Kalpanaben Trivedi

Tragedy Inspirational

4.3  

Kalpanaben Trivedi

Tragedy Inspirational

ફરક

ફરક

2 mins
234


પૂર્વી મધ્યમ પરિવારની દીકરી હતી. મમ્મી-પપ્પા બંને શિક્ષક હોવાથી એને સંસ્કાર ભરપૂર મળેલાં. માતા- પિતાએ બચપણથી જ વૈજ્ઞાનિક અભિગમ સાથે મોટી કરેલી. પૂર્વી એક જ દીકરી હોવાથી કેળવણી આપી સારાં પરિવારમાં એનું લગ્ન નિહાર સાથે થયું હતું. સમાજમાં નિહારનો પરિવાર ખૂબ આગળ ગણાતો. પૂર્વી પોતાનાં અઢળક સ્વપ્નો સાથે નિહાર સાથે જીંદગી જીવી રહી. એનાં સાસુ વસંતબા બહુ રુઆબ રાખતાં. ઘરમાં બધાં જ એમનો પડ્યો બોલ ઝીલતાં. પૂર્વી પણ નવા વાતાવરણ સાથે અનુકૂળ થવા લાગી.

પોતાનાં સંસ્કાર મુજબ એ ઘરની જવાબદારી પૂરી કરવાની કોશિશ કરતી. થોડાં સમયમાં એને ખ્યાલ આવ્યો કે વસંતબા બહાર કહેતાં કંઈક, અને ઘરમાં વર્તન કંઈક જુદું જ કરતાં. બહારનાં મહેમાનો સામે પૂર્વીના વખાણ કરતાં, પણ એમનો થોડીવાર પછીનો વ્યવહાર બદલાઈ જતો. પૂર્વીએ નિહારને આ બાબતે કહ્યું પણ ખરું, પણ ઘરનાં કોઇ જ સભ્ય વસંતબાની વિરુદ્ધ એક હરફ ન બોલતાં. નિહારે પૂર્વીને પણ કહી દીધું કે "હું એમને કંઈ જ નહીં કહું, તારે અનુકૂળ થઈ જવાનું. " 

પૂર્વીને અનુકૂળ થવામાં ક્યાં કંઈ તકલીફ હતી ? એ તો આ બેવડાં વલણથી આઘાત પામી હતી. આજે એણે શુદ્ધ ઘીની મિઠાઈ, ફરસાણ બનાવી જમવાનું ટેબલ સજાવ્યું હતું. નોકરો હોય, પણ પૂર્વી જાતે જમાડવાની ઇચ્છા રાખતી. એ કંઈક કામ કરી પોતાનાં રુમમાં ગઇ. થોડીવાર પછી નીચે ઉતરતાં એને વસંતબાનો વાર્તાલાપ સંભળાયો.

વસંતબા: "ધનસુખ, આટલું બધું ઘી કેમ વાપરી નાંખ્યું ?"

ધનસુખ: "બા,આજે નાનાં શેઠાણીએ જમવાનું બનાવ્યું છે." 

"મેં તને સમજાવ્યો તો છે જ કે પરિવારનાં લોકો જ શુદ્ધ ઘી- તેલ વાપરશે. ઇ તો પારકી જણી છે. એનાં માટે ડાલડા ઘી અને પામોલિનમાં રસોઇ બનાવવાની. ઈ માસ્તરની છોકરી આ બધાને ક્યાં લાયક છે ?"

"હા,બા, સમજું છું. એમ જ કરું છું, આજે ભૂલ થઈ ગઈ, અને શેઠાણીએ બનાવી નાંખ્યું."

"ભલે, પણ હવે ધ્યાન રાખજે. આ બધી વાતનું. એને તો લોટરી લાગી છે, સીધી કરોડપતિ બની ગઇ છે. આ બધું કંઈ મફતમાં નથી આવતું."

પૂર્વી આ સંવાદ સાંભળી ખૂબ આઘાત પામી. એને મમ્મી યાદ આવ્યાં કે જે પોતાની કામવાળીની સુવાવડ વખતે પંદર દિવસ સુધી ચોખ્ખાં ઘીનો શિરો બનાવી ખવડાવતાં હતાં. શેરીમાં કૂતરી વિયાઈ હોય તો ય રોજ શિરો, દૂધ ને રોટલી કરી ખવડાવતાં. પૂર્વી માણસાઈનો ફરક અનુભવી રહી. પૈસાથી સંસ્કાર મેળવી શકાતાં નથી. એને નિહારને પણ કંઈ ન બોલવાના કારણે દુઃખ થયું. નસીબ માનીને એ આઘાત પચાવવાની મિથ્યા કોશિશ કરી રહી.  


Rate this content
Log in

Similar gujarati story from Tragedy