પણ આપી દીધી. સારું એવું પરિણામ પ્રાપ્ત કર્યું. પરિવાર સાથે ખૂબ પ્રેમથી રહેતી, અને આગળનું ભણવા માટે હોસ્ટેલ જવું હતું માટે પ્રેમથી જ પરિવારને મનાવી લીધો. બી.કોમમાં એડમિશન લીધું અને હોસ્ટેલ પણ થોડી છૂટછાટ આપે તેવી જ પસંદ કરી. અત્યાર સુધી નાદાન બાળક એવી પલક ધીમે ધીમે સબંધો સમજતી થઈ હતી, દુનિયા સમજતી થઈ હતી. એક ખાસ વાત એ હતી કે પલક પરિવારના અને મિત્રના પ્રેમ સિવાય બીજા પ્રેમમાં વિશ્વાસ ન કરતી. દુનિયા સમજી, દુનિયા જાણી ઘણા બધા સપનાઓ સાથે જીવવા લાગી હતી.

પહેલા તો હોસ્ટેલમાં ત્રણ વચ્ચે રહેવાનું થયું હતું પણ પલકને કોઈના જોડે ના ભળતું માટે હોસ્ટેલના મેમને વાત કરી અને સૌથી અલગ રહેવા લાગી. કોલેજ જતી આવીને જમવાનું બનાવીને જમી લેતી અને થોડો આરામ કરીને કોઈ સારું પુસ્તક લઈને બેસી જતી. પરિવારમાં પલકના મમ્મી પારુલબેન , પલકના પપ્પા પંકજભાઈ અને પલકનો મોટો ભાઈ નિખિલ. પલક હોસ્ટેલ પરથી વેકેશન પડે એટલે તેના ઘરે જતી. પરંતુ પલક એક એવી છોકરી હતી કે જેને કોઈના પણ સાથે રહેવા કરતા એકલા જ રહેવું વધુ પસંદ પડતું.

થોડા દિવસ પલક તેના ઘરે જ રહેવાની હતી. તેના ભાઈ નિખિલના લગ્ન નક્કી થયા હતા અને લગ્નની તારીખ પણ આવી ગઈ હતી. આમ પલક નિખિલના લગ્ન સુધી હવે ઘરે જ રહેવાની હતી. લગ્નની તૈયારીઓ થતી હતી. અને આખરે એ ઘડી આવી જ ગઈ. રૂડા ગીતો ગવાતા હતા, ઘર સુંદર ફૂલોથી સજાવ્યું હતું. સૌ ખૂબ જ ખુશ હતા. પલક પણ સુંદર તૈયાર થઈ હતી. સાંજના આઠ વાગ્યે પીઠીની રસમ હતી. બધા જ તૈયારી કરવા લાગ્યા હતા. અને રસમ પુરી થઈ ને બીજા જ દિવસે નિખિલભાઈ ઘોડીએ પણ ચડી ગયા. લગ્નવિધિ શરૂ થઈ, સૌએ ખૂબ જ ઉત્સાહ અને આનંદથી આ લગ્નને પુરા કર્યા. પલક તેના નવા ભાભી કુસુમ સાથે ઘરે પહોંચી. સૌ ખૂબ જ થાક્યા હતા. પલકને હવે હોસ્ટેલ ફરી જવાનું હતું. એક્ઝામ પણ નજીક હતી.

બીજા દિવસે પલક હોસ્ટેલ જવાની તૈયારી પણ કરવા લાગી. બપોર થતાં બધું પેક કરી પલક તેના પપ્પા પંકજભાઈ સાથે હોસ્ટેલ જવા નીકળી. પલકનો પરિવાર તેને ખૂબ જ સમજતો. બધી જ આઝાદી પલકને મળી હતી ને પલક પણ આ આઝાદીનો દુરુપયોગ ન કરતી. હોસ્ટેલ પહોંચી તેના પપ્પાને ભેટી પડી અને ફરી તેની એ રૂમમાં પહોંચી. ઘણા દિવસથી રૂમ ખાલી પડી હતી, થોડી સાફ સફાઈ કરી અને બધું જ વ્યવસ્થિત મૂકી દીધું.

કોલેજ હવે પુરી થવાની હતી, છેલ્લું વર્ષ હતું. પલકને આ ત્રણ વર્ષમાં મિત્રો ઘણા મળ્યા. ઘણું શીખી અને તેની એક ફ્રેન્ડ જેનીને કોઈ છોકરા જોડે પ્રેમ હશે તો તેને હંમેશા પલક ચીડવતી ને કહેતી, " જેની એક વાત કે મને. આ પ્રેમ છે શું. ?"

" એ તારા નાના મગજની બહારની વાત છે, તને ના સમજાય આ પ્રેમ" જેની પલકને કપાળ પર ટપલી મારતા બોલી.

" તને બહુ સમજાય છે નહીં આ પ્રેમ, આ બધા નાટક કહેવાય નાટક. પ્રેમ બ્રેમ કઈ ના હોય. તું સાથે રહેવું, ઘણી વાતો કરવી, ફરવા જવું, બાબુ શોના ને વેલેન્ટાઈન ડે ઉજવવો... આ બધાને પ્રેમ સમજે છે તું.. ?"

" તને પહેલા પણ કીધું તું રહેવા દે, દિલથી જોડાઈને પણ પ્રેમ થાય, લાગણીઓ હોય, સમજણ હોય ને મૃત્યુ સુધી સાથે જ રહેવાનું વચન પણ હોય.. તને ના સમજાય એ બધું, ડોબી છે તું" જેની હસતા હસતા બોલી.

" અચ્છા, એવું છે, તું એકલી જ સમજ. ને ચાલ હવે ચા પીવા ." પલક ઊભી થઈને બોલી.

આમ બંને કેન્ટીનમાં પહોંચી

ગઈ અને ચાનો ઓર્ડર આપ્યો. જેની ફોનમાં લાગેલી હતી અને પલક તેના ચાળા કરી રહી હતી. જેનીને ખબર હતી પલક તેને શાંતિથી નહિ જ બેસવા દે એટલે તેણે ફોન બાજુ પર મુક્યો અને પલકને કહેવા લાગી, " પલક, તું આટલી બધી અજીબ કેમ છે.. ?"

" અજીબ એટલે." પલક જેનીને જોઈને કહેવા લાગી.

" અરે અજીબ જ છે ને, તારા આંખના પલકારા જોઈને જ કેટલાય તને પ્રેમ કરે છે, બધા જ સાથે મસ્તી કર્યા કરે છે, તને ખબર છે કેટલાય તારી આ જ મસ્તીના દીવાના છે. કોલેજનું આ છેલ્લું વર્ષ છે, છતાંય તને આજ સુધી કોઈ જ ના ગમ્યું, પ્રેમથી આટલી બધી દૂર. વળી તારા ઘરેથી પણ બધી જ છૂટ છે તને. એટલે અજીબ છોકરી છે ને તું.. ના આમતો અજીબ નહિ ડોબી છે તું." જેની હસતા હસતા પલકને કહેવા લાગી.

પલક થોડી વાર જેની સામે જોઈ રહી, ત્યાં જ ચા આવતા પલક ચા પીવા લાગી અને જેનીને જવાબ આપવા લાગી કે , " મેં તને હજુ હમણાં જ કીધું હતું કે આ બધા નાટક છે.  પરિવાર અને મિત્રો સિવાયના પ્રેમમાં હું માનતી જ નથી... એ શું વળી.. એક નજરમાં જોઈને પ્રે....મ થઈ ગયો.. ગજબ છે બધું. તું ચા પીવા લાગ ઠંડી થઈ જશે."

જેની ચાનો કપ હાથમાં લઈ ફરી બોલી, " પલક મેડમ જે દિવસે તમે પ્રેમમાં પડશો ને ત્યારે મને યાદ કરશો કે જેની સાચું કહેતી હતી."

" પ્રેમ.... પ્રે......મ.. અને હું..... ચાલ ચાલ તું ચા પી જલ્દી હોસ્ટેલ પહોંચવાનું છે જલ્દી." પલક હસતા હસતા કહેવા લાગી. બંને બિલ ચૂકવી હોસ્ટેલની બસમાં બેઠી. ફરી બંનેનો સંવાદ શરૂ થઈ ગયો.

" પલક તને શોખ શાનો છે એ તો કે." જેની પલકને જોઈને કહેવા લાગી.

" જેની શોખની તો ખબર નહિ, પણ મારે માણસ બનીને જીવવું છે. આ દુનિયામાં ઘણા બધા માણસો જ છે પણ માણસાઈ.. ઘટે છે .. એ જ માણસાઈ સાથે મારે મારી આખી જિંદગી જીવવું છે, જેટલા લોકોને મળી છું તેમના દિલમાં વસવું છે મારે, હજુ ઘણી દુનિયા જોવી છે મારે અને ઘણું શીખવું છે મારુ." પલક સુંદર હાસ્ય સાથે બોલી ઊઠી.

" બધા જ જવાબ અજીબ લાગે મને .. સારું ત્યારે જે કર એ પણ મને ન ભૂલી જતી." જેની હસતા હસતા પણ દિલથી બોલી ઊઠી.

પલકે જેનીનો હાથ પકડ્યો અને કહેવા લાગી, " મારી જિંદગીમાં ખાસ લોકોને હું ક્યારેય નથી ભૂલતી. તું ચિંતા ન કર, પલક કદાચ તેના શ્વાસ ભૂલી જશે પણ તને ક્યારેય નહિ ભૂલે."

" તો કેમ એકલી રહેવા લાગી, હોસ્ટેલમાં મારી સાથે હતી તો કઈ વાંધો હતો તને." જેની ઉદાસ ચહેરે બોલી.

પલક થોડી વાર શાંત થઈ ગઈ અને ફરી કહેવા લાગી, " દૂર ક્યાં છીએ, રોજે તો સાથે જ હોયએ છીએ, તને ખબર છે પાગલ, દૂર રહેવાથી પ્રેમ વધે.. પલક હસતા હસતા બસની સીટ પર જ જેનીને ભેટી પડી ને ફરી બેસીને કહેવા લાગી.. આપણી ફ્રેન્ડશીપ બેસ્ટ છે અને બેસ્ટ જ રહેશે ને તને તો ખબર જ છે ને મને હોસ્ટેલની આ બધી છોકરીઓની બક બક બહુ પસંદ નથી એટલે જ બહારની હોસ્ટેલમાં રહું છું."

પલક જેનીને કઈ પણ કરીને હસાવી દેતી. હોસ્ટેલ આવતા જેની નીચે ઉતરી અને આગળ પલકની હોસ્ટેલ આવતા તે પણ બસથી નીચે ઉતરી તેની રૂમમાં પહોંચી. સાંજ થઈ ને પલકને જમવાનું બનાવવાની આળસ આવતા મેગી બનાવીને જ ખાઈ લીધું. ફ્રી થઈ ફરી કોલેજના ચોપડા ખોલ્યા ને થોડું શીખવા લાગી. થોડી વાર થતાં જ ઊંઘ આવતા ચોપડા બાજુના ટેબલ પર મૂકીને સૂઈ ગઈ. બીજા દિવસે કોલેજ જવાનું હતું, બસનો સમય પણ વહેલો હતો. સવાર થઈને ફરી પલક ઊઠીને ચા નાસ્તો કરી કોલેજ માટે તૈયાર થઈ. બસ આવતા જ બસમાં ચડી અને જેનીને શોધીને ફરી તેની બાજુમાં બેસી વાતો કરવા લાગતી. આમને આમ જ દિવસો પસાર થવા લાગ્યા. પલકને હવે બી.કોમ. નું છેલ્લું વર્ષ હતું. એક્ઝામ નજીક હતી એટલે મહેનત પણ ખૂબ જ કરી રહી હતી.

દિવસો જવા લાગ્યા, જેની અને પલક સાથે જ રહેતી. પરીક્ષા નજીક હતી જેનીએ પલક સાથે જ રહેવાની જીદ કરી. પલકે ઘણી સમજાવી પણ જેનીને પલક સાથે જ રહેવું હતું આખરે જેની પલક સાથે રહેવા આવી ગઈ. રૂમમાં આવતા જ આરામથી ખુરશી પર બેસી ગઈ અને કહેવા લાગી, " થેન્ક ગોડ પલક, તારા સાથે રહેવા આવી ગઈ, તે હોસ્ટેલની છોકરીઓ સાથે ઝઘડો કરીને મારા દિમાગની ભેલપુરી થઈ ગઈ હતી."

પલક હસતા હસતા કહેવા લાગી, " થોડા દિવસના જ મહેમાન છીએ, હમણાં પરીક્ષા પુરી થશે એટલે દૂર જ થવાનું છે, પછી શું થશે એ વિચાર્યું છે."

" જે હોય તે, પલક મને મિત્રના રૂપમાં મારી જિંદગી મળી છે, પ્રેમ કરતી હતી તેને પણ હવે દૂર કરી દીધો છે, રમત બની ગઈ હતી હું. હવે મને મતલબ વિનાના સબંધમાં માત્ર તું મળી છે. હું તારાથી દૂર રહેવા નથી માંગતી." જેની પલકને જોતા બોલી ઊઠી.

" તું આગળનું કેમ આટલું બધું વિચારે છે, જે થવાનું હશે એ થશે. હાલ સાથે રહેવા મળે છે, તો શાંતિથી રહેવા લાગ અને મેં તને પે'લા પણ કીધું દૂર જઈશ તો પણ તને નહીં ભૂલું." પલક બોલી.

આમ બંને સાથે રહેવા લાગી, મોડી રાત સુધી પરીક્ષા હોવાથી બંને ખૂબ મહેનત કરતી. બીજો દિવસ ઊગ્યો, સવાર થઈ. જેની ઊઠી અને તરત જ પલકને ઊઠાડવા તેની પથારી પાસે પહોંચી. ત્યાં જઈને જોયું તો પલક નહીં. જેની પલકને આમતેમ શોધવા લાગી, પલક ક્યાંય દેખાતી નહોતી. જેનીને ખૂબ જ ચિંતા થવા લાગી.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama