પાંજરાથી મુક્તિ તરફ
પાંજરાથી મુક્તિ તરફ
"આ મીતને ડોકટર બનાવવા માટે પપ્પાએ મને આર્ટ્સ કોલેજમાં મોકલી જ્યારે ખરેખર ડોકટર બનવાની કેપેસીટી મારામાં છે. ૧૨ માં ધોરણમાં 90% સાથે પાસ થયા પછી પણ ડોકટર બનવાની તક મિતને મળી કેમ? દીકરો છે ને... ઘરનો ચિરાગ... ને મારે આર્ટસમાં એડમિશન લેવું પડ્યું, પપ્પાની એવી સ્થિતિ નથી કે બન્ને ભાઈ બહેનનાં ડોકટર બનાવવાના ખર્ચને પહોંચી વળે... એટલે જ મને આર્ટસમાં કોલેજ કરવા મોકલી દીધી. " મિતિ પોતાની કોલેજની ફ્રેન્ડ શ્રાવણી પાસે પોતાના મનની ભડાશ ઠાલવી રહી હતી. પણ હવે બહુ થયું મને પૂછ્યું પણ નહિ અને મારા માટે છોકરો પણ શોધી ક
ાઢ્યો ને લગ્નની વાત પણ પાક્કી કરી દીધી. મારા ભવિષ્ય, મારા સપનાં નું શું?
પાછળ હેલ્લારો મૂવી નું ગીત... " સપના વિનાની સુની રાત...." વાગી રહ્યું હતું અને મિતિ એ નિર્ણય લીધો કે મારા સપનાંને અધૂરું નહિ મૂકું.. હું પીએચડી કરી ડોકટર બનીશ પણ મારા સપનાને સુના નહિ થવા દઉં.
અને આવા જ એક નિર્ણય સાથે મિતિના મન રૂપી પાંજરામાં રહેલી મિતિ મુક્ત પણે અભ્યાસના ગગનમાં ઉડવા પાંખો ફફડાવવા લાગી... અને ત્યાં જ ગીત... " બહોળું થયું ને પછી પહોળું થયું એક સજ્જડબમ પાંજરું પહોળું થયું....." હવામાં ગુંજી ઉઠ્યું.