નવલિકા
નવલિકા
"અરેરે, તે આ શું મારા ચિત્ર પર પાણી ઢોળ્યું !"
ભાષા એ કહ્યું...."અરે,,, મે નથી ઢોળ્યું. !
તું આમ વચમાં ચિત્ર દોરવા બેસે તો પછી આમ જ થાય ને ;
અરે આ જો મને ક્યાં કોઇ તકલીફ છે ? આ નિરાંતે એક જગ્યાએ બેસું છું.ધ્રુવે કહ્યું !
"અરે તું નિરાતે બેસીને કરે ય છે શું રમે તો છે આ વીડીયો ગેમને ? મારા જેવા થોડા તને કંઇ ચિત્ર આવડે છે !" ભાષા એ ટોણો માર્યો.
"એ ય કાબર ! વધારે કલબલ કરીશને તો તારા બધા ચિત્ર બગાડી દઇશ સમજી !!! "
"અરે પપ્પા આ જુઓને આ ધ્રુવે મારા ચિત્રો બગાડવાની ધમકી આપે છે." ભાષા એ ઘરમાં ટહુકો કરતાં કહ્યું.
અરે પણ તમે બન્ને તોફાન ના કરો હું હમણાં જ આવું છું. ત્યાં અને ધ્રુવ બેટા તું હું આ ભાષાને શું કામ હેરાન કરે છે , આ દોરવા દે ને એણે !, ચિત્રો "અંદરથી તેના પિતા અનિલની અવાજ આવ્યો. ભાઇ બહેનની આ રકઝક નિયમિત હતી.બંન્ને વાતે વાતે ઝઘડી પડતાં. બંને વચ્ચે જજ તરીકે તેના પપ્પા જ આવતા અને
આખરે જીત ભાષાને મળતી. તેની મમ્મી દક્ષા એક સ્માર્ટ ગૃહિણી હતી.તેણે બંને વચ્ચે કંઇ બોલવાની છુટ ના મળતી. ઘરકામમાં મન પરોવાયેલુ રહેતું. હસતો ખેલતો પરિવાર હતો . જાણે સ્વર્ગ જોઇ લ્યો !
ઘરમાં અનિલે કોઇ વાત ની ખામી નોહતી રાખી. અનિલને ઘર સજાવટનો અનોખો શોખ હતો. ઘરમાં માછલી ઘર અને પંખી ઘર આ ઘરની શોભા હતા....
સવાર પડી. કુકડાએ બાંગ પોકારી, મંદિરનો ઘંટારવ વાગ્યો, બકાલા વાળાનો સાદ સંભળાયો, પંખીઓનો કલરવ થયો.અને ચિરાગભાઇ પોતાની દુકાન ખોલી અને અગરબત્તી કરી પેપર વાંચવા માંડ્યા. ગામના ચોરે એકજ ચર્ચા હતી ધર્માનો એકસીડન્ટ થયો. કોઇ અજાણ્યા શખ્સે દારૂના નશામાં બિચારાને કચડી નાંખ્યો. આવા ભયના માહોલમાં ચિરાગની નજર એ છાપામાં પડી અને...બહું ગંભીર હાલતમાં ધર્માની તસવીર ચિરાગ ભાઇ ઓળખી ગયા અને સામે ઉભેલા રમણને બુમ પાડી. અરે રમણ ..બધા અહીયાં આવો આ જુઓ ધર્માનો ફોટો ...
બધા ચિરાગ ભાઇ પાસે આવ્યા અને ધર્માના મોત પર અફસોસ કરવા લાગ્યા.
"અરે બહું ભલો માણસ હતો હોં ? બિચારાને ગામમાં કોઇથી માથાકુટ નઇ " રમણના ગળે ડૂમો ભરાયો હોય એમ બોલ્યો.
"હા..હો ભગવાનને પણ સારા માણસની જરુર છે " ચિરાગ ભાઇ બોલ્યા.
"અરે કોઇકે સાચું કહ્યું છે કે જેનો સ્વભાવ સારો હોય છે એણે પ્રભાવ સારો નથી પાડવો પડતો આ ધર્મા તેનું એક ઉદાહરણ છે. હ..આ ભગવાન એના આત્માને શાંતિ આપે ! " ત્યાં બધાની વચ્ચે અનિલ ભાઇ આવી ને પોતાની વાત મુકી.
હા એ વાત ખરી અનિલ ભાઇ પણ આ ધર્મા ના નાના છોંકરાવ નો હું ગુનો ,બિચારા અનાથ થઇ ગ્યાં. અને પેલી ભાવનાને તો નાની ઉંમરે જ રંડાપો આવ્યો."રમણે સંવેદના વ્યકત કરી.
"હા હોં એના ભાગ્ય જ કંઇક આવા હશે ,અરે પણ તને ખબર એમના પરિવારમાં પણ બધા દારુડિયા ને જુગારિયા છે સહારોય કોણ બને.મરણ પછી ડાઘુઓ તો ચાલ્યા જશે પણ આ જીવતા જીવનની સળગતી લ્હાયનું શું ?" અનિલ ભાઇએ નિસાસો નાંખતા બોલ્યા.
"અરે;હું તો હવે એના કરિયાણાના પૈસા ય નથી લેવાનો ! બિચારી ને આવા સંજોગોમાં આપણે મદદ ના કરીએ તો કોણ કરે ?" ચિરાગ ભાઇએ તો લાગણી સાથે માનવતા પ્રગટાવી દીધી.
"અરે ; ચિરાગ ભાઇ ખરેખર તમે તો એક માનવતા વાદી માણસ છો.અરે અમે પણ આપીશું. ચિરાગ ભાઇ લ્યો લખો અમારા 1000/-એકહજાર. આમ કહી રમણે 1000/-ની નોટ ચિરાગ ભાઇ ના હાથમાં મુકી.
અનિલ ભાઇ એ પણ 500ની નોટ આપી આમ બધાએ મદદ કરવા લાગ્યા.સુર્ય બપોરની તરફ ગતિ કરવા લાગ્યો. ને બધા દુકાનેથી પોતાને ઘર તરફ રવાના થયા.
***
વસંતરુતુ આવી પાંદડા ખર્યા કુંપળ ફુટવા લાગી. આંબા કોયલ મધુર ટહુકો કર્યો. શીતળ પવન લહેરાવા લાગ્યો. પવનના કારણે ખેતરમાં ઉભેલો ચીડિયો મંદ મદ હલતો દેખાયો, ખેતરના શેઢે પર ઉભેલા દશરથે ખભે પાવડો મુકી , કામ પતાવી બપોરો કરવા
આંબાના ઝાડ નીચે આવ્યો, પાણીથી હાથ પગ ધોઇ અને પછેડી પલાળી અને શરીરને ઠંડક આપી. ત્યાં તેનો મિત્ર રઘલો આવ્યો. રંઘલો એટલે ગામનો ઉતાર. ગામની ચાપલુસી કરતો રહે. રઘલો આખા ગામની પંચાત કુટવા સિવાય બીજો કોઇ ધંધો નહિ
"અરે ભઇ દશરથ હું હાલ સે, હું કરો છો. અરે ભાઇ અમને થોડો બપોરો કરાવે હો !રઘલાએ હસતા- હસતા આવી બેઠક જમાવી
"અરે આવ આવ ઘરે કેમ છે" અને લે આ બટકું તું ખાઇ જાહે એમાં અમને હું વાંધો સે" દશરથે પણ આગ્રહ કર્યો
"ભાઇ ઘરે તો બધા ય મજામાં સે એક વાંધો સે જો તું કોઇને ના કહે તો હું તને કહું "ડાબી આંખ મીંચી ને ઠાવકાઇથી ખભો દબાવી કહ્યું.
"અરે બોલ ,ભલા એમાં ગભરાય સે હું તને આ તાર દહલા પર ભરોસો નથ કે હું "
"અરે ભરોસો તો છેજ નહિતર આટલું લાંબું ચાલીને આવવાની મારે હું જરુર " રઘલા એ વાત ગુમાવી.
પછી આજુબાજુ નજર કરી અને કહ્યું " "અરે જો હવે તારો ભાઇ ધર્મા રહ્યો નથી. તારી ભાભી રહી એકલી એ ખેતરનું કામ ફાવતું નથી. એટલે હવે તું જ વિચાર ખેતર કોના નામે હોવું જોઇએ. દશરથ અચાનક ચમક્યો તેના મોં મોં જતો કોળિયો હેઠો મુકી. અને વિચાર કરવા લાગ્યો.
"ના ના ના અરે હું આવું ના કરી શકું ! અરે હજી મારા ભાઇને મરે હજી વીસ દિવસ થયા નથી ને હું આમ કરું!"
