Shital Ruparelia

Inspirational Others Children

4.0  

Shital Ruparelia

Inspirational Others Children

નંદુ

નંદુ

2 mins
55


         “શાંતાઆઆ…. આ ડોલ અને થોડાં કપડાં રાખ્યા છે લઈ જજે નંદુ માટે “ અલકા મેડમે કહ્યું.

           “જી મેડમ” વાસણ ઘસતાં શાંતાએ જવાબ આપ્યો. શાંતાને પોતાની વહાલી નંદુ યાદ આવતાં આનંદિત થઈ ઝડપથી કામ કરવા લાગી.

             “આજે તો મારી નંદુને ક્યાંક ફરવા લઈ જવી છે, પગાર પર આજે મળશે અને મેડમે તેને કપડાં પણ આપ્યાં તો એ ‘નવાં’ કપડાં પહેરાવી નંદુને બહાર લઈ જવી છે” . મનોમન શાંતાએ નક્કી કર્યું.

            હજી કાલે જ તો નંદુ કહેતી હતી કે, “ બા ક્યાંક તો બહાર લઈ જા આખો દિવસ ઘરમાં ને ઘરમાં; કંટાળો આવી ગયો છે. સુમી પણ એનાં ફોઈને ત્યાં રોકાવા જઈ આવી તું મને ક્યાંક તો લઈ જા”.

            “બિચારી નંદુ શું કરે ન કોઈ સગું વહાલું કે ન એનો બાપ. કહે તો કોને કહે મારા સિવાય; અને આ કોરોના કાળમાં તો સાવ ઘરમાં બંધાઈ ગઈ. ન સ્કૂલે જવાનું કે ન બહાર રમવા.. આખો દિવસ ઘરમાં જ. હું તો કામ કરવા પણ બહાર નીકળું પણ એ બિચારી …”

             કપડાં ધોતાં વળી શાંતાનો હાથ અટકી ગયો , “આ વખતે તો શ્રાવણી આઠમનો શાહીબાગનો કે અમાસનો અસારવાનો મેળો પણ ના થયો નહીં તો એ ખુશ થઈ જાય.”

            વળી કપડાંને ધોકો મારતાં વિચારવા લાગી , “કોઈ બગીચા કે રિવરફ્રન્ટ તો ખુલ્લા નથી તો ક્યાં લઈ જાવ ? કંઈ નહીં એને આજે માધુપુરા માતાજીના મંદિરે લઈ જઈશ” શાંતાએ નક્કી કર્યું અને કપડાં ધોવા લાગી. 

             “ પણ મંદિરો પણ ક્યાં ખુલ્લા હોય છે?... કંઈ નહીં એ બહાને નંદુ બહાર નીકળશે. વળતાં એને ભાવતી પકોડી પણ ખવડાવી દઈશ એટલે એ ખુશ” મનોમન બધુ નક્કી કરતી શાંતા ઝડપથી કામ પતાવવા લાગી.

             તેનું મન આજે ઘડી-ઘડી ઉડીને નંદુ પાસે પહોંચી જતું હતું. કામ પતાવી તે અલકા મેડમ સામે ઊભી રહી બોલી, “ મેડમ આજે ત્રણ તારીખ છે … પગાર…. થોડા જીજકાટ સાથે શાંતા બોલી.

             “શાંતા બે-ત્રણ દિવસમાં પગાર આપી દઈશ”. થોડાં અણગમા સાથે અલકા મેડમ બોલ્યા.

            ‘મેડમ….’ શાંતા આટલું બોલી ત્યાં જ અલકા મેડમ થોડા ગુસ્સામાં બોલ્યા, “શાંતા તને ખબર છે ને કે લોકડાઉન પછી હમણાં જ ધંધા શરૂ થયા છે; અમારે પણ થોડી ખેંચ ચાલે છે, બે-ચાર દિવસ થોભી જા ને આપી દઈશ તારો પગાર”.

             “પણ મેડમ નંદુ કેટલાય દિવસથી બહાર જવાની જીદ કરે છે ; તમે અડધો પગાર કે ખાલી પાંચસો રૂપિયા જ આપો નંદુ માટે બસ..” હાથ જોડતાં શાંતા બોલી.

             નંદુનું નામ પડતાં અલકા મેડમને તે નટખટ, ચુલબુલી ઢીંગલીમાં પોતાની દીકરી દેખાઈ. તે શાંતા સામે હળવું સ્માઈલ કરતાં પોતાના કબાટ તરફ ગયા.

શાંતાનો પગાર લેવા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational