Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!
Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!

Ishani A.

Children Stories Inspirational

4.5  

Ishani A.

Children Stories Inspirational

દીદી, ક્યાં છે આઝાદી?

દીદી, ક્યાં છે આઝાદી?

3 mins
141


મારું સખી ફાઉન્ડેશન, ગુજરાતના અંતરિયાળ વિસ્તારના પાણીબાગના લોકો સાથે, લોકો માટે કામ કરે છે. અહી આવતી દરેક વ્યક્તિ માટે આ જગ્યા તેમના સુખને બમણું કરવાની ચાવી છે અને દુઃખને હળવું કરવાનો ઓટલો છે. ફાઉન્ડેશનના દરેક મેમ્બરની પોતાની આવડત છે જેના લીધે આ ફાઉન્ડેશન દરેક રીતે પૂર્ણતા પામ્યું છે.  

અઠવાડિયાનો બુધવાર એટલે અહીં કોમ્પ્યુટર શીખવા આવતા દરેક તાલીમાર્થીઓ સાથે અલગ અલગ મુદ્દાઓ પર વાત કરવાનો દિવસ. આજે હું થોડી ફ્રી હોવાથી મુદ્દા પર વાત કરવા હું બેઠી. સ્વતંત્રતા દિવસ નજીક હોવાથી વિચાર્યું આજે એના પર જ વાત કરીએ. વાતની શરૂઆત ગીતથી કરી.

'ઇસ લીયે રાહ સંઘર્ષ કી હમ ચૂને,

જિંદગી આંસુઓ મે નહાઈ ના હો,

શામ સહેમી ના હો રાત હો ના ડરી,

ભોર કી આંખ ફિર ડબડબાઈ ના હો...'

ગીત વિશે ચર્ચા કરીને વાત આગળ વધારતા બોલી સ્વતંત્રતા કેવી રીતે મળી ? ભારતીયો એ કેટલો સંઘર્ષ કર્યો ? સ્વતંત્રતાના સેનાની કોણ હતા ? કેટલી સ્ત્રીઓ પણ આમાં હતી ? બાળકોનો શું રોલ હતો ? એવી વાતો કરતી હતી. બધાજ મારા નાના દોસ્તો વાતનો આનંદ લેતા હતા પણ મારી લાડકી પ્રિયંકા એકદમ ચૂપ હતી. મારી સહકાર્યકર કાવ્યા એ પૂછ્યું, "પ્રિયંકા શું વિચારે છે ?" "દીદી, મને એક પ્રશ્ન છે પૂછું ?" પ્રિયંકાએ કહ્યું.. મે કહ્યું, "હા, બોલ ને આ તમારી લોકોની તો જગ્યા છે.. બોલ" - પ્રિયંકા, "દીદી, તમને ખરેખર લાગે છે કે આપણને આઝાદી મળી ગઈ છે ?" હજી હું પ્રશ્નનો જવાબ આપું એ પહેલા જ કાવ્યા બોલી, "તને કેમ નથી લાગતું આઝાદી મળી છે ? કઇ થયું છે કે ?" - પ્રિયંકા, "જુઓને દીદી, ભણવું છે મારે પણ મમ્મી પપ્પા નથી ભણવા દેતા. એમને લોકો એ કહ્યું કે છોકરી બગડી જશે ભણવાથી એટલે મારું ભણવાનું છોડાવી દીધું." મેં સમજાવવા પ્રયત્ન કર્યો તો મમ્મી તો મને મારવા જ લાગી. 

રાવી એ પ્રિયંકાની વાતમાં સુર પુરાવતા કહ્યું, "દીદી, મારા ઘરમાં મારા દાદી મારી અને ભાઈ વચ્ચે ભેદભાવ કરે છે મને તો કાયમ એમ કહે તું તો પરણીને પારકે ઘરે જતી રહેવાની એમને તો તારો ભાઈજ સાચવવાનો." ત્યાંજ યમુના બોલી, "ક્યાં છે આઝાદી છોકરીઓને ખુલી ને હરવા ફરવાની ?" "રોજ સમાચારમાં વાંચીએ છીએ કે કોઈ સ્ત્રી પર બળાત્કાર થયો. દીદી એની સજા પણ સ્ત્રી એજ ભોગવવાની." પૂજા બોલી. " છેલ્લાં 73 વર્ષથી દેશમાં ગરીબી, બેરોજગારી, ભ્રષ્ટાચાર એ તો માઝા મૂકી છે." ધ્રુવ બોલ્યો. નિલેશ એ પણ કીધુ, "દીદી તમે જ કહો છે કે, ભારત એ સ્વતંત્ર દેશ છે અને દરેક નાગરિક ને બંધારણ પ્રમાણે વાણી અને વિચાર સ્વતંત્રતાનો હક મળેલો છે તો પણ કેમ અવાજને દબાવી દેવામાં આવે છે ? ક્યારેક સરકાર દ્વારા તો ક્યારેક સમાજ દ્વારા." આ વાત ને આગળ લઈ જતા નિશા બોલી, " જુઓ ને દીદી મારા ઘરમાં મારા લગ્નની વાત ચાલે છે. મારે આગળ ભણવું છે. મેં પરણવાની ના પાડી અને પપ્પાને કહ્યું મારે આગળ ભણવું છે તો કહે સારું ઠેકાણું મળ્યું છે પરણી જા. દીદી, મારા સપનાઓનું શું ? મારી ઈચ્છાઓનું શુ?" મેં વાતને સાંભળતા પૂછ્યું, "સાચી વાત છે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક બંધાયેલા છીએ તો મને કહો તમને કઇ વાતથી આઝાદી જોવે છે ? કઇ વાતની આઝાદી જોવે છે ?"

"દીદી જ્યાં છોકરા છોકરી વચ્ચે ભેદભાવ ન હોય, ડર્યા વગર છોકરીઓ સમાજમાં ફરી શકે. દરેકની પાસે નોકરી હોય" રાવી એ કહ્યું. ત્યાં તો પ્રિયંકા કહે, "દીદી, કોઈ વ્યક્તિ ભૂખ્યું ના સુવે. દરેક બાળક ભણી શકે. દરેક છોકરીને તેના સપના જોવાનો અને તેને પૂરા કરવાનો અધિકાર મળે." " ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર, ગંદકી, પ્રદૂષણ, હિંસા નું નામોનિશાન ન હોય" નિલેશ એ કીધું.

બધાની વાત સાંભળી મને આનંદ થયો અને મેં કીધું, "સાવ સાચી વાત છે આપણને આઝાદી તો મળી ગઈ છે પણ હજી માનસિક રીતે ગુલામ જ છીએ. પણ સમાજ માં પરિવર્તન આવ્યું છે. તમને ભણવાની, તમારી વાત મૂકવાની તક મળે છે. એજ પરિવર્તન છે. મમ્મી અને નાની કે દાદી ને પૂછજો કે તેઓ કઇ બોલી શકતા હતા ?" આ જ પરિવર્તન છે જે પેઢી દર પેઢી આવતું રહે છે અને હજી પણ એ પ્રક્રિયા ચાલુ જ છે. આપણે આપણા પ્રયત્ન કર્યા કરવાના.

ચાલો તો આ સેશન નો અંત એક ગીત ની બે પંક્તિ ગાઈ ને કરું. 

"દબે પૈરો સે ઉજાલા આ રહા હૈ, 

ફિર કથાઓ કો ખંગાલા જા રહા હૈ."


Rate this content
Log in