Ishani A.

Inspirational

2.0  

Ishani A.

Inspirational

સ્ત્રીત્વની ઉજવણીનો દિવસ

સ્ત્રીત્વની ઉજવણીનો દિવસ

2 mins
217


૮ મી માર્ચ, આખી દુનિયામાં આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવતો દિવસ. ઈતિહાસમાં અનેક સ્ત્રીઓએ કરેલ સંઘર્ષને બિરદાવવામાં આવતો દિવસ અને સતત સ્ત્રીઓને પોતાના માટે, પરિવાર માટે, બાળકો માટે, ન્યાય, શાંતિ, સમાનતા માટે હજી પણ પોતાના સંઘર્ષને ચાલુ રાખવાનું પ્રેરણાબળ પૂરો પાડતો દિવસ.. એક સ્ત્રીના સ્ત્રીત્વ ને અને તેમાં છુપાયેલી શક્તિને સલામ કરવાનો દિવસ. આ સ્ત્રીઓ કોઈ પ્રદેશની મહારાણીઓ નથી પણ આપણા જેવી, આપણામાની સામાન્ય વર્ગની મહિલાઓના સંઘર્ષની વાત છે. ઇતિહાસ ને અંગ્રેજીમાં હિસ્ટ્રી કહેવાય છે. એટલે કે જોડણી છૂટી પાડીએ તો હિસ+ સ્ટોરી તેમની વાત... પણ ક્યાંય તેણી એટલે કે સ્ત્રીઓના સંઘર્ષની વાત ને ક્યાંય સ્થાન જ નથી આપ્યું. ખરેખર તો આ પિતૃસત્તાક સમાજમાં પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા એક સ્ત્રીએ રોજ સંઘર્ષ કરવો પડે છે બસ આ એ જ સંઘર્ષની વાત છે અને આ સંઘર્ષની શરૂઆત પોતાના ઘર થી જ નહિ પરંતુ માતાના ગર્ભથી જ થાય છે. એક સ્ત્રી ભ્રૂણ હોવાથી માંડીને એક દીકરી તરીકેનો, એક પત્ની તરીકેનો, એક માતા તરીકેનો તેનો સંઘર્ષ આજીવન ચાલુ જ રહે છે. તે દીકરી, પત્ની, વહુ, માતા જેવા પાત્રો નિભાવવામાં એટલી વ્યસ્ત હોય છે કે પોતે એક સ્ત્રી છે અને રોજીંદા જીવનમાં પોતે કરેલા શારીરિક , માનસિક કે પછી સામાજિક સંઘર્ષો ને ભૂલી જ જાય છે . તેને ખબર જ નથી હોતી કે આ સમાજમાં પરિવર્તન લાવવામાં તેના સંઘર્ષનો પણ ફાળો છે. બસ, આવી જ દરેક ઘર આંગણાની વીરાંગનાઓ સલામ કરવાનો દિવસ છે. પોતાના સ્ત્રીત્વને ઉજવવાનો દિવસ છે. ગર્વથી કહેવાનો દિવસ છે કે હું સ્ત્રી માનવ છું અને મારા અધિકારનો ભંગ તે માનવ અધિકારનો ભંગ છે અને જ્યારે જ્યારે અમારા અધિકારનો ભંગ થશે ત્યારે ત્યારે અમે તેને મેળવવા સંઘર્ષ કરીશું અને કહીશું... 

તોડી તોડીને બંધનોને જુઓ બહેનો આવે છે, 

ઓ દેખો લોકો બહેનો આજે આવે છે, 

આવે છે, ધૂમ મચાવે છે, 

એ તો મહિલા દિવસ માનવે છે...

છેલ્લે એટલું જ કહીશ...

૮મી માર્ચનો એક જ નારો...

વર્ષનો પ્રત્યેક દિવસ અમારો..


Rate this content
Log in

Similar gujarati story from Inspirational