Kalpanaben Trivedi

Tragedy

4.7  

Kalpanaben Trivedi

Tragedy

દિવ્યાંગ અસ્તિત્વ

દિવ્યાંગ અસ્તિત્વ

2 mins
273


ઋતુને આજે શરીરમાં કળતર થતું હતું. ઘરનાં કોઈ કામમાં એનું ચિત્ત ચોંટતું ન હતું. લગ્ન કરીને દસ વર્ષથી બધાંનો પડ્યો બોલ ઝીલી લેતી હતી. સાસુ,સસરા,નણંદ, અને દિવ્યાંગ દિયર માટે એ ખૂબ સેવા કરતી હતી. બધાની સગવડ સાથે અમનની પણ કામગીરીમાં મદદરૂપ થતી. અમન અને ઋતુ એક આદર્શ દંપતિ ગણાતાં હતાં. ઋતુ સામાન્ય પરિવારની દીકરી હતી, પણ સંસ્કારની દ્રષ્ટિએ ઉચ્ચ હતી. સમય જતાં સૌ પોતાનો સંસાર વસાવી અલગ થઈ ગયાં. સાસુ,સસરા અને દિયરની જવાબદારી ઋતુ જ સંભાળતી. કોરોનાની લપેટમાં વૃદ્ધ સાસુ સસરા પણ આવી ગયાં. પંદર દિવસની સારવાર દરમિયાન બંને ગુજરી ગયાં. ઋતુને ખૂબ આઘાત લાગ્યો, કે એને પોતાને તો કંઈ સંતાન ન હતું, એમાંય મા. . બાપ સમાન સાસુ સસરા ગુમાવ્યાં. જેમતેમ જાતને સંભાળી દિવ્યાંગ દિયરને સંભાળી રહી. દિયરને કોઈ જાતની ગતાગમ ન પડે,ગમેતેમ બધું અસ્તવ્યસ્ત કરી નાખે. આખો દિવસ હસતો હોય, અથવા મોટે મોટેથી રડતો હોય. ઋતુ એને નાનાં બાળકની જેમ સમજાવીને રાખતી. અમન પણ એની આ લાગણીથી સંતોષ પામતો.

 એક દિવસ અચાનક જ એનાં દિયરને ખૂબ તાવ આવ્યો. ઋતુ તરતજ એની સારવારમાં લાગી ગઈ. સતત ચાર દિવસ એની પાસે જ રહી દવાઓ આપતી હતી. દિયરની આંખો પણ એની ભાભીને જ શોધી રહી હોય એમ જણાતું. ઋતુ એને પોતાનાં સંતાનની જેમ સાચવીને દવાખાને ઊભી રહી. રાતનાં તાવ વધી જતાં એનાં દિયરે ભાભીનો હાથ પકડી રાખ્યો. બંનેની આંખો અનરાધાર વરસતી હતી. ઋતુએ અમનને બોલાવી લીધો. થોડીવારમાં જ ઋતુના હાથમાં જ એનાં દિયરનો હાથ નિશ્ચેતન થઈ ગયો. બંને પતિ. . પત્ની ખૂબ રડ્યાં. એમનાં કુળનો આખરી દિપક બૂઝાઈ ગયો.

દસેક દિવસ થઈ ગયાં, છતાં ઋતુને હજુ એનાં દિયરનાં અસ્તિત્વનો આભાસ થાય છે. ત્યારે એ જાતને સંભાળી શકતી નથી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy