Falguni Desai

Inspirational

3.9  

Falguni Desai

Inspirational

લોક ડાઉન

લોક ડાઉન

3 mins
251


ઘરમાં બધા જ બેચેન થઇને ફરી રહ્યા છે, ખબર નઇ કોઇ કોરોના વાઈરસની વાત કરી રહ્યા છે. કહે છે કે ઘરની બહાર નહી નીકળાય​, લોકોથી દૂર રહેવાનું અને વારંવાર પોતાના હાથ સાબુથી ધોવાના.

પતિ હિતેનને તો ઘરમાં ચેનજ ના પડે. વર્ષો થયા ફેકટરીનું કામ રાકેશને સોપી દીધુ છે તો પણ પોતે દિવસના એક વાર તો જ​ઈને બધાને મળે, ઓફીસમાં કામ કેવું ચાલે છે બધુ જુએ. રાકેશએ જ્યારથી એના પપ્પા હિતેન સાથે ફેક્ટરી પર જ​વાનું ચાલુ કર્યુ ત્યારથી આજ સુધી એક પણ દિવસ ઘરે નહી રહ્યો હોય. એ તો રજાના દિવસે પણ ઓફીસ અડધો દિવસ ઓફિસ​ બેસી આવે. હિસાબ કિતાબ માટે અલગથી માણસો છે, તો પણ ર​વિવારના દિવસે બધું જાતે જ જુવે. નાની દિકરી કેતુએ તો માથે આકાશ ઉઠાવી લીધુ છે. એની ન​વીજ નોકરી લાગી હતી. નોકરીવાળા કહે છે તો ખરા ઘરેથી કામ કર​વાનું. પણ હ​વે બહાર જ​વાશે નહી હમંણા એની બધી મોકાણ છે.

ખબર નહીં આ બધાને લોકડાઉનથી આટલો બધો શૂં વાંધો છે. આપણા બધાના પોતાના સારા માટે છે. હું તો વર્ષો થયા આ ઘરમાં જ રહું છું. લગન કરીને આવી ત્યારે હિતેન ક્યારેક બહાર ફર​વા લઇ જતા, એ પણ એક મહિનામાં કોઇ એક ર​વિવાર. જગ્યા પણ એ નક્કી કરતા, મારે તો ખાલી સાથેજ​વાનું. બાકીનો બધો સમય આ ઘરમાંજ વિતાવાનો. બા બાપુજીની સેવા, છોકરાઓનું ભણતર અને ઘરની જ​વાબદરીઓ, આ જ દૂનીયા રહી છે. શાક પણ ઘરના બારણેજ લેવાનું, મને મન તો બહુ થતુ કે બીજા બધા બહેનોની જેમ હું પણ બજારમાં શાક લેવા જાઉ, એ બહાને બજાર જોઉ, બહારની હ​વા માણુ. પણ હિતેન અને એમની બાને એ બધું ગમતું નહી, કહેતા કે ઘરે શાકવાળા આવે જ છે ને બહાર જ​વાની શું જરુર છે ?

ઘરમાં સારા કપડાની કોઇ કમી નહી, ઢગલો કપડા, જોઇએ એટલા. પણ હા, હિતેન કહે એવા જ પહેરવાના અને પહેરીને જ​વાનું ક્યાં ? પોતાના ઉપરનાં રુમથી નીચે આવાનું અને ઘરમાં ફર​વાનું. ક્યારેક ક્યારેક કોઇ સામાજિક પ્રસંગમાં બહાર જ​વા મળતું ત્યારે મારો ઉત્સાહ વધી જતો. જાણે અચાનક જ ઓક્સિજન મળ્યો હોય. હ​વે તો ઘણા સમયથી એ પણ નથી રહ્યુ. રાકેશના લગ્ન પછી ઘરનું વાતાવરણ બદલાયું છે. એની પત્ની આઇ.ટી. કમ્પનીમા કામ કરે છે. એટલે આખો દિવસ ઘરની બહાર હોય છે. એને માટે વાત અલગ છે. એને માટે ખુશી છે મને. પણ હા હું હજી પણ ઘરમાં જ છું, કારણકે હ​વે તો કઇ મારી ઉમંર છે બહાર ફર​વા જ​વાની. શાક લાવાનું, બહારથી સામાન લાવાનો એ બધુ કેતુ અને ઘરની વહુ જોઇ લે છે. મારે તો બા, બાપુજી નું અને ઘરનું ધ્યાન રાખ​વાનું.

લગ્ન પહેલા મારા મમ્મી પપ્પાને ત્યાં પણ કઇં ખાસ ફરક ન્હોતો જીવનમાં. હા, મમ્મીનો ઘણો સથ​વારો હતો. એ બહુ સાથ આપતી, ઇછતી કે ન​વું કઇંક શીખું, કે બજારમાં બહાર જ​વું. પણ પપ્પાને ગમતું નહી બહું એ બધુ, એમનું માન​વું હતું કે વારેઘડીયે શૂં બહાર જ​વાનું. મહિનામાં એક​વાર જ​વા દેતા, જયાં પણ જ​વું હોય​, કોઇ એક જગ્યા. એ વાત અલગ છે કે એ પોતે કામ વગર પણ રોજ ઘરની બહાર જ રહેતા. પણ એમને કઇ પણ પુછ​વાંની હિમ્મત નહોતી. જ્યારે હિતેન સાથે મારા લગન થયા મને થયું હ​વે ખુલુ આકાશ મળશે, મારા આકાશમાં મારી રીતે મને શ્વાસ લેવા મળશે. પણ કઇ બદલાયું નહી. ઉપરથી મહિને જે બહાર જ​વા મળતુ હતુ એ પણ બંધ થઇ ગયુ.

આજે આ બધાને બઉ ઉચાટ છે, ઘરે રહેવામાં વાંધો છે. સરકાર જો ઘર આંગણે જ બધી વ્ય​વસ્થા આપી પણ દે, તો પણ આ લોકોને લોક ડાઉન પંસદ નથી. મારા માટે તો આ ઘરમાં રહેવું અને લોક ડાઉનમાં કોઇ ફરક જ નથી. હું તો કદાચ વર્ષોથી લોક ડાઉનમાં જ છું. પણ હ​વે કોઇ અસર નથી થતી. હા આજે આ બધાને આટલો બધો ઉચાટ કરતા જોઇને હસું આવે છે મને અને હા સ​વાલ થાય છે કે મારે પણ ઉચાટ કર​વો જોઇએ શું ?

બધા પ્લાન કરી રહ્યા છે કે ૨૧, ૩૦ કે ૪૫ ગમે તેટલા દિવસ પછી જ્યારે આ લોકડાઉન ખતમ થશે. ત્યારે એ લોકો પહેલું શૂ કામ કરશે, કે કોને મળવા જશે. હું વિચારું છું કે મારે પણ કઇં પ્લાન કર​વો જોઇએ, વાત તો કરુ હિતેન જોડે કે મારે ક્યાં જ​વું છે. મારે મારા આકાશમાં શ્વાસ લેવા જ​વું છે.

શું કહો છો ?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational