STORYMIRROR

Brijesh Patel

Romance Tragedy Crime

3  

Brijesh Patel

Romance Tragedy Crime

ઑનલાઇન લવ

ઑનલાઇન લવ

5 mins
173

( પ્રસ્તુત વાર્તામાં લેખક આજના સમયમાં ઓનલાઈન રહી એકબીજાને જાણ્યા કે જોયા વગર પ્રેમમાં પડે છે અને જે સમસ્યા સર્જાય છે તે બાબતે લખવાનો પ્રયત્ન કર્યો છે.

આ વાર્તામાં રજુ થયેલ તમામ પાત્રો, સ્થળ અને મુખપૃષ્ઠ પર રહેલ પાત્રોના ચહેરા પ્રતીકાત્મક છે.જેનો વાસ્તવિક જીવન સાથે કોઈ સંબંધ નથી.)

ધર્મેશભાઈ અને મનવીબેન બંનેનો પરિવાર સુખેથી જીવી રહ્યા હતા. ધર્મેશભાઈ કોન્ટ્રાકટર તરીકે કામ કરતા હતા. કુદરતની ભેટ સમા જીમી અને નિશાન પણ સુખી દામ્પત્ય જીવનના સાક્ષી રૂપે ઘરમાં રમી રહ્યા હતા.

ધર્મેશભાઈ સવારે વહેલા ઊઠતા અને રાત્રે મોડા સુધી કામ કરવા ઓફિસ રોકાઈ રહેતા હતા. જામનગરમાં પ્રખ્યાત કોન્ટ્રાકટર તરીકે એમનું નામ હતું. એમની મહેનત અને ધગશને કારણે ટૂંક સમયમાં એમનું નામ બિલ્ડર લોબીમાં લેવાતું હતું.

મનવીબેન ઘણીવાર ધર્મેશભાઈને કહેતા હતા કે શું ધર્મેશ તમે પણ ? આખો દિવસ બહાર રહો છો હું ઘરમાં એકલી કંટાળી જાઉ છું. મને પણ તમારી સાથે સમય વિતાવવો છે. બાળકો પછી જાણે કે તમે મારી સામે જોવાનું જ બંધ કરી દીધું હોય એવું લાગે છે.

મનવીબેનની વારંવાર રજૂઆત ના જવાબમાં ધર્મેશભાઈ કહેતા કે તારા અને આપણા છોકરા માટે તો આ દોડાદોડ કરું છું અને તારા મનોરંજન માટે ઘરમાં ટીવી છે, બાળકો છે અને મોબાઈલ છે. તારા જીવનમાં કોઈ વસ્તુની કમી છે ? હોય તો કહી દે હાલ લાવી દઉ.

ધર્મેશભાઈ ને કોણ સમજાવે કે ભૌતિક વસ્તુ સિવાય પણ પ્રેમ, સાથ, વિશ્વાસ, સમર્પણ જેવી પણ કોઈ અહેસાસ હોય છે. મનવી પોતાની એકલતા વિશે પોતાની બહેનપણી બિરવા ને પણ કહે છે ત્યારે બીરવા કહે છે કે મનવી જો એકલતા દૂર કરવી હોય તારે તો મોબાઈલમાં ફેસબુકમાં એકાઉન્ટ બનાવી દે. જેમાં તું તારી જૂની બહેનપણી સાથે પણ જોડાઈ શકીશ.

બીરવા એ મનવીને એકાઉન્ટ માટે વિગતો માંગી બનાવી એકાઉન્ટ બનાવી આપ્યું. એમાં મનવી એ પોતાની કોલેજીયન બહેનપણીના નામ લખી શોધ કરી ત્યારે એ જૂની બહેનપણી જોઈ ખુશ થઈ ગઈ.

હવે ઘરમાં મનવી ની એકલતાની ફરિયાદ બંધ થઈ ગઈ કારણ કે મનવી પોતાના અવનવા ફોટા, બાળકોના ફોટા અને લાઈવ સ્ટેટ્સ મૂકતાં પણ શીખી ગઈ હતી. તેણે મૂકેલા ફોટા પર અવનવી કોમેન્ટ અને લાઈક જોઈને ખુશ થઈ જતી હતી. 

એકવાર જ્યારે બપોરે ફેસબૂક જોઈ રહી હતી ત્યારે એના મોબાઈલનો ફ્લેશ થયો. મન્વી એ જોયું તો જયેશ નામના એક યુવકની રિકવેસ્ટ આવેલી જોઈ અને મનવી ને થયું કે એ રિકવેસ્ટ સ્વીકારું કે નહિ ? પણ ઉત્સુકતા અને ફેસબુકથી ખેંચાયેલ મનવી તેનો સ્વીકાર કરે છે.

જયેશની રિકવેસ્ટ સ્વીકારવાની સાથે બંને મિત્રો બની ગયા. હવે તો જયેશ પણ મનવીના દરેક ફોટો લાઈક અને કોમેન્ટ કરતો. ઘણી વાર તેના ફોટાના વખાણ પણ કરતો હતો. વખાણ તો ભગવાન ને પણ પ્રિય હોય છે ત્યારે મનવી પણ પોતાના વખાણથી અંજાઈ જાય છે. જયેશ પોતાનો પરિચય કુંવારા વ્યક્તિ તરીકે આપે છે.

હવે ધર્મેશભાઈ ને મનવીની સાંભળવી પડતી ફરિયાદો બંધ થઈ હતી. ધર્મેશભાઈ પણ ખુશ હતા અને મનવી અને જયેશ પણ હવે પોતાના અલગ જ વિચારો માં વ્યસ્ત રહેતા.

ધીમે ધીમે બંને વચ્ચેની ઔપચારિક વાતો હવે પર્સનલ ગમા અણગમા અને લાગણીમય વાતો બની ગઈ હતી. મનવી પણ જાણે કે વિચારતી હતી કે ધર્મેશ કેટલા નીરસ આદમી છે ? ક્યાં આ ધર્મેશ અને મસ્તીખોર અને પ્રેમાળ જયેશ ?

હવે ફેસબુકમાં શરૂ થયેલ મિત્રતા પ્રેમમાં પલટાઈ જતી હતી. મનવી પણ એ ભૂલી ગઈ કે પોતે બે છોકરાની મમ્મી હતી. તે ઘણીવાર બાળકોના કામ પણ ઉતાવળે કરતી અને એમને દૂર રાખતી. ધીમે ધીમે બંને જણા એકબીજાના મોબાઈલ નંબર અદલા બદલી કરીને દિવસે અને કોઈ દિવસ રાતે ઊંઘ નથી આવતી એવું બાનું બતાવી વાતો અને મેસેજ આપ લે થયા કરતી. 

ધીમે ધીમે ધરમેશને પણ પોતાની પત્નીમાં આવેલું પરિવર્તન નજરમાં આવ્યું અને તે પણ તેના પર ધ્યાન રાખવા લાગ્યો હતો. એકવાર મનવી જયેશ સાથે વાત કરતી હતી ત્યારે ધર્મેશ બંને વચ્ચેની વાત સાંભળી જાય છે. અને ગુસ્સે ભરાયેલ ધર્મેશ એક થપ્પડ મારી દે છે. ગુસ્સે ભરાયેલ મનવી પણ ધર્મેશને ના બોલવાના શબ્દો બોલી ઝઘડાનું સ્વરૂપ કરે છે. અને પોતાની બેગ ભરી પોતાના પિતાને ઘરે જતી રહે છે. 

 બીજા દિવસે પોતે કરેલ વર્તનનો પસ્તાવો થવા બદલ મનવી ને ધર્મેશ ફોન કરે છે ત્યારે પણ પોતાના અહમ માં મનવી ફોન ઉપાડતી નથી આમ પણ રાજ હઠ ,સ્ત્રી હઠ અને બાળ હઠ ને કોઈ પહોચી શક્યું નથી એમ સમજી થાકીને ધર્મેશ ફોન કરવાનું છોડી દે છે અને પોતાના દામ્પત્ય જીવન ને સમય અને સંજોગ પર છોડે છે.

 પિતાને ઘરે ગયેલ મનવીને ધર્મેશ પ્રત્યે ધૃણા ભાવ જાગે છે અને માતા ને જણાવે છે કે ધર્મેશ સાથે તે હવે નહિ રહી શકે કેમ કે તેણે પોતાના પર હાથ ઉપાડ્યો હતો એટલે હવે તે તેને છૂટા છેડા આપવા માંગે છે. દીકરીનો આવો નિર્ણય સાંભળી તેની મમ્મી કહે છે કે બેટા બાળકો સામે જો અને થોડોક સમય પસાર થવા દે પછી જેમ યોગ્ય લાગે એમ કરજે.

જયેશની નિર્દોષ, પ્રેમાળ અને મીઠી લાગતી વાતોમાં આવી તેના પાછળ આકર્ષાયેલ મનવી જયેશને મળવા પહોંચી જાય છે જયેશ સાથે પ્રેમભરી વાતો, ખોટા વાયદામાં આવી તે પોતાનું સર્વસ્વ તેને સોંપી દે છે.

મનવી જયેશને પૂછે છે કે શું તું મારી સાથે લગ્ન કરીશ ? તું મને મારા બાળકો સાથે અપનાવીશ ?

જયેશ કહે છે હા પણ હાલ હું ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યો છું અને જ્યારે એ સેટ થઈ જશે ત્યારે હું તમને બધાને આપણા ઘરે ખુશીથી લઈ જઈશ.

જયેશને મૂંઝાયેલા જોઈને મનવી એને કારણ પૂછે છે ત્યારે જયેશ પૈસા વિના અટકી ગયેલ ધંધા વિશે જણાવે છે. ત્યારે જો જયેશ નો ધંધો જામતો હોય તો પોતે તેને પૈસા આપવાની તૈયારી બતાવે છે. જયેશ આરંભમાં આનાકાની કરી અને પછી કહે છે કે એને 5 લાખ રૂપિયાની જરૂર છે.

મનવી પોતાની બચત અને પિયરથી લગનમાં મૂકેલી ફિક્સ ડિપોઝિટ તોડાવી 5 લાખ ભેગા કરી જયેશને આપે છે. જયેશ પણ લેતી વખતે પોતે તેને વ્યાજ સાથે આપી દઈશ અને ધંધો જામશે કે તરત જ તેને અને બાળકોને બોલાવી લેવાનું વચન આપે છે અને જાય છે.

બે દિવસ થી જયેશ સાથે વાત ન થવાથી મનવી બેચેની અનુભવે છે પણ વિચારે છે કે ધંધાના ટેન્શનમાં તેઓ ફોન નહિ કરી શક્યા હોય. જ્યારે બીજા બે દિવસ પસાર થાય છે ત્યારે તે જયેશને ફોન લગાડે છે પણ જયેશનો ફોન બંધ આવે છે આવું સાંભળી ને તેને છેતરાયાની ખબર પડે છે. વાતચીતમાં જયેશનું જે સરનામું મળ્યું હતું તે જગ્યાએ તપાસ કરવા જાય છે પણ ત્યાં પણ જયેશ નામની કોઈ વ્યક્તિ અહીંયા નથી રહેતી તેવું જાણવા મળે છે.

મનવી હવે કોઈને કહી પણ ના શકે અને સહી પણ ન શકે એવી પરિસ્થિતિમાં મૂકાઈ ગઈ હતી હવે એને પારાવાર પસ્તાવો થતો હતો કે કદાચ તે જયેશ પર આંધળો વિશ્વાસ ન મૂક્યો હોત તો કેવું સારું હતું. અને પોતાની મમ્મી આગળ રડી પડે છે. ત્યારે એની મમ્મી એ છૂટાછેડા લેતા અટકાવી હતી એ સારું થયું એમ લાગે છે હવે તેને. 

બીજા દિવસે મનવી સામે ચાલી પોતાના પતિને ફોન કરી પોતાની ભૂલ બદલ માફ કરવાનું કહે છે અને ધર્મેશ પણ પોતાના વર્તન બદલ દિલગીરી વ્યક્ત કરે છે અને તે જ દિવસે મનવી પોતાને ઘરે પહોંચી જાય છે. મનવી પોતાના પતિનો વિશ્વાસઘાત કર્યો એ અપરાધ સાથે જીવે છે અને હવે પોતાના બાળકોને જ પોતાનો સમય આપી ખુશ રહે છે.


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati story from Romance