ઘડપણમાં સમજાયું!
ઘડપણમાં સમજાયું!


માઈક્રો ફિક્શન
બેટા, તું ઘણું કમાય છે, મને લાખો રૂપિયા મોકલાવે છે. મારા સિવાય જેટલા લોકો ઘરડાં ઘરમાં મારી સાથે છે તેનો પણ ઘણો ખર્ચ ઉઠાવે છે. વર્ષે એકાદ અઠવાડિયું તારી સાથે વિતાવું એવો પ્રવાસ પણ તું ગોઠવી આપે છે.
તે પછી તું મને પાછો મુકવા આવે ત્યારે મનોમન મારી મોટી ભૂલ સમજાય .. તું નાનો હતો ત્યારે તને પણ એકાદ અઠવાડિયું હોસ્ટેલથી લઈને સુંદર મજાના પ્રવાસે લઇ જતો, પણ ક્યારેય તારી સાથે સમય વિતાવતો જ નહિ ને!