STORYMIRROR

daksha kanzariya

Romance

4  

daksha kanzariya

Romance

ફૂલ મોગરાનું

ફૂલ મોગરાનું

1 min
193

બની ફૂલ મોગરાનું, સુવાસિત કર્યો બાગને,

ઉરની વાતો અંતરમાં રાખી, સમજાવ્યો સાજનના સાથને

 બની ફૂલ મોગરાનું,


બની પુષ્પ મોગરાનું, શણગાર્યો હૈયાનાં હારને,

ખાલી હતો જે ઓરડો, ભરાવ્યો તેમાં શ્વાસને,

 બની ફૂલ મોગરાનું,


બની ગજરો મોગરાનો, જગાવ્યો પિયુના પ્યારને,

અડીખમ બની ઊભો રહ્યો, પકડવા મારા હાથને,

બની ફૂલ મોગરાનું,


મઘમઘતી ખુશ્બુ થકી, ખોલ્યાં તે દિલનાં દ્વારને,

સૂનું હતું જે મનમંદિર, ઘંટારવ કરાવ્યો આપને,

બની ફૂલ મોગરાનું.


Rate this content
Log in

Similar gujarati story from Romance