Neha Shah

Inspirational

3  

Neha Shah

Inspirational

પગલીનો પાડનાર

પગલીનો પાડનાર

5 mins
7.4K


સાંવરી આજે સવારથી ખૂબ રડમસ હતી. બાજુવાળા શીલામાસી તેને ખૂબ સમજાવતા હતા, પણ સાંવરીના મનના પૂર્વગ્રહને તેઓ કેમે કરીને દૂર નહોતા કરી શકતા.

તેની સખી વિદ્યાને પણ નવી મા આવવાથી ખૂબ દુઃખ વેઠવા પડ્યા હતા અને હવે તેને પણ નજીકના ભવિષ્યમાં આ બધું વેઠવું પડશે. એવું તેને લાગતું હતું. કલરવ બાલિકા ગૃહમાંથી તપાસ કરીને જ મોહનરાયના કોઈ સગાએ અપર્ણાનો મેળ મોહનરાય સાથે કર્યો હતો.

સાંવરીની માને ગયાને તો સાત વર્ષનાં વહાણાં વીતી ગયા પણ મોહનરાયનું મન માનતું જ નહોતું ફરી ઘર માંડવા માટે પણ હવે તેમના મોટા બેન પણ પરલોક સિધાવી ગયા પછી ઘરમાં કોઈ બાઈ માણસ ન હોવાથી ખૂબ તકલીફ થવા લાગી. વળી સાંવરીને પણ ચૌદ વરસ થયા. પાંચ વરસમાં સાંવરીના હાથમાં પણ મીંઢળ બાંધી તેને પારકે ઘર મોકલવી પડશે ત્યારે પોતાનું શું? કંકુ થાપા પાડી અપર્ણા ઘરમાં તો સાંવરીની મા બનીને આવી. વળી તે ઉંમરમાં પણ સાંવરીથી દસ વર્ષ જ મોટી હતી એટલે સખી જેવું વર્તન કરવાથી પણ સાંવરીના દિલમાં સ્થાન ન પામી શકી.

સાંવરીના મનનો પૂર્વગ્રહ જ કદાચ બંનેનાં મિલનનો શત્રુ હતો.

સમય તો જોતજોતાંમાં સરી ગયો. સાંવરીને પણ સારું ઘર જોઈ મોહનરાયએ વળાવી દીધી. અપર્ણાની શીખ અને કેળવણીથી સાંવરી સાસરિયામાં દૂધમાં સાકરની જેમ ભળી ગઈ. મનન ખૂબ શાંત અને ધીરજ વાળા સ્વભાવનો હતો. સાંવરીની મનોસ્થિતિ પણ સારી રીતે સમજતો તે પણ અપર્ણા માને ખૂબ માન આપતો. અપર્ણાનું સુખ ક્ષુલ્લક સાબિત થયું અચાનક ર્હદયરોગના હુમલાથી મોહનરાયનું પ્રાણપંખરું ઉડી ગયું.

મનન અને સાંવરી તેને એકલી જોઈને સાથે લઈ જવા ઘણી કોશિશ કરી પણ અપર્ણા સાંવરીને ક્યાં નહોતી ઓળખતી? તેને હાથ જોડીને દીકરી જમાયને ના પાડી. "ખરેખર કોઈ જરૂર હશે તો મારે બીજું કોણ છે?" તેવું કહી વાતને હાલ પૂરતી ટાળી દીધી. સાંવરીના જીવનબાગમાં નવા ફૂલનાં આગમનના હોંકારા સંભળાયા. મનન એને ઘરના સર્વે આ ખુશી અપર્ણાને પણ જણાવી. સાંવરીના સાસુ તો માથી પણ સવાયા બની તેને લાડ લડાવતા. સાંવરી મા બનાવાના અહેસાસ માત્રથી પોતાને સ્ત્રીત્વની પૂર્ણતાને પામવા લાગી. પોતાના પરિવાર અને પતિ સાથેનું સહજીવન જાણે સ્વર્ગસમું ભાસતું. તેની ઉદરમાં પાંગરતા જીવ સાથે તે રોજ વાતો કરતી, તેના આગમન માટે કેટલી તૈયારીઓ કરી છે એ પણ કહેતી. નિયમિત ચેકઅપ કરાવીને પોતાના સ્વાથ્યનું પણ ધ્યાન રાખતી પણ નિયતિએ કઈ જુદું જ લખ્યું હતું સાંવરીના ભાગ્યમાં.