અને એ પણ મારી મા સમાન ભાભી અને ભાઇના સંતાનો માટે... દશરથ ને વાત ગળે ન ઉતરી ! ત્યારે બહું જ ધીમેથી પાસે રંગલો પાસે આવી બોલ્યો.
"અલ્યા, હું તારા ભલા માટે કવસુ" તું એના છોકરા માટે વિચારવા જાહે ને તો તારા છોકરા રઝળી પડશે.સમજ્યો." રઘલા એ પોતાની આવડત મુજબ અંગારાને ફુંક મારી.
"પણ.. !!"દશરથે કહ્યું.
"અરે પણ બણ કશું નહિ યાદ કર એ દિવસ કે ગામની ગઇ ચુંટણી મા તારૂં સરપંચનું ફોર્મ પાછુ ઠેલાવ્યું હતું ધર્મા એ. તને યાદ છે ને.' રઘલા એ બીજું પાસું ફેંક્યું.
"પણ એ પછી તો અમે એક થઇ ગયા હતા. દશરથે તે સ્મરણ કરતા કહ્યું.
"અલ્યા, તું સમજતો નથી. એની અસલી ગુનેગાર તારો ભાઇ નહી તારી આ ભાભી છે આ એના જ કહેવાથી તારૂં ગામના સરપંચ બનવાનુ સપનું અધુરુ રહ્યું. રઘલો ખુબ જ ઠોસ પાડીને શબ્દો બોલ્યો
"હં...મ..હં !! તારી વાત દમ તો છે હો..આ અસલી ગુનેગાર તો મારી ભાભીજ છે " રઘલો દશરથ ને લાલઘુમ જોઇ અંદરથી ખુશ થયો.
અને પોતાનું ધોતિયું સમેટતા ઉભો થતા બોલ્યો. પણ જો જો આમાં મારું નામ ના આવવું જોઇએ. હું આતો જીવ બળ્યો એટલે કીધું નહિતર હું ક્યાં નવરો છું આવી બધી માથાકુટ કરવા "
આમ કહી ચાલતી પકડી. અહી દશરથ ના મનમાં તો વિચારોનો વાવાઝોડુ ઉમટી પડ્યું. એના મનમાં એક પછી એક પ્રશ્નો થવા લાગ્યા. જવાબો શોધે અને આપે જાય બસ મુંઝવણ એ એવી વધી કે કોઈ ચોક્કસ રસ્તો કેમ કાઢવો તે જલદી નિર્ણય ન મળતાં હતાશ થઇ જતો. એક બાજું વેર અને બીજી બાજું સમાજનુ ટોણું એ બંને એ તેની હાલત ખરાબ કરી દીધી. અને આમ વિચારતો- વિચારતો ખેતરમાં કામે લાગી ગયો. વિચારમાં ક્યાં સાંજ પડી તે પણ તેને ખબર નોહતી. પંખીઓના કલરવ અને સુરજના પીળાશ વચ્ચે સંધ્યા થઇ.
ખેડુતો કામ છૂટી પાદરેથી ગામમાં જવા લાગ્યા .પશું પાલકો ગાય ભેંસ દોહી દૂધ લઇ ગામ તરફ જવા લાગ્યા. ત્યાં દશરથ ને તેના પાડોશી ખેડૂત કરમશી મળ્યો. અને કહ્યુ "અલ્યા હું તું હું વિચારે છે ! "
"અરે ના કાકા ; "
એમ કહી દશરથ વિચારમાં બહાર આવ્યો.
"બોલ શું છે ?"
અરે ના કાંકા કાંઇ આતો ધર્મા ભાઈ મરી ગયા એટલે... બધી જવાબદારી મારી પર આવીને એટલે ? હા હો ! દશરથ, આ ધર્માની ખોટ તો આ આખા ગામને વર્તાઇ સે હો ! અરે એના જેવો ભલો માણસ અને વિવેકી માણસ મે આજ હુધી નથ જોયો ! અરે પોતાનુ ઘર બાળી ને ય તીરથ કરે હો....મને એ જ દિવસે જ ખબર પડી ! ગઇ જે દિવસે પેલા રમણિયાના દિકરાને દવાખાને લઇ ગયેલો.
આ બંન્ને જણ વચ્ચે સંવાદ ચાલતો હતો. અને સૂર્યનારાયણ ડૂબી ગયા.