Harsha dalwadi

Inspirational

4.0  

Harsha dalwadi

Inspirational

પહેલું પગલું

પહેલું પગલું

1 min
40


બચપણથી જ મને માયોપેથી બીમારી. પરંતુ મમ્મી પપ્પા એ હાર માની નહીં અને દરેક ડોક્ટર વૈદ્ય કસરત બધું કરાવતા. એ અરસામાં આજની જી જી હોસ્પિટલ જે પહેલા ઇરવિન કહેવામાં આવતી. મને ખબર છે ત્યાં ઓર્થોપેડિક ડોક્ટર એચ કે વખરીયા હતા જેમને મારા મમ્મી પપ્પાને એક આશાનું કિરણ બતાવ્યું કે તમારી દીકરી ઓપરેશન પછી ચાલી શકશે. પરંતુ કેલીપર્સ પહેરાવીને. અને એ માટે મમ્મી પપ્પા એ હામી ભરી. 10 મે 1993ના રોજ મારા પગનું ઓપરેશન કરવામાં આવ્યું અને ઠીક પાંચ મહિના પછી એ પગના કેલીપર્સ પપ્પા એ પહેરાવ્યા અને મમ્મી પપ્પાનો હાથ પકડીને પહેલું પગલું માંડ્યું. ત્યારે એ અનુભવ એવો હતો કે જાણે આકાશ જીતી લીધું છે. પછી સ્કૂલમાં પાંચ મહિના પછી ગઈ અને ત્યારે એ મારી માટે એ અનુભવ અલગ જ રોમાંચ હતો. એવા અનેક અનુભવો હતા જે લખવા માટે જગ્યા ઓછી અને શબ્દો ન મળે. પણ જ્યાં સુધી હું એ કેલીપર્સ પહેરીને ચાલી શકી ત્યાં સુધી કુદરત પણ રાજી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational