Vishwadeep Barad

Drama Thriller Tragedy

3  

Vishwadeep Barad

Drama Thriller Tragedy

ઓહ્ મૉમ!

ઓહ્ મૉમ!

4 mins
14.1K



‘શિવ-દયાળું નર્સિંગહોમ’ પાસે ગર્લ્સ-સ્કાઉટની ટીમ, જેમાં પંદર બાળા, જેમની ઉંમર પાંચથી સાત વર્ષની હતી. નાની મીની બસમાં ત્રણ લેડી-વૉલીનટીયર્સ હતી. પાંચ, પાંચની નાની ટુકડી સાથે એક વૉલીનટીયર સાથે હાથમાં પંદરથી વીસ હેપી-વેલેનટાઈનના કાર્ડસ હતાં. નર્સિંગ-હોમની મેનેજર મીસ ગુપ્તાએ સૌને મીઠા-હાસ્ય સાથે આવકારતા કહ્યું: “વેલેનેટાઈન નિમિત્તે આપ સૌ શીવ-દયાળું નર્સિંગ હોમ આવ્યા છો અને આ બાળીકાઓ, દરેક અહી વસતા વડીલોને વેલેનટાઈન ગીત અને કાર્ડસ આપવાના છો તેથી અમો તેમજ આ વડીલો બહુંજ ખુશ થશે. તેઓ પ્રેમના ભૂખ્યા છે. સૌ નાના બાળકોને જોઈ હર્ષ-ઘેલા બની જશે. ઘણાં વડીલો અહીંયા છે જેમણે પોતાની શરીરની મર્યાદાને લીધે બહાર નીકળી નથી શકતાં, બેડમાં જ પડ્યા રહેવું પડે છે. તેઓ તમને સૌને જોઈ બહુજ ખુશ-ખુશાલ થઈ જશે.”

પાંચ, પાંચની ટીમમાં સૌ ગોઠવાઈ ગયાં હાથમાં વેલેટાઈન કાર્ડ..વૉલીનટીયટર રુમ પાસે જઈ વડીલને પુછે:”મેં વી સીંગ અ વેલેન્ટાઈન સોન્ગ ફોર યુ? (અમે વેલેનટાઈન્સનું ગીત ગાઈ શકીએ?). ઉંમરવાન વડીલ તુરત જ “હા” કહી દે એટલે દરેક નાની બાળીકા ગુલાબી સ્મિત સાથે ગીત ગાતા ગાત નૃત્ય કરતા ગાઈ:

“યુ આર ઇન માય થૉટ્સ એન્ડ ઇન માય હાર્ટ વ્હેરએવર આઈ મે ગો.'

ઓન વેલેન્ટાઈન્સ ડે, આઇવુડ લાઈક ટુ સે

આઈ કેર મોર ધેન યુ નો."

( “હું જ્યાં પણ જાઉં, આપ મારા મનમાં ,

મારા હૈયામાં વસો છો..

વેલેનટાઈન્સ-દિવસે એટલુંજ કહીશ..

આપ ધારો છો એથી વિશેષ હું ચાહું છું..”)

આ ગીત બાળકો પુરુ કરે અને વડીલના હાથમાં કાર્ડ આપે..વડીલની આંખ ભીંની થઈ જાય, ગળગળા થઈ બોલી ઉઠે.’ ઘણાં દિવસબાદ આવો અનોખો આનંદ મળ્યો છે..અમારા પૌત્ર-પૌત્રીઓ યાદ આવી જાય છે..ખુબ, ખુબ આભાર.”

એક પછી એક રૂમમાં બાળીકાઓ થનગણાટ અને ઉત્સાહભેર જતી હતી અને આજ નર્સિંગહોમમાં એક આનંદનું વાતાવરણ પ્રસરી રહ્યું હતું, સૌ વડીલોના હૈયામાં એક અનોખો ઉત્સાહ હતો. એક રૂમમાં બાળીકાઓ એ ગીત પુરુ કરી ૭૯ વર્ષના માજીને કીમે કાર્ડ આપ્યું. કાર્ડમાં નીચે નામ હતું…”કીમ રમણલાલ પટેલ” માજી કીમ તરફ તાકી રહ્યાં..માથું ખજવાળી ધીરા અવાજે બોલ્યા..તું રમણ પટેલની દીકરી છો? મારા રમણીયાની? માજીની નજીક જતાં કીમ થોડી શરમાણી…શરમાતા, શરમાતા બોલી “હા” ..મારી પૌત્રી.કહી ગળી લગાવી દીધી, ગાલપર વ્હાલભર્યું ચુંબન કર્યું..બેટી..’મેં તને પહેલીવાર જોઈ..હું અહી સાત વરસથી છું. પણ તારો બાપ કદી મને જોવા નથી આવ્યો.’ બેટી, એમાં તારો શું વાંક? પરિસ્થિતી વણસે એ પહેલાં ટીમ લીડર મીસ સ્મીથ બોલી : મેમ..માફ કરજો અમારે બીજા વડીલો પાસે પણ જવાનું છે..ફરી કોઈવાર..કહી સૌ બાળકી સાથે રુમમાંથી નીકળી ગયાં..કીમ એકદમ હેબતાઈ ગઈ, બિચારી સાત વરસની છોકરી શું જવાબ દે? ‘બાય ગ્રાન્ડ માં..આઈ લવ યુ..' કહી ટીમ લીડર સાથે રુમમાંથી બહાર નીકળી.

કીમ ઘેર આવી તુરત જ એની મમ્મીને પ્રશ્ન કર્યો : ‘મૉમ, તેં મને કેમ કદી પણ કહ્યું નથી કે મારે દાદીમાં છે અને જીવે છે અને “શીવ-દયા નર્સિંગ -હોમમાં રહે છે..વ્હાય? તેણીની મમ્મી શીલા શું જવાબ દે?

દાદીમાને સાત વરસ પહેલાં સ્ટ્રોક આવવાથી તેમના અંગનો એક ભાગ કામ નહોતો કરતો અને મોટાભાગે વ્હીલ-ચેરમાં રહેવું પડેતું હતું. તેથી થોડો ચિડીયો સ્વભાવ થઈ ગયો હતો જે સ્વભાવિક છે. શીલા અને રમણભાઈને ત્રણ પીઝાહટ હતાં તેથી બિઝનેસમાંથી જરીની પણ નવરાશ નહી. શીલાએ છંછેડાઈને રમણભાઈને કહ્યું:

તમે કંઈક કરો, હું તો આ ઘરથી કંટાળી ગઈ છું. ઘેર થાકાપાક્યા આવીએ અને તમારી મા ના મારે-મેણા-ટેણાં સાંભળવાના.’

શીલા, એમની ઉંમર અને દર્દને લીધે એનો ચેડીયો સ્વભાવ થઈ ગયો છે. હું જાણું છું. પણ તું થોડી શાંતી રાખે તો સારું..

‘જો તમને કહી દઉ છું કાંતો એ નહી કા હું નહી..આ ઘરમાં એ રહેશે તો હું મારો રસ્તો કાઢી લઈશ.’

રમણભાઈ આવા રોજના કંકાશથી તંગ આવી ગયા હતાં, ના છુટકે માને નર્સિંગ-હોમમાં મૂકી દીધા શરૂઆતમા તો દરરોજ નર્સિંગ હોમમાંથી ફોન આવે: ‘તમારી મમ્મી કશું ખાતા નથી અને રો..રો કર્યા કરે છે. પણ ના'તો રમણભાઈ માની મુલાકાત લે, નાતો શીલા સાસુને મળવા જાય! સાસુમાને ટેવાવવું પડ્યું..કોઈ છુટકો હતો?

જેવા રમણભાઈ ઘેર આવ્યા તુરત શીલાએ બનેલી ઘટનાની વાત કરી: કીમ બહુંજ અપસેટ છે રમણ? ‘શીલા મને ખબર જ હતી કે વહેલી-મોડી કીમને ખબર પડશે જ. કીમ સાત વરસની થઈ પણ આપણે કદી બાની મુલાકાત પણ નથી લીધી કે કીમને બા વિશે કશું કીધું નથી. ‘શીલા, સત્ય સમય આવે ત્યારે વાદળને ચીરી, સૂર્ય જેમ બહાર પ્રકાશમાન થાય તેવી રીતે બહાર આવે છે.’ રમણભાઈ એ કીમને બોલાવી: બેટી..આવતી કાલે રવિવાર છે અને રીયલ વેલેનટાઈન છે તો હું, તું અને તારી મમ્મી સૌ સાથે મળી “દાદીમાને હેપી વેલેનટાઈન્સ કહેવા જઈશું બસ..”હેપી”..

યસ ડેડ, આઈ લવ માય ગ્રાન્ડ-મા..એ બહુ જ માયાળું છે.

હું દાદીમા માટે મ્યુઝીકલ કાર્ડ, ચોકલેટ કેન્ડી અને પીન્ક બલુન લઈ જઈશ..

‘ઓકે બેટી.’

રમણભાઈને આખી રાત ઉંઘ ના આવી, મન વિચારે ચડ્યું "હું અહીં અમેરિકા ૩૭ વરસ પહેલાં મમ્મી-ડેડી સાથે આંગળી ઝાલી આવ્યો ત્યારે બે વરસનો હતો. યાદ છે મારા ડેડી હું પાંચ વરસનો થયો અને એમનું હાર્ટ-એટેકમાં મૃત્યુ થયું. મમ્મીને મને ઉછેર કરવામાં કેટેલી તકલીફ ભોગવવી પડી છે તે મારા સિવાય કોઈ જાણતું નથી..મને ભણાવ્યો-ગણાવ્યો અને એક બીઝનેસમેન બનાવ્યો આ સૌ મા તારા પ્રતાપે! ઘરના કંકાશે ના છુટકે મા મે તારી સાથે અપરાધ કરી અને તને ડે-ટાઈમ પ્રીઝન જેવી નર્સિંગહોમમાં ધકેલી દીધી..શું કરું મા મારી લાચારી!

સવાર થઈ સૌ નવ વાગે તૈયાર થઈ કારમાં ગોઠવાઈ ગયા. કીમ, દાદીમાને મળવા બહુંજ આતુર હતી, ખુશ હતી. ‘મારી દાદીમાને મળીશ, હગ આપી કહીશ કે જુઓ..હું મમ્મી-ડેડી બન્નેને સાથી લાવી છું ..એ કેટલા ખુશ થશે?’ શીવ-દયાળું નર્સિંગ-હોમ પાસે કાર આવી, રમણભાઈ કાર પાર્ક કરી સૌ ઉત્સાહભર નર્સિંગહોમમાં પ્રવેશ કર્યો..નર્સ દોડતી દોડતી આવી..

"મીસ્ટર પટેલ અહીં આવો." "કેમ..?"

રમણભાઈ નર્સ પાસે ગયા.. નર્સ બોલી "મેં આપને ઘરે બહુંજ ફોન કર્યાં."

"હા હા પણ અમે રસ્તામાં હતાં શું છે બોલો?"

"મીસ્ટર પટેલ..તમારા મમ્મી બે કલાક પહેલાંજ."

"શું કહો છો? રમણભાઈ બેબાકળા થઈ ગયાં. નર્સની આંખમાં પણ આંસુ હતાં બોલી,

”હા. આપની માનો સ્વર્ગવાસ થયો !"

”ઓહ્ મૉમ....!”


Rate this content
Log in

Similar gujarati story from Drama