STORYMIRROR

daksha kanzariya

Horror Thriller

3  

daksha kanzariya

Horror Thriller

ડાયનનો ખોફ - ૨

ડાયનનો ખોફ - ૨

7 mins
189

આગળ ના ભાગમાં આપણે જોયું કે રમ્યા બગીચામાં જોયેલા પેલા યુવાન વિશે જાણવા માટે તે કૉલેજે થી વહેલી નીકળી જાય છે પરંતુ ઉતાવળમાં તે પોતાનો ફોન તેની બૅન્ચની નીચે જ ભૂલી જાય છે....

હવે ત્યાંથી આગળ.....

હજુ માંડ તે અડધે રસ્તે પહોંચી હશે, ત્યાં તેને અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ તે પોતાનો ફોન પસૅમાં શોધવા લાગે છે પરંતુ તેને તરત યાદ આવે છે કે તે ફોન તો કૉલેજ માં જ ભૂલી ગઈ છે તેણે તરત જ ત્યાંના સ્થાનિક બજારના P.C.O માંથી વેદીકા ને ફોન કર્યો અને ચાર રસ્તાથી આગળની ચીકુવાડી પાસેની બજારમાં આવવા કહ્યું. વેદીકા ફટાફટ તેનો ફોન લઈ રમ્યા એ બતાવેલા સરનામે પહોંચી જાય છે.

આજ બંને સહેલીઓ સી.શાહ એન્જિનિયરિંગ કોલેજોમાં આવી હતી પરંતુ પ્રિન્સિપાલશ્રી ઍડમિશનના કામ વ્યસ્ત હતા તેથી પ્યુન તેમને રાહ જોવા કહે છે. કલાક થવા છતાં પ્રિન્સિપાલ શ્રી એન.કે શર્મા ફ્રી થયા નહોતા અને રમ્યા ને પણ પેલા યુવાન વિશે માહિતી મેળવી હતી તેથી તે વેદીકા ને બધી તપાસ કરવાની તેમજ જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવાની જવાબદારી સોંપીને પોતે ત્યાંથી નીકળી જાય છે.

 રમ્યાએ કેયૂર ને તેના મિત્રો સાથે ફોન માં વાત કરતાં સાંભળી લીધો હતો કે, તેને પણ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરવો છે પણ ઘરની આર્થિક પરિસ્થિતિ ના લીધે મેં ઘરે બહાનું કાઢ્યું છે કે પોતે પાર્ટ ટાઈમ જોબ કરી પોતાની ફી ભેગી કરશે. અને તે હજુ કૉલેજ ના લાસ્ટ યર માં જ છે એમ કહ્યું, કૉલેજના બહાને તે સવારથી સાંજ સુધી ફૂલ ટાઈમ જોબ કરે છે. આથી રમ્યાએ કેયૂર ને સરપ્રાઈઝ આપવા માટે વેદીકા સાથે મળી એન્જિનિયરિંગ કોલેજમાં કેયૂર નું ઍડમિશન કન્ફર્મ કરાવવા ગઈ.

વેદીકા: " લે આ તારો ફોન, પણ પહેલાં તું મને એ કહે કે તું આટલી ઉતાવળ માં ક્યાં જતી હતી...?‌ કોઈ પ્રોબ્લેમ છે...? તો મને કહે."

રમ્યા: "અરે! ના યાર... એવું કંઈ જ નથી,મારે થોડું મોડું થાય છે એટલે હું જઉં છું આપણે બપોરે ઑફિસે મળીએ ઓકે..ચલ બાય...

કહી, વેદીકા ની વાત ને અનસૂની કરી રીક્ષા ઊભી રખાવી ભગતસિંહ રોડ પર જવા કહી તેમાં બેસી ને ત્યાંથી નીકળી ગઈ. વેદીકા ને પણ થોડું અજીબ લાગ્યું,કારણ કે, આજ સુધી રમ્યા એ આવી રીતનું વર્તન અગાઉ ક્યારેય નહોતું કર્યું.ખેર...જે હશે તે... નિરાંતે તેની સાથે વાત કરીશ એમ મનોમન નક્કી કરી તે પણ પોતાના ઘરે જવા નીકળી.

