STORYMIRROR

Kalpanaben Trivedi

Inspirational

2  

Kalpanaben Trivedi

Inspirational

હા, હું ગુરુ

હા, હું ગુરુ

1 min
40

મને સાંભળીએ દુઃખ ન લગાડતાં. હું ગુરુ છું. ઘણાં જીવનમાં અજવાસ પાથરનાર એક ગુરુ. હે પ્રભુ ! મારી યાદ બધાને ગુરુપૂર્ણિમા વખતે જ આવે છે. અત્યારે મારી હાલત કફોડી બનતી જાય છે. પહેલાં હું ઋષિ જેમ પૂજાતો. આજે મારું સ્થાન મોબાઈલ અને ગુગલ ગુરુએ લઈ લીધું છે. હશે, હું તો હજુ શ્રદ્ધા ગુમાવ્યા વગર મારું કામ કરતો જ રહીશ. લોકો હવે પૈસાથી બધું ખરીદવા ઈચ્છે છે, પણ જ્ઞાન એમ ન મળે. મેં નક્કી કર્યું છે કે સાવ પછાત લોકોનાં બાળકોને મફત શિક્ષણ આપીશ. શું ? સમાજ મને વેવલો કહેશે એ જ ને ? ભલે કહે. મારે મારાં ગુરુત્વને લાંછન લગાડવું નથી. હું સારું પાત્ર જોઈને મારો ખજાનો લૂટાવી દઈશ. સમાજનું ઘડતર કરીશ. બાળકો રાહ ભૂલ્યાં છે એને સારાં માર્ગે વાળવા હું અથાગ મહેનત કરીશ. હું પ્રેરક છું, મિશાલ છું, પણ સ્વમાની છું.

તો,મારું ગુરુત્વ સૌને માર્ગદર્શન આપશે. હું સાચાં અર્થમાં ગુરુ શિષ્ય પરંપરાનો વાહક બનીશ.

 જય ગુરુદેવ !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational