Alpesh Umaraniya

Drama Romance Tragedy

3  

Alpesh Umaraniya

Drama Romance Tragedy

અસ્વીકાર્ય પ્રેમ

અસ્વીકાર્ય પ્રેમ

2 mins
213


ખબર નહીં કેમ આજે સવાર સવારથી જ મમ્મી બોલવા લાગી છે કે હું સૂતી જ રહું છું. અને હા સાચું પણ છે કે હું સૂતી જ રહું છું. પણ શું કરીએ, દુનિયાની કોણ એવી છોકરી હસે જેને સૂવું નહીં ગમતું હોય. અને મમ્મી કહે ને સૂતા રહીએ એવું થોડી બને. પણ આજે તો રજા હતી કોલેજમાં તો પણ મમ્મીને સૂવા નથી દેવું મને.

હવે તો હું તૈયાર થઈ ગઈ હતી એટલે મમ્મીએ નાસ્તો આપ્યો અને થોડું સાંભળવું પણ પડ્યું કેમ કે નાહવામાં થોડી આળસુ છું. મમ્મીએ સરસ ભાખરી ઘીમાં લચપચતી બનાવી હતી.

મમ્મીએ કહ્યું ચા નો ગરમ કપ ટેબલ પર મૂકતા કે આજે તારે ક્યાંય જવાનું તો નથી ને. કેમ કે આજ તારે મારી જોડે આવવું પડશે, મે કીધું કેમ મારે આવું પડશે.

મમ્મી એ કીધું કે ઘરની બધી વસ્તુઓ માટે આજ માર્કેટ જવું પડશે અને તને તો ખબર જ છે મને એક્ટિવા આવડતું નથી. અનેં આજ પપ્પાને ઓફિસમાં કામ છે તો એ જતા રહ્યા છે.

મે કીધું કે આજે તો મારે નેહા ને ત્યાં જવાનું છે. કેમ કે એની ફ્રેન્ડની બર્થડે છે તો ગિફ્ટ માટે જવાનું છે.

એમ તો ક્યારેક મમ્મી જબરદસ્તી નથી કરતી, પણ આજ એમને ના છૂટકે મારી જરૂર છે. એમ તો અમારા ઘરમાં મમ્મી - પપ્પા અને મારી લાડકી બહેન ઉર્વશી, જે મારાથી નાની છે. ૧૨ માં ભણે છે. સવારથી જ એ ક્લાસિસમાં જતી રહી છે.

મમ્મીને કીધું કે આપણે સાંજે જઈશું અત્યારે મારે નેહા જોડે જવું જ પડશે. તો મમ્મીને ગમ્યું તો નહીં પણ કીધું કે સાંજે પછી ફરી ના જતી. મે મમ્મીને ગળે મળીને કીધું કીધું એમ થોડું ભૂલી જાઉં. પણ મમ્મીની વાત પણ સાચી હતી કે હું થોડી ભુલક્કડ છું.

એક્ટિવા ચાલુ કરીને હું નેહા ને ઘર ચાલી. એમ તો નેહા અને હું નાનપણથી સાથે જ સ્કૂલ જતા સાથે જ રમતા હતા. એમ કહેવું ખોટું નહીં પડે કે અમે બે બહેનો જેવા જ છીએ. જીવનમાં બધી બાબતો અમે સરખા હતા. કપડાંથી લઈને ખાવાની વસ્તુ સુધી. હા પણ ઝગડો તો અમારો ચાલતો જ હોય જાણે કેમ અમે સગા ભાઈ - બહેન હોય. પણ એકબીજા વગર રહી પણ ના શકીએ.

નેહા અને મારી કોલેજ અલગ થઈ ગઈ કેમ કે મેરિટમાં બંને નું નામ સાથે ના આવ્યું. એ ભણવામાં બહુ જ હોશિયાર એટલે એ જ મને શીખવાડે બધું જ. હું થોડી ભુલક્કડ તમને તો ખબર જ છે.

નેહાનું ઘર બસ ૧૫ મિનિટ દૂર હતું મારાથી. પહોંચી ને મે એક્ટિવા પાર્ક કર્યું ને દરવાજે ટકોરા મળ્યા. એની મમ્મીએ દરવાજો ખોલ્યો અને હું અંદર ગઈ.

નેહાને બોલાવીને અમે બંને ગિફ્ટ લેવા બજારમાં ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Drama