Falguni Desai

Romance

2  

Falguni Desai

Romance

નિરંતર પ્રેમ

નિરંતર પ્રેમ

4 mins
7.8K


"સપનોસે તેરે સજાયેગેં યે ઘર,
યાદોંસે અપની ભરેગેં યે ઘર...
હોગા જબ દિન, પ્યારીસી હસીં સે તેરે મુસ્કુરાયેગા યે ઘર,
હોગી જબ રાત, ચમકતી આખોંસે તેરી ઝીલમીલાયેગા યે ઘર..."

શાયરી પૂરી કરીને રાજે શ્રેયાને નવાં ઘરની ચાવી આપી. રાજની શાયરીની જેમ શ્રેયાનાં હાસ્યથી આખું ઘર હસવા લાગ્યું અને મિત્રોની તાળીઓથી ગુંજવા લાગ્યું. આજે રાજે શ્રેયાને લગ્ન માટે પૂછયું હતું અને સાથે પોતે નવું લીધેલ ઘર પણ બતાવા લઈ આવ્યો હતો. જ્યાં તેણે મિત્રોની હાજરીમાં નવાં ઘરની ચાવી શ્રેયાને આપી હતી.

હાફ બાંયનું વ્હાઈટ શર્ટ અને બ્લૂ જીન્સમાં રાજ રોજ દેખાતો એના કરતા પણ વધારે સ્માર્ટ અને હેન્ડસમ લાગતો હતો. અને એ જ્યારે શ્રેયા સામે હસીને જોતો ત્યારે શ્રેયાને લાગતું કે આખી દુનિયામાં આ હાસ્ય ખાલી એના માટે જ છે. સ્લીવલેસ પીંક ટોપ અને બ્લૂ લોન્ગ સ્કર્ટમાં આખા ઘરમાં ફરી રહેલી શ્રેયાની ખુશીનો આજે પાર નહોતો. ગયા અઠવાડીયે જ એને પોતાનો ૨૧મો જન્મદીવસ ઊજવ્યો હતો. ત્યારે બધાને આશા હતી કે રાજ એને લગ્ન માટે પૂછશે, પણ એવું કઈ ના થતા એ ઉદાસ થઈ ગઈ હતી. આજે અચાનક આ બધું થતાં એ બહુજ ખુશ હતી. આખું ઘર ફરતા ફરતા એ અંદરનાં રૂમમાં આવી જે ભવિષ્યમાં એનો બેડરૂમ થવાનો હતો. ૭માં માળથી બહારની દુનિયા ખૂબજ સુંદર દેખાતી હતી.

શ્રેયા ૧૬ વર્ષની હતી ત્યારથી રાજને ઓળખતી હતી. અથવા તો એમ પણ કહી શકાય કે જ્યારથી રાજ અને નિશાનાં પ્રેમ સંબધને જાણતી હતી ત્યારથી રાજને ઓળખતી હતી. રાજ શ્રેયાની બેસ્ટ ર્ફેન્ડ નીકીનો મોટો ભાઈ હતો. નીકી પાસેથી જ શ્રેયાને રાજ અને નિશાનાં પ્રેમ વિશે બધી ખબર પડી હતી. ત્યારે રાજ કોલેજનાં બીજા વર્ષમાં હતો અને શ્રેયા અગિયારમાં ધોરણમાં. શ્રેયાને રાજનું નિશા પ્રત્યેનું ગાંડપણ ખૂબ જ ગમતું અને એમનાં વિશે બધું જ જાણવું. શ્રેયા જાણતી નહોતી કે ક્યારે તે રાજના નિશા પ્રત્યેનાં પ્રેમને પ્રેમ કરવા લાગી.

અચાનક પાછળથી હાથ વીંટળાતા શ્રેયા ચોંકી ગઈ, એ રાજ હતો. શ્રેયાને વીંટળાઈને બારીની બહાર જોવા લાગ્યો. રાજ તરફ ફરીને શ્રેયા એના વાળમાં હાથ ફેરવવા લાગી અને ધીમે રહીને પૂછ્યું, "રાજ આ શાયરી તમે નિશા માટે લખી હતીને?" રાજ હજી બારીની બહાર જોઈ રહ્યો હતો. શ્રેયાનાં સવાલએ એને સાડા ત્રણ વર્ષ પાછળ મોકલી દીધો. નિશાને એણે આજ શાયરી કહી હતી જ્યારે પોતે એનાં ખોળામાં સૂતો હતો. પણ નિશાનું ધ્યાન રાજની વાતોમાં નહોતું. એજ દીવસે નિશાએ રાજને પોતાનાં અને રોહિતના લગ્ન વિશે જણાવ્યું હતું. નિશા રાજ કરતા એક વર્ષ ઉંમરમાં મોટી હતી તેથી તેના ઘરમાં તેમનો સંબધ મંજૂર નહોતો. નિશાનાં પપ્પાએ તેનાં લગ્ન એમના જ એક મિત્રના દીકરા રોહિત સાથે નક્કી કરી દીધા.

શ્રેયાએ રાજના વાળ જોરથી ખેંચ્યા અને પૂછ્યું, "તમે તો એમની યાદમાં પણ ખોવાઈ ગયા!" અને રાજ હસવા લાગ્યો. એ હાસ્યમાં જે દર્દ હતું એ શ્રેયા સમજતી હતી. રાજને શ્રેયાની આ વાત સૌથી વધારે ગમતી. એ ક્યારેય પણ એની સાથે બધી વાત મન મૂકીને કરી શકતો. જ્યારે નીકીએ રાજને શ્રેયાની લાગણી વિશે જણાવ્યું હતું એ હલી ગયો હતો. નિશાનાં ગયા પછી એ કોઈ પણ પ્રકારના નવા સંબધ માટે તૈયાર નહોતો. પણ શ્રેયાનાં નિરંતર પ્રેમ પાસે એ હારી ગયો. શ્રેયાએ એને નિશા સાથે સ્વીકાર્યો હતો. આજે શ્રેયાનાં ચહેરા પર જે ખુશી હતી એ જોઈને રાજ પણ ખુશ હતો. ઘર બંધ કરીને બંને જણાં રાજના મમ્મી પપ્પાને મળવા બાઈક પર નીકળી પડ્યાં.

રસ્તામાં ફુલ ટ્રાફિક હતો. કોઈકનો કાર એકસિડન્ટ થયો હતો. એક છોકરીને કારમાંથી કાઢીને રોડ પર વચ્ચે ડીવાઈડર પર સુવડાવવામાં આવી. એને જોતાંજ રાજના મોઢામાંથી ચીસ નીક્ળી ગઈ. "નિશા!" રાજ અને શ્રેયા નિશાને દવાખાને લઈ ગયાં. રાજએ રોહિતને પણ જણાંવી દીધું હોવાથી એ પણ થોડીવારમાં દવાખાને પહોંચી ગયો. ડોક્ટરે રૂમમાંથી બહાર આવીને સૌપ્રથમ બધાની ચિંતા દૂર કરી અને હસતાં જણાવ્યું, "ખાલી થોડીક ઈજા છે અને રાજ તમે એક નહિ પણ બે જીવ બચાવ્યા છે. નિશા ગભ્રવતી છે." ડોક્ટરની વાત સાંભળીને રોહિત તરત જ ખુશ થઈને નિશાને મળવા જતો રહ્યો. શ્રેયા અને રાજ હજી બહાર ઊભાં હતાં. ચાર વર્ષ પહેલાં લાગણીનાં પ્રવાહમાં રાજએ નિશાને કીધું હતું કે જ્યારે પણ તારા જીવનમાં આ ખુશી આવે સૌપ્રથમ એ રાજને જણાવે. આજે કુદરતે અજાણતાં એ સાચું કરી દીધું. રાજને સમજ નહોતી પડતી કે એ શું કરે! એ નિશા અને રોહિતને અભિનંદન કહેવા રૂમમાં જઈ રહ્યો હતો પણ શ્રેયાએ એને રોકી લીધો. અને હસીને ના પાડી કે આ એ લોકોનો સમય છે. રાજ શ્રેયા સામે જોવા લાગ્યો. કઈ માટીની બની છે આ છોકરી! બધું જાણતી હતી, બધું જ સમજતી હતી છતાં એને સાથ આપતી હતી.

રાજ પણ શ્રેયાની સામે હસીને જોયું અને એકબીજાનો હાથ પકડીને બહાર ચાલવા લાગ્યા. ફરી એકવાર શ્રેયાનો નિરંતર પ્રેમ જીતી ગયો. અને બન્ને જણાં પોતાની જિંદગી તરફ આગળ વધી ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Romance