Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

ફાંસીનું રૂપેરી દોરડું.

ફાંસીનું રૂપેરી દોરડું.

3 mins
7.0K


કોમલને કાલે ફાંસીની સજા મળવાની હતી. મુખ પર આછું સ્મિત ફરકી રહ્યું હતું. જીંદગીનો

અંતિમ દિવસ, કોઈ ચિંતા નહી. જરા પણ કલેશ નહી. દિલગીરીનું નામોનિશાન નહી. જાણે

આવતી કાલે ઉત્સવ ન હોય ! કોમલને કોઈ પારિતોષક મળવાનું ન હોય! જીંદગીની આખરી

રાતના ૧૦ વાગ્યાના ડંકા વાગ્યા અને દરવાજાને તાળા ભચકાયા. બત્તીઓ બુઝાઈ ગઈ. ઘોર

અંધારાનું સામ્રાજ્ય ચારેકોર પ્રસરી ગયું.

દિલમાં જરાય ખચકાટ ન હતો. દ્વેષ ભાવના ૧૦૦ જોજન દૂર હતી. સંતોષની સુરખી પોતાનું

સામ્રાજ્ય કોમલની અંદર અને બહાર જમાવીને બેઠી હતી. નવાઈ લાગે તેવી વાત હતી. છતાં

પણ સત્ય હતી.

રાતના છેલ્લું ચક્કર કાપી પોતાના ઘરે જવા માટે જેલર કુલકર્ણી ઉત્સુક હતા. સવારે તે પાછા

નોકરી પર હાજર થાય તે પહેલાં કોમલને ફાંસીની સજા થઈ જવાની હતી. તેમને થયું લાવ

કોમલને વિદાય આપી આવું. હવે આજ પછી કોમલનું પ્રેમ નિતરતું મુખ જોવા નહી મળે !

મનને વિચારોએ ઘેરી લીધું. જે દિવસે કોમલ ખૂન કરીને પાંચ વર્ષ પહેલાં એ જેલમાં કેદી તરીકે

આવ્યો હતો ત્યારે તેના મુખ પર તિરસ્કાર, ધિક્કાર અને કરડાકી નિતરતા દેખાયા હતા.

તમારું નામ, ‘કોમલ.’

કુલકર્ણી સાહેબે ફરી પૂછ્યું.

‘કોમલ જોશી.’

જેનું નામ કોમલ, જેની અટક જોશી મતલબ, બ્રાહ્મણ તે ખૂનના કેસમાં જેલમાં આવ્યો હતો. આ

વાત કેવી રીતે માનવામાં આવે ! કિંતુ સમય, સ્થળ અને દિમાગી હાલત આવું કાર્ય કરવા પાછળ

મુખ્ય કારણ હતા.

કોમલે પોતાની ફુલ જેવી પત્ની કુસુમનું કાસળ કાઢી નાખ્યું હતું. કાચા કાનનો કોમલ ભાઈબંધની

વાતમાં આવી આવું નિર્દય કૃત્ય આચરી બેઠો. ન તેણે વાતની ચોખવટ કરી કે સચ્ચાઈ જાણવાની

ચેષ્ટા. કોમલ, કુસુમને અનહદ ચાહતો હતો. તેની કુસુમ તેને બેવફા નિવડી છે એવા સમાચારે તેને

પાગલ બનાવ્યો. પ્રેમાળ કોમલ પત્નીનો પ્રેમ અને વફાદદારી બધું વિસરી રઘવાયો બન્યો.

કોમલનો સ્વભાવ થોડો ગરમ ખરો પણ કુસુમને હથેળીમાં રાખતો. કુસુમ હતી પણ એવી. તેને

અડીએ તો છુઈમુઈના છોડની જેમ શરમાઈ જાય તેવી. તેની બેવફાઈની વાત સાંભળી કોમલ

સાનભાન ગુમાવી બેઠો. ક્રોધાદ ભવતિ સંમોહ જેનાથી સ્મૃતિ ભ્રમ થાય અને સ્મૃતિ ભ્રમ થયેલો

વ્યક્તિ સારાસારનું ભાન ખોઈ બેસે.

કરતાં તો કૃત્ય કરી લીધું. સજા ભોગવ્યા વગર તેના બાપનો પણ છૂટકો ન હતો. એવી નિર્દય રીતે

કત્લ કરી હતી કે જોનારને અરેરાટી થઈ જાય. જ્યારે કૉર્ટમાં કેસ ચાલતો હતો ત્યારે સત્ય પ્રકાશ્યું.

ઉતાવળમાં વગર વિચાર્યા કરેલા કૃત્ય પર પસ્તાવો થયો. રાંડ્યા પ્છીનું ડહાપણ શું કામનું? કેસનો

ચૂકાદો આવતાં પાંચેક વરસ નિકળી ગયા.

કોમલ જેલમાં ખૂબ સભ્યતા પૂર્વક વર્તન કરતો. જેલના કેદીઓનો પ્રેમ મેળવ્યો. જેલર તો લગભગ

તેનો મિત્ર બની ગયો. દિવસ ભરના મહેનતના કામ પછી જ્યારે ફાજલ સમય મળતો ત્યારે ‘ગીતા’નું

પઠન અને આધ્યાત્મની ચોપડીઓ વાંચી અંતરની ખોજ કરતો. દુનિયા પ્રત્યેનો રોષ કે દ્વેષ નાબૂદ

થયા. જેલર પણ આધ્યત્મતાના પુસ્તકોનો કીડો હતો. બંને જણા વચ્ચે દોસ્તી થઈ અને સ્નેહના

તાર ગુંથાયા.

ધીરે ધીરે કોમલ અતિ ‘કોમલ’ બન્યો. કુસુમની હ્રદય પૂર્વક માફી માગી. દુધ ઉભરાયા પછીનો

પસ્તાવો નિરર્થક ન નિવડ્યો. તેને ઘણી અંતરમાં શાંતિની પ્રાપ્તિ થઈ.

અરે, ફાંસીની સજા જ્યારે ફટકારી ત્યારે મુખમાંથી સર્યું,’ શું ફાંસી મને પાપમાંથી મુક્ત કરી

શકશે?’

ખેર, જેલર જ્યારે રાતના ‘અલવિદા’ કરવા આવ્યો ત્યારે તેની આંખમાં પાણી હતા અને

કોમલના મુખ પર સ્મિત ! કોમલ અને જેલર બંને ગાઢ મિત્રો બની ગયા હતાં. જેલર તેને

સાંત્વના આપવા આવ્યો હતો. કોમલ ખૂબ શાંત હતો. તેને ખબર હતી પાપની સજા તો

ભોગવવી પડશે ! પ્રયાશ્ચિત દ્વારા તેની માનસિક હાલત ખૂબ સંયમમાં હતી. જેમ શહીદો

ફાંસીને માંચડે હસતાં હસતાં ચડતા તેવી રીતે કુસુમને મળવા તેનામા ઉત્સુકતા જણાતી

હતી.

જેલરને પ્રેમથી આલિંગન આપી, જરા પણ મનમાં કચવાટ નહી અનુભવવાની સુંદર

સલાહ આપી. તેનો આભાર માન્યો કે આધ્યાત્મિક વાતો દ્વારા તેનો જેલનો સમય ક્યાં

પસાર થઈ ગયો તે તેને ખબર પણ ન પડી.

સવારનો ઉગતો સૂરજ નિહાળવાનું હવે તેના નસીબમાં ન હતું. ફાંસીને માંચડે કાળી

ટોપી પહેરતાં પહેલાં રૂપેરી દોરડું જોયું અને કૃષ્ણને સમર્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational