STORYMIRROR

Brijesh Patel

Fantasy

3  

Brijesh Patel

Fantasy

ખુશનસીબ સાંજ

ખુશનસીબ સાંજ

5 mins
120

જૂન મહિનાની એ બફારાથી ભરેલ સાંજ હતી અને મુંબઈના વાલકેશ્વરમાં આવેલ લક્ષ્મી એસ્ટેટમાં આવેલ ઓફિસમાં બેઠેલ નિગમ નામના એ યુવાન જ્યારે કાચની એક વિશાળ દીવાલની પેલે પાર દરિયા કિનારે આવેલ રોડ પરથી પસાર થઈ રહેલ ટ્રાફિક જોઈને અને તેને પેલે પાર રમતા બે બાળકો જોઈને તેને પોતાના બાળપણના એ દિવસો યાદ આવી જાય છે. નિગમ વિચારે છે કે,"કેવા ખુશનસીબ એ દિવસો હતા જ્યારે તે અને અવની બંને જણા બસ આવી રીતે જ આવતા અને દરિયાકિનારે બેઠેલ તે બંને જણના દાદાની નજર હેઠળ દરિયા કિનારે આવેલ માટીમાંથી તે કિલ્લો બનાવતા તો ક્યારેક તેઓ કિનારે આવતા એ મોજામાં તેમના પગ બોળી રાખીને ડૂબતા સૂર્યને જોઈ રહેતા."

બંને જણાના એ સોનેરી દિવસો એટલી સરસ મજાની રીતે પસાર થતા હતા કે જાણે કે હવામાં ઊડતું વિમાન જ જોઈ લો. નિગમની ટેબલ પર ફાઈલો નો એ ઢગલો જોઈને તેને થતુ હતું કે,"આ ફાઈલોના ઢગલા માં જ હવે તો લાઇફ અટવાઈ ગઈ છે. એક કામ પતે અને બીજું કામ આવી જાય છે. ખરેખર હવે તો સવારે ઓફિસમાં પ્રવેશીએ છીએ અને બહાર નીકળીએ છીએ ત્યારે રાત્રી પડી ગઈ હોય છે." આજે નિગમને ભાન થઈ ગયું હતું કે તેણે કેટલાય વર્ષોથી કોઈ સાંજ માણી જ નહોતી. આમ વિચારીને જ્યારે તે ફોનમાં રહેલ કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલ નામોમાંથી અવનીનું નામ શોધી કાઢે છે અને તે અવનીને ફોન કરવા માટે જ્યારે તેના નામ પર આંગળીનું ટેરવું અડાડવા જાય છે ત્યારે જ એને જીવનમાં બની ગયેલ એક પ્રસંગ યાદ આવી જાય છે.

આજથી જ્યારે બે વર્ષ પહેલા તે અને અવની એક જ ઓફિસમાં કામ કરતા હતા અને ઓફિસના કોઈ કામે તે અવનીને પોતાની બાઇક પાછળ બેસાડીને જઈ રહ્યો હતો ત્યારે જ અનાયાસે રોડ પર જતી તેની પત્નીની છાયા ની નજર તેમના પર પડી જાય છે. છાયા આમ પણ કજિયાખોર સ્વભાવની હતી જ એટલે તેણે તેના પતિને આ બાબતે કશું જ પૂછ્યા વિના જ્યારે નિગમ ઘરે પહોંચે છે ત્યારે જ તેની સાથે ઝઘડો કરવા લાગે છે. નિગમ તેની પત્ની દ્વારા આ પ્રમાણે અચાનક ઝઘડો થઈ જતા હેબતાઈ જાય છે કારણ કે નિગમનો સ્વભાવ હતો એક શાંત ઝરણા જેવો એટલે તે દિવસ પૂરતું તો તેણે પત્નીને મનાવી લીધી અને અવની પણ બહારથી રાજી થઈ ગઈ હોવાનો ડોળ કરવા જ લાગી.

 છાયા હવે તેના પતિને કાયમ માટે શંકાની નજરે જ જોવા લાગે છે. છાયાને પતિ પર એટલી બધી શંકા વ્યાપી ગઈ હતી કે તે ઘણીવાર તો કોઈ કારણ વિના ઓફિસની મુલાકાત લઈ લેતી હતી. નિગમની સાથે નોકરી કરતા લોકો પણ હવે તો નિગમને ટોણો મારવા લાગ્યા હતા કે,"ભાઈ, તારી પત્નીને તારા વિના ચાલતું નથી તો હવે તેની સાડીનો પાલવ પકડીને જ ઘરમાં બેસી રહેતો હોય તો." નિગમનું જીવન હવે જીવ તે જીવ નર્ક જેવું બની ગયું હતું. એક દિવસ નિગમ તેની પત્ની પર બરાબર ગુસ્સે થઈ જાય છે અને એ વખતે જ છાયા પણ સ્ત્રી હઠમાં તેનું ઘર છોડીને કપડાંની બેગ ભરી ચાલી જાય છે. નિગમ એ સમયે તેની પત્ની પર એટલો ગુસ્સે ભરાયેલ હતો કે,"બેગ ભરીને ચાલતી થયેલ તેની પત્નીને તેણે રોકી પણ નહિ." ઝઘડાખોર પત્નીના જવાથી ઘરમાં શાંતિ તો થઈ ગઈ હતી પણ હવે તે શાંતિ ની જગ્યાએ એ જ સૂનકાર વ્યાપી ગયો હતો.

નિગમને કારણે તેની ઓફિસમાં પણ હવે લોકો અવનીનું નામ તેની સાથે જોડી રહ્યા હતા. તે પોતે એકાઉન્ટ વિભાગ સંભાળતો હતો અને અવની સેલ્સ વિભાગમાં હતી એટલે બંને ને એકબીજાનું કામ પડતું હતું. જ્યારે પણ તે અથવા અવની એકબીજાંની પાસે જતા ત્યારે તેઓ તેમની પીઠ પાછળ લૈલા મજનું કહીને મજાક ઉડાવી રહ્યા હતા. નિગમ એ બાબત જાણતો હતો કે,"તેને તો કશું જ ફરક પાડવાનો નહોતો પણ તેના લીધે કદાચ અવનીનું ભવિષ્ય વિખરાઈ જાય તેવો તેને ડર હતો. એટલા માટે જ તેણે તેની ઓફિસમાંથી રાજીનામું આપીને નોકરી છોડી દીધી અને તેણે હવે તે ઓફિસથી પાંચેક કિલોમીટર દૂર એક એસ્ટેટમાં તેનો બિઝનેસ શરૂ કરી દીધો હતો.

અવનીથી છૂટા પડે આજે નિગમ ને લગભગ બે વર્ષ જેવો સમય થવા આવ્યો હતો. અવની પણ લોકોના કહેવાથી નિગમ જે રીતે નોકરી છોડીને જતો રહ્યો હતો તે જાણીને ખૂબ જ દુઃખી હતી. અવની એ પણ જે રીતે તેના મિત્રના દામ્પત્યજીવનને જોયું હતું તે મુજબ તેણે પણ લગ્ન કરવાનો વિચાર પડતો મૂક્યો હતો. બંનેમાંથી એક પણ જણે એકબીજાને ફોન કે મેસેજ કરવાની તસ્દી લીધી નહોતી પણ આજે એ બાળપણની સાંજ યાદ આવતા જ નિગમ અવનીને કોલ કરવા માટે તત્પર થયો હતો.

નિગમ હવે દરિયા કિનારે આવેલ પાળ પર બેસીને અવની ને મેસેજ કરી લીધો હતો કે,"આજ તે દરિયા કિનારે બેસીને તેમના બાળપણની યાદ કરી રહ્યો છે. જો તારે સમય હોય તો ઓફિસમાંથી રજા લઈને તું પણ બીચ પર આવી શકે છે." અવની એ જેવો મેસેજ જોયો કે તરત જ તેને લાગ્યું કે," જો આ તક ચૂકિશ તો કદાચ હવે નિગમ ને ક્યારેય નહી મળી શકું, જો મિત્રતા માટે પુરુષ પોતાનું સ્વમાન છોડી શકતો હોય તો એક સ્ત્રી પોતાની જિદ કેમ ન છોડી શકે ?" અવનીએ તરત જ જવાબમાં મેસેજ કરી દિધો કે,"બસ પાંચ જ મિનિટમાં આવું છું, ત્યાં મારી રાહ જોજે."

અવનીએ તરત બોસની ઓફિસમાં જઈને રજા માંગી. ઓફિસમાં આજે એક મહત્વની મિટિંગ હોવાથી બોસ કહેવા લાગે છે કે,"આજે કોઈ પણ સંજોગમાં હું તને રજા નહિ આપી શકું, એક બાજુ નોકરી હતી તો બીજી બાજુ અવની માટે નિગમ સાથે વિતાવવા મળતી ખુશનસીબ સાંજ હતી. આજે અવની સમક્ષ ભવિષ્ય અને સાંજની મજા બંને અલગ અલગ ત્રાજવાના પલ્લામાં હતા. કોની તરફ ઢળવું એ આજે અવનીએ નક્કી કરવાનું હતું." અવની સીધી જ પોતાના ટેબલ તરફ જાય છે અને તેના ટેબલનું દરાજ બંધ કરીને લોક મારે છે અને બોસ ને જઈને ચાવી આપતા કહે છે કે,"આજથી આ નોકરી હું છોડી રહી છું. મારું આજ સુધીનું તમામ કામ પૂર્ણ કરી દીધું છે એટલે બે દિવસ બાદ આવીને મારો લેવાનો નીકળતો પગાર લઈ જઈશ."

ઓફિસથી નીકળેલ અવની સીધી દરિયા કિનારે પહોંચે છે અને ત્યાં જઈને ઉભેલ નિગમને કહેવા લાગે છે કે,"સાંજ કેટલી સુહાની છે, ચાલ નાનપણમાં જે રીતે એકબીજાના હાથમાં હાથ લઈને દોડતા તેમ દોડીએ." નિગમ પણ અવનીના બાળક જેવા સ્વભાવનો ઉત્સાહ ના બગાડતા પોતાના હાથમાં જ તેનો હાથ લઈ લઈને દરિયા કિનારે રહેલ એ ભીની માટીમાં એકબીજા સાથે પગલા પાડતા આગળ વધવા લાગે છે. આસમાનમાં રહેલ સૂરજદાદા પણ જાણે કે બંનેની મિત્રતાની ખુશીમાં જ જાણે કે અવનવા રંગોની રંગોળી વાદળ દ્વારા પૂરી દે છે. બંને જણા પોતાના એકલવાયા જીવનને ત્યાગીને એક બીજા સાથે મૈત્રી કરાર કરીને તેઓ રહેવા લાગે છે.

નિગમને હવે તેના ધંધામાં અવનીનો સાથ પણ મળવા લાગ્યો હતો પણ બંને તેમના રોજિંદા કામમાંથી મુક્તિ મેળવીને એક સાંજ આપકે નામ એ ન્યાયે એકબીજા સાથે તેમના પાંચમા માળ પર આવેલ ફલેટની બાલ્કનીમાં બેસીને જરૂર સાંજની એ મીઠી ક્ષણો માણતા હતા અને રવિવારની સાંજે તો બંને જણ દરિયા કિનારે તેઓ સાયકલિંગ કરવા જતા અથવા તો ચાલવા જતા હતા.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy