પારસ જેવી મૂલ્યવાન છે જિંદગી
પારસ જેવી મૂલ્યવાન છે જિંદગી
એક વખત એક માણસ ઉપર એની ભક્તિનાં હિસાબે ખૂબ પ્રસન્ન થાય છે અને ખુશ થઈને પારસમણિ આપે છે .અને એક મહિનાની મુદત આપે છે. ભગવાન કહે છે."એક મહિના સુધી આ મણી તારો. તું જેટલું સોનું બનાવી શકે એ બધું પણ તારું"
એ માનવી બજારમાં જાય છે. લોખંડના ભાવ પૂછે છે. પણ વેપારી કહે છે."થોડા દિવસમાં લોખંડના ભાવ ઓછા થશે" માણસ દરરોજ બજારનાં ચક્કર ખાઈ છે અને લોખંડના ભાવ ઓછા થવાની રાહ જુવે છે. પણ આમ ને આમ એક મહિનો પૂરો થઈ જાય છે. અને એની પારસમણિ પરત આપવાનો સમય થઈ ગયો. માણસ ખૂબ પસ્તાય છે. અને વિચારે છે લોખંડ સોના કરતાં તો મોંઘુ નહોતું જ. પણ હવે શું ? સમય હાથમાંથી ચાલ્યો ગયો.
આપણું પણ કઈક એવું જ છે જિંદગી આપી છે ખૂબ કિંમતી હર શ્વાસ મોતી છે. પણ વિચારીયે છીએ કાલે ભલાઈ ના કામ કરશું પણ જિંદગી પસાર થઈ જાય. ક્ષણો રેતીની જેમ સરી જાય. પણ નવા નવા બહાના ધરી કઈ આત્મા માટે કરતો નથી. અને આ હીરા જેવી મૂલ્યવાન જિંદગીની પથ્થર જેટલી કિંમત ગણી જેમ તેમ વેડફી નાખે છે.અને અંતિમ ઘડીઓમાં ખૂબ પસ્તાય છે કે ભૌતિક સંપત્તિ પાછળની દોટમાં પોતાની જાત જે કિંમતી છે એને ભૂલી ગયો.
પણ હવે શું ? સમય હાથમાંથી નીકળી ગયો.
