ઓનલાઈન શિક્ષણ
ઓનલાઈન શિક્ષણ
ઘરની પરિસ્થિતિ ભલે ખૂબ ખરાબ હતી પણ ધાર્મિક પોતે ભણવામાં ખૂબ હોંશિયાર. આજ સવારનો તે ઉદાસ થઈ ઘરમાં બેઠો હતો. લોકડાઉનના કારણે શાળા પણ બંધ, જેના કારણે બધાને હવે ઓનલાઈન શિક્ષણ લેવાનું થયું.
હવે ઘરમાં ખાવાનાં ફાંફા હોય તેમાં મોબાઈલની તો ક્યાં વાત કરવી ? એટલે ધાર્મિક પોતાના પાડોશી મિત્રના ઘરે જઈ તેના પપ્પાના ફોનમાં ઓનલાઈન ભણવા લાગ્યો.
શાળામાં જે જ્ઞાન અને ગમ્મત સાથે ભણી જે જ્ઞાન મળતું એ આ ઓનલાઈનમાં શક્ય ક્યાં ?
ધાર્મિકે ઘરે જઈ જાતે જ કંઈક શિક્ષણ મેળવવાની નવી તરકીબ વિચારી અને બીજા જ દિવસે તેના મિત્રને કહી આવ્યો કે "હવે મારી તરકીબ મને શિક્ષણ આપશે, હવે હું તારા ઘરે ઓનલાઈન ભણવા નહીં આવું."
આટલું સાંભળતાં તેનો મિત્ર વિચારમાં પડી ગયો, "મારી તરકીબ જ મને શિક્ષણ આપશે." આ વળી શું ?
