નવજીવન .. માઈક્રોફિકશન
નવજીવન .. માઈક્રોફિકશન
નવજીવન ...સર્જન ...નવનિર્માણ ... કુદરતની અવિરત પ્રક્રિયા
મારે ઘેર આજે બે બાળકો જન્મ્યા....અનહદ આનંદ!
કેટલા નાજુક નાના નાના કુમળી કળી જેવા હાથપગ, અડીએ તો કરમાઈ જશે એવી તાજગી, કેટલી માસુમીયત!
બંનેનું અવતરણ.. એક જ વાત સૂચવે કે હજુયે ઈશ્વરને માનવજાત પર પૂરેપૂરો વિશ્વાસ છે.
એક મારા ગર્ભમાંથી અને બીજું મારે આંગણે કુંડામાંથી.