Alpesh Umaraniya

Tragedy Action Thriller


4.0  

Alpesh Umaraniya

Tragedy Action Thriller


નિર્દોષ કોણ..?

નિર્દોષ કોણ..?

3 mins 25 3 mins 25

ભરબપોરના તીખા તડકે વિજાપુર ગામના સીમાડામાં બે લાશ મળી આવતા પૂરું ગામ જોવા ઉમટી પડ્યું હતું. પોલીસ લોકો ઘટનાસ્થળે આવી જતા મામલો સાંભળી લીધો હતો. લાશની તપાસી અને પૂછપરછ પરથી જાણવા મળ્યું એ સૌને ચોંકાવનારું હતું.

વિજાપુર એક નાનકડું ગામડું હતું. જેમાં વધીને ત્રણસો ચારસો ઘર હશે. જેમાં ૧૦-૧૫ લોકોને મૂકીને બાકી બધા જ ખેતમજૂરીવાળા હતાં. તેમાં સંજય નામનો રૂપાળો યુવાન, ઉગતી ઉંમર અને ભણવામાં હોશિયાર એટલે જલ્દીથી જ બેંકમાં નોકરી લાગી ગઈ હતી. એનો પરિવાર તો શહેરમાં રહે. હજી નવી નવી જ નોકરી લાગી હતી. બીજી બાજુ ખમીરવંતા સેરસિંહની છોકરી જે ભણવામાં નહી પણ યૌવનના ઉંબરે અપ્સરાને પણ પાછી પાડી દે એવી હતી. એનું નામ હતું મીરા. ગામમાં ૧૨ સુધીની નિશાળ હતી એટલે ૧૨ તો ભણી લીધું હતું. પરંતુ આગળ ભણવામાં બહાર જવું પડે એવું હતું પણ સેરસિહ ગામના સરપંચ હતાં. છોકરીને આગળ ભણવાની ના જ પાડી હતી. મીરા ના ઘરમાં એના મમ્મી પપ્પા અને એક મોટો ભાઈ. જે એના પપ્પા કરતા પણ વધારે ખતરનાક હતો.

સંજયને ઘરનું ઘર હતું નહી તો સેરસિંહનું મકાન ખાલી જ હતું. જેથી સંજય ત્યાં જ ભાડુઆત તરીકે રહી ગયો. આમ અવારનવાર ભાડું લેવા માટે મીરા ને આવવાનું થતું. જેથી સંજય અને મીરા વચ્ચે દોસ્તીની શરૂઆત થઈ. અને ધીરે ધીરે એ બંને સીમાઓ ભૂલવા લાગ્યા. રજાઓના દિવસોમાં મીરા ઘરે બહેનપણીના ઘરે જવાનું બહાનું કાઢીને સંજય ને મળવા જતી રહેતી. આમ બંને વચ્ચે દોસ્તીથી પણ વધારે સંબંધ બાંધવા લાગ્યો.

સંજય અને મીરા હવે એકાંતમાં મળવા લાગ્યા. અને સીમાઓ ભૂલાવી ને અનૈતિક સંબંધોમાં આવી ગયા. સંજય એક તરફ ગામડામાં હોવાથી કઈ ના કરી શકે. એકલું એકલું લાગે. બીજી તરફ મીરા પણ કાચી ઉંમરમાં જાતીય સુખની ભૂખમાં બંને એકબીજા માટે જ બન્યા હોય એમ દુનિયાના ડર વગર એક થઈ ગયા.

આ બાજુ બંને એકબીજાના સંબંધની જાણ ગામવાળા ને થતાં એમને ચેતવ્યા પણ ખરા. પણ પ્રેમી એમ માને ખરા. ઘણા ગામવાળા શેરસિંહને જાણ કરવા ગયા અને એ સાંભળી મીરાનો ભાઈ સંજય ને ધમકાવી દીધો. પણ સંજય એમ ડરે એવો હતો નહી. આ બાજુ મીરાને પણ ધમકાવીને રૂમમાં પૂરી દીધી. અને એની લગ્નની વાત બાજુના ગામના સરપંચના છોકરા જોડે કરી.

બંનેનું લગ્ન નક્કી થયાની જાણ સંજય ને થઈ.

આ બાજુ સરપંચના છોકરાને આ વાતની જાણ થઈ કે મીરાં અને સંજયના અનૈતિક સંબંધ પણ હતાં. જે વાત શેરસિંહએ છૂપાવી હતી. તેથી સંજય અને મીરા ને મળવાના બહાને બોલાવ્યા અને રાતે બંનેને ચપ્પુ મારી ને લાશ સીમાડે મૂકી દીધી. જેથી કોઈને ખબર ના પડે. આ ખૂન સરપંચના છોકરા એ કર્યું છે. એ વાતની ખબર ત્યારે પડી જ્યારે લાશ પાસેથી સરપંચના છોકરાનું લાઇસન્સ પડી ગયું હતું.

જ્યારે પોલીસ એ સરપંચના ઘરે છોકરાને ગિરફ્તાર કરવા ગઈ ત્યારે ખબર પડી કે સરપંચનો છોકરો તો ગઈકાલનો લાપતા છે.

એની શોધખોળ કરતા ખબર પડી કે એની લાશ ગામના સીમાડે ખેતરમાં ખોદકામ કરતાં મળી. અને એની પાછળ પોલીસ તંત્ર સજાગ થઈ જતાં જે બહાર આવ્યું એ સૌને ચોંકાવનારું હતું.

હકીકતમાં જ્યારે મીરાંને મળવા બોલાવી ત્યારે સેરસિંહને ખબર પડી હતી કે તે સરપંચના છોકરાને મળવા જાય છે. અને બાદમાં ખબર પડી કે સરપંચના છોકરા એ જ મીરાની હત્યા કરી છે. એટલે સેરસીંહ એ ખુદ જમાઈને બોલાવીને એને દારૂના બહાને બોલાવીને દારૂમાં ઝેર આપીને મૃત્યુને ઘટ ઉતારી દીધો હતો.

આમ ગામવાળા હજી પણ વિચાર કરે છે કે એમાં નિર્દોષ કોણ હતું. મીરા, સંજય કે સરપંચનો છોકરો.

તમને શું લાગે છે ?


Rate this content
Log in

More gujarati story from Alpesh Umaraniya

Similar gujarati story from Tragedy