 રમ્યા આખા રસ્તે તેના મનમાં પેલા અજાણ્યા યુવાનના જ વિચાર આવી રહ્યા હતા.તેને જોતાં જ તેના મનમાં કેમ એ યુવાન પ્રત્યે આટલું આકર્ષણ અનુભવતી હતી એ જ નહોતી શક્તી.એ જાણવા માટે જ રમ્યા એ તેના પ્રયાસો ચાલુ કરી દીધા હતા.

 રમ્યા જ્યારથી વેદીકા થી છૂટી પડી હતી ત્યારથી જ કોઈ એનો સતત પીછો કરી રહ્યું હતું પરંતુ રમ્યા ને એ વાતની જરા પણ ખબર ન હતી તે તો બસ પેલા યુવાનના વિચારોમાં ખોવાઈ ગઈ હતી.થોડીવાર થઈ ત્યાં જ રીક્ષા ઊભી રહી એટલે રમ્યા ભાનમાં આવી અને આજુ બાજુ નજર ઘૂમાવી પણ ત્યાં કોઈ દેખાતું ન હતું. તે નીચે ઊતરી અને રીક્ષાવાળા ને ભાડું ચૂકવી તે એક રોયલ બંગલા પાસે આવીને ઊભી રહી.તે બંગલા ને જોતી એમ જ ઊભી રહી જાણે એને કોઈ અંદર બોલાવતું હોય એવો ભાસ થતો હતો.તેના પગ આપ મેળે જ બંગલા અંદર જવા ઉપડ્યા. અચાનક પાછળથી કોઈનો અવાજ સંભળાય છે; "ઍકસકયુઝમી, આપને કોઈનું કામ છે." રમ્યા ના પગ ત્યાં જ થંભી જાય છે,તે ચમકી ને પાછળ ફરીને જુએ છે તો બગીચામાં જે યુવાન ને દૂરથી જોયો હતો એ અત્યારે બીલકુલ તેની સામે ઊભો હતો. રમ્યા આંખો ફાડીને આવનાર યુવાન ને જોઈ રહી.

યુવાન: "હલ્લો મૅડમ, ક્યા ખોવાઈ ગયા..? તમારે કોનું કામ છે..? કોને મળવું છે...?"

અચાનક થયેલા‌ આટલા બધાં પ્રશ્નો થી રમ્યા થોડી અસ્વસ્થ થઈ જાય છે પરંતુ વળી પોતાની જાતને સંભાળી લે છે અને કહે છે;

રમ્યા: (થોથવાઈ છે અને પેલા યુવાન ને પૂછે છે,)"જી, ત...તમે કોણ...?"

યુવાન: "હું તેજસ, આ સામે જે ઘર તમે જોઈ રહ્યા છો એ મારું જ છે."

રમ્યા: (થોડી શરમ અનુભવે છે.) "ના...બસ... એતો હું.... હું (અટકે‌ છે.) અહીંથી પસાર થતી હતી એટલે...આટલું બોલી અટકી જાય છે.

યુવાન:(હસીને) "ઈટ્સ ઓકે , નો પ્રોબ્લેમ." કહી પેલો યુવાન તેના બંગલામાં જતો રહે છે અને રમ્યા એને જતો જોઈ રહે છે. ત્યાં જ રમ્યા ના ફોનની રીંગ વાગે છે. રમ્યા તરત પોતાનો ફોન હાથમાં લઈ જુએ છે તો ફોન ની ડીસપ્લે પર વેદીકા નો નંબર જોઈ તરત જ તેનો કૉલ રીસીવ કરે છે કૉલ રીસીવ થતાં ની સાથે જ વેદીકા એકીશ્વાસે બોલવાનું શરૂ કરી દે છે;

વેદીકા: "હેલ્લો રમ્યા, તું ક્યાં છે...?મારે તારું ખાસ કામ છે તું જલ્દી થી તમારા ઘરની સામે આવેલા બગીચામાં આવીજા હું ત્યાં જ તારી રાહ જોઉં છું." આટલું કહી વેદીકા એ ફોન કટ કરી નાખ્યો. રમ્યા એ ફોન માં જોયું તો વેદીકા ના ચાર મીસકોલ આવી ગયા હતા. વેદીકા ની વાત સાંભળી રમ્યા ના મનમાં વિચારોના વમળ ઊમટ્યાં. શું થયું હશે...? કેમ આટલી જલ્દી મને બોલાવી...? કોઈ મુસીબત માં તો નહીં હોય ને....! મારે ફટાફટ ત્યાં પહોંચવું જોઈએ એમ વિચારી રમ્યા ફટાફટ એક રીક્ષા રોકે છે અને રીક્ષાવાળા ને હિલગાર્ડનનું કહી તેમાં બેસી જાય છે.

 ‌ રમ્યા ના ત્યાંથી જતા જ પેલો યુવાન બારી પાસે નો પડદો ખસેડી લુચ્ચાઈ માં હસે છે.અને તેની પાછળ ઉભેલી સ્ત્રી પણ જોર જોરથી હસી રહી હતી તે પેલા યુવાન (તેજસ) ને કહે છે;

‌ ‌ "આખરે આપણી ચાલ કામયાબ રહી તેજસ...હા...હા...હા... હવે કોઈ કાળે એ તારી માયાજાળ માંથી છટકી નહીં શકે. વાહ....!! અઘોરી એ શું બાજી ફેંકી છે. મારી શક્તિઓ પણ મને પાછી મળશે અને મારૂં સુંદર રૂપ પણ...!! હા...હા...હા... (હસે છે.)

રમ્યા પેલા યુવાન ની નાખેલી પ્રેમજાળમાં બરાબર ની ફસાઈ ગઈ હતી તે કોઈ પણ બહાને એ યુવાન ને જોવા માંગતી હતી. બગીચામાં રમ્યાએ જે યુવાન ને જોયો હતો તે અઘોરી નો સાથી હતો તે પૈસાની લાલચમાં તેના સારા તો નહીં પણ દરેક ખરાબ કાર્ય માં સાથ આપતો હતો.

 અઘોરી રકતપીશાચીની ડાયન ને તેની સુંદરતા કાયમ ટકી રહે એ માટે દર પૂનમે ત્રણ કુંવારી કન્યાઓની બલિ ચડાવીને તેનું રક્ત એ રક્તપિશાચી ડાયન ને આપતો હતો. અઘોરી કોઈ ને કોઈ રીતે તેજસ ના માધ્યમ થી નવો શિકાર શોધી જ લેતા હતા.આ ઘણાં વર્ષોથી આ સીલસીલો ચાલુ હતો. તેઓએ ઘણી માસુમ કન્યાઓની બલિ ચડાવીને તેનું ભક્ષણ કર્યું હતું.આ વખતે પણ તેઓ તેના ખરાબ ઈરાદા માં સફળ થતાં હોય એવું લાગતું હતું.

વર્ષો પહેલાં રમ્યા અને એનો આખો પરિવાર દિવાળી ની રજાઓ માં જુનાગઢ પરીક્રમા કરવા ગયો હતો.બધા ખૂબ જ ખૂશ હતા આખો પરિવાર મોજમસ્તી માં આખું જુનાગઢ ફર્યા અને રાત્રે ભૂજ જવા માટે બસ માં બેસી ગયા એકબીજા હસી મજાક કરતાં કરતાં ક્યારે સૂઈ ગયા ખબર જ ન રહી બે ત્રણ દિવસ થી ફરી ફરી ને બધા ખૂબ જ થાકી ગયા હતા એટલે અમુક તો સીટમાં બેઠા બેઠા જ જોલા ખાવાં લાગ્યા હતા. પરંતુ બધાં થનારી ભયંકર ઘટના થી અજાણ મીઠી નીંદર માણી રહ્યા હતા.

 અચાનક કોઈએ બસ ઉપર છંલાગ મારી શાંત વાતાવરણમાં ભયંકર ધબાક... કરતો અવાજ આવ્યો.બધા ની ઊંઘ ઊડી ગઈ અને બાઘા ની જેમ આમતેમ જોવા લાગ્યા. બધા ખૂબ જ કરી ગયા હતા. શું થયું....? શું થયું...? એવી અંદરોઅંદર ચર્ચા થવા લાગી.બસડ્રાઈવર અચાનક થયેલા ભયાનક અવાજ થી હેબતાઈ ગયો અને સ્ટેરીંગ ફગી જતાં બસ રસ્તા પરથી ઉતરી ને ઈલેક્ટ્રીક ના થાંભલા સાથે ધડાકાભેર અથડાતાં બસ પલ્ટી ખાઈ ગઈ અને થાંભલા સાથે અથડાવાથી બસમાં આગ લાગી ગઈ.

બધાં પોતાનો જીવ બચાવવા આમતેમ ફાંફાં મારવાં લાગ્યા અમુક કાચ તોડી ને નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યા તો અમુક વૃદ્ધો નીકળી ન શકતા ત્યાં ને ત્યાં જ બળીને ભડથું થઈ ગયા. કેતનભાઈ નો આખો પરિવાર છૂટો પડી ગયો કેતનભાઈ ના પગ પણ ઢીંચણ સુધી બળી ગયા, રાધાબહેને માંડ માંડ રમ્યા અને કેયૂર ને બારીમાંથી બહાર કાઢ્યા. રમ્યા ના માથાના ભાગે વાગતા તે બેહોશ થઈ જાય છે કેયૂર પણ હાથે પગે છોલાઈ જાય છે પરંતુ તે પણ ડરના લીધે ત્યાં જ બેભાન થઈને ઢળી પડે છે.

થોડીવાર થતાં જ એમ્બ્યુલન્સ આવી અને વારાફરતી બધાને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. આ બધી દોડધામમાં અને કેતનભાઈ તેમજ દીકરા-દીકરી ની ચિંતા માં રાધાબહેન સુજલ ને ભૂલી જ ગયા.બધા ને હોસ્પિટલ માં દાખલ કરાયા અને તાત્કાલિક સારવાર ચાલુ થઈ. કેતનભાઈ હજુ બેહોશી ની હાલત માં હતા તેથી રાધાબહેન ઈશ્વરને પ્રાર્થના કરવા મંદિરમાં ગયા.ત્યારે નાનકડી રમ્યા રડતાં રડતાં મમ્મી દીદી ક્યાં છે....? મમ્મી દીદી ક્યાં છે....? એવું પૂછવા લાગી. રાધાબહેન ને તો જાણે આઘાત લાગ્યો હોય એમ અવાચક થઈને મંદિર ના પ્રાંગણ માં જ બેસી પડ્યા.હે.....પ્રભુ.... મારી દીકરી......કહેતા ચોધાર આંસુડે રડવા લાગ્યા.તેમણે હોસ્પિટલ ના બધા જ રૂમમાં ફરી વળ્યા સાથે જે જે લોકો હતા બધા ને પૂછી લીધું પણ કોઈએ સુજલ ને જોઈ છે એવું કહ્યું નહીં.રાધાબહેન ને તો જાણે માથે આભ ફાટ્યું હોય એમ રૂદન કરવા લાગ્યા.

બીજી બાજુ સુજલ એક ખંડેર જેવી હવેલીમાં એક બંધ રૂમમાં ઘાસ ઉપર બેભાન પડી હતી.

ધીમે ધીમે સુજલ ભાનમાં આવી તેને અંધારા થી ખૂબ જ ડર લાગતો હતો અને આવી સૂનસાન જગ્યા જોઈ એ ખૂબ જ ડરી જાય છે.આજુબાજુમાંથી વિચિત્ર અવાજો આવતા હતા. તે ઘણી ચીસો પાડે છે, રડે છે,પણ અત્યારે તેનું સાંભળવા વાળું કોઈ નહોતું.

થોડીવાર થતાં સુજલ ને કોઈનો પડછાયો દેખાય છે તેથી મદદની આશાએ તે બચાવો...બચાવો એવી બૂમો પાડે છે.પણ એને શું ખબર કે જેને તે મદદગાર સમજીને પોતાને બચાવશે એવી આશા તેની વ્યર્થ હતી.ચરરરર્...... કરતો ધીમે થી રૂમ નો દરવાજો ખૂલ્યો અને સામે એક વિકરાળ ચહેરાવાળી સ્ત્રી પ્રગટ થઈ તેના ચહેરા પર માંસના લોચા લટકી રહ્યા હતા,તેના હાથ લાંબા અને તેની ચામડી જાણે હાડકાં સાથે ચોંટી ગઈ હોય એવી લાગતી હતી તેના લાંબા અને તીક્ષ્ણ દાંત બહાર નીકળી ગયા હતા તેમાંથી લાળ પ્રવાહી રૂપે ટપકી રહી હતી તેનો લાંબો અને કાળો ભમ્મર ચોટલો આમતેમ ઝૂલી રહ્યો હતો. સુજલે ડાયન વિશે માત્ર પુસ્તકોમાં જ વાંચેલું હતું પણ આજે એણે નજરોનજર જોઈ પણ લીધું તેના હાથ પગ ઠંડા પડવા લાગ્યા તે ચીસ પાડી ફરી બેહોશ થઈ ઢળી પડી.

ક્રમશઃ.......


Rate this content
Log in

Similar gujarati story from Horror