keyur shah

Romance

4.1  

keyur shah

Romance

નેહા અને નીરજ

નેહા અને નીરજ

4 mins
444


સ્પર્શ ક્યાં ઝંખ્યું છે મેં ક્