એક દિવસ મનનએ તેના મિત્રની બર્થડે પાર્ટીમાં સાંવરીને પણ સાથે લઈ જવા જીદ્દ કરી પતિના આગ્રહને માન આપી સાંવરી જવા તૈયાર થઈ. પાર્ટીમાં ખૂબ મજ્જા કરીને ગાડીમાં પાછા આવતા અકસ્માત નડ્યો. મનનને તો હાથ અને માથામાં થોડી ઈજા થઈ પણ સાંવરીને ગર્ભપાત થઈ ગયો અને આંતરિક ઈજાને કારણે ગર્ભાશયને નુકશાન થયું હતું. તેથી ભવિષ્યમાં તે બાળકને જન્મ ન આપી શકે. ગોઝારા બનાવથી થોડા દિવસોમાં બહારના ઘા તો રૂઝાય ગયા. પણ સાંવરી માનસિક રીતે ખૂબ ઢીલી થઈ હતી. દિવસ આખો સુનમુન બેસી રહેતી. કોઈના જરાક અવાજથી ડરીને ચીસો પાડતી. મનનનાં લાખ સમજાવા છતાં તે આ પરિવારનો વંશ ન આપી શકવાથી પોતાને જ કસૂરવાર ગણતી.

તેમના ડોક્ટરે પણ આ પરિસ્થિતિથી બહાર નીકળવા સેરોગેસી એટલે કે સાંવરી અને મનનનું વીર્ય કોઈ બીજી સ્ત્રીમાં નીરોપી ને તેના જ ગર્ભમાં પાંગરવા દેવું તેવી સલાહ આપી. સાંવરી તો આ બધું સમજી શકે તેવી હાલતમાં જ નહોતી. હવે આવનારા ભવિષ્યઅને સાંવરીની મનોદશા ફક્ત આવનારું બાળક જ સુધારી શકે તેમ છે તેવું તેને લાગ્યું.

મનને સરોગસીમાટે કોઈ સંસ્કારી સ્ત્રીની શોધ ચાલુ કરી.

આશીર્વાદ નર્સીંગ હોમમાં રાતના બે વાગે ખૂબ દોડધામ મચી હતી. ડોકટર મસરાની આજે સેરોગેસીના કેસથી એક ડિલિવરી કરાવાના હતા. તેમના માટે આ કામ કોઈ નવું નહોતું આવા કેસ માટે તેમનું નામ ખૂબ વખણાયેલું હતું.

આજના કેસમાં માની ઉંમર જરા મોટી હતી અને બ્લડ ગ્રુપ પણ જુદા હોવાથી ઓપરેશનમાં કદાચ લોહીની જરૂર પડી શકવાથી તેમના ઘરના વ્યક્તિને અગાઉથી બોલાવી લેવાયા હતા. પણ તકલીફ ત્યાં શરૂ થઈ જયારે તેમને ખબર પડી કે લોહીની સગાઈ તો એમના કોઈ કહેવાતા કુટુંબીજનો સાથે નથી. સમયસર ઓપરેશન પાર પાડીને ડૉક્ટર મસરાની બહાર આવીયાઅને દીકરીના જન્મની વધામણી મનન, સાંવરી અને બધા પરિવારજનોને આપી થોડીવારમાં તેઓ મા અને તેમના બાળકને જોવા જઈ શકશે.

સાંવરી મનનને સતત સવાલો પૂછતી હતી, "ક્યાં છે મારું બાળક? કેટલા દિવસો પછી મને ભગવાને પાછું આપ્યું. જો મને જલ્દી બતાવો નહિ તો અહીંથી હું ભાગી જઈશ." મનને ધીરે સાંવરીને વોર્ડ તરફ જવા કહ્યું. વળી આ બાળક તેનું અને સાંવરીનું જ છે, અને તેમને જ ઘરે લઈ જવાનું છે તેવું સાંત્વન પણ આપ્યું.

મધુલતાબેને બાળકીને સાંવરીના હાથમાં આપતા કહ્યું, "મા અને દીકરી બંને શતાયુ જીવો અને તારો ખોળો આમ હમેશા ભર્યો રહે." બાળકીને હાથમાં લેવાથી જ સાંવરી જાણે પ્રભુને પામી ગઈ તેના આંખમાંથી હરખની હેલી વહેવા લાગી. તાનમાં આવીને નાચવા લાગી અને બધા જ કુટુંબીને અને નર્સીંગ હોમના સ્ટાફને કેહવા લાગી, "જુવો, જુવો, હું મા બની ગઈ. હવે હું સૂકું વૃક્ષ નથી.. મને પણ ડાળી ફૂટી છે.." અને સૌ કોઈ તેના આ હરખમાં સામેલ થતા. મનન તો દીકરીનું મોઢું જોઈને જ કંદોઈને ફોન કરીને બરફીનો ઓડૅર આપી દીધો. આ આનંદ અને ઉત્સાહમાં દરેકના મનમાં એકજ વાતનું રહસ્ય હતું કે બાળકીની જન્મદાત્રી માતા કોણ છે?

મધુલતાબેને હળવેથી મનનને આ વાત પુછી. મનને તેની મા અને સાંવરીને કહ્યું કે આ બધી જ ખુશીની પાછળ એક જ વ્યક્તિનું સમર્પણ છે જેને ફક્ત સાંવરીના ભવિષ્ય અને વર્તમાનને આનંદિત કર્યો છે. સાંવરીને હાથ પકડીને અંદરના વોર્ડમાં લઈ ગયો. ત્યાં ખાટલામાં અપર્ણા માને જોઈ તે ખૂબ આશ્ચર્યચકિત થઈ ગઈ.

બધી વાત મનનને કહી, અપર્ણા માને જેવી ખબર પડી કે તું તારા સંતાન ને જન્મ આપી શકવા અક્ષમ છે ત્યારે જ તેમને આપણાં બાળકની માતા બનવાનું સહર્ષ સ્વીકારી લીધું. તને હકીકત ન જણાવી કારણ કે કદાચ તું આ વાતમાં અસહમત થાત અને તારી માનસિક હાલતને લીધે મેડિકલ ગ્રાઉન્ડ પર તારા હસ્તાક્ષરની પણ જરૂર નહિ પડી.

આખી કથની સાંભળીને તે અપર્ણા માને પગે પડી અને હાથ જોડીને કહ્યું, "ખરેખર તમે ઉમદા સ્ત્રી છો, તમે તમારી સાવકી દીકરીના જીવન માટે આટલું મોટું સમર્પણ કર્યું. આવું બલિદાન ફક્ત એક સ્ત્રી જ કરી શકે વળી મેં તમને જિંદગીભર તમને માનો દરજ્જો પણ નહોતો આપ્યો. તો પણ તમે નિસ્વાર્થભાવે મને આટલું આપ્યું. હું તમારી સામે કેટલી વામણી સાબિત થઈ છું." ત્યારે અપર્ણાએ પ્રેમથી સાંવરીનો હાથ તેનાં હાથમાં લેતા કહ્યું કે માતૃત્વ પામવાનો હક દરેક સ્ત્રીને છે, કદાચ મારા નસીબમાં નહોતો લખાયો પણ મારી દીકરીના સંતાનની માતા બનીને આપણે બંનેને તેની માતા બનવાનું સૌભાગ્ય સાંપડ્યું અને આપણું સ્ત્રીત્વને સાર્થક કર્યું. ત્યાં જ હરખાતા હરખાતા મધુલતાબેન બરફી લઈને આવી પહોંચ્યા અને અપર્ણાને નાની બન્યાની વધાઈ આપી. મનનને આખા ફેમિલીની સેલ્ફી લઈને આ સુખદ પળને યાદગાર બનાવી લીધી.

 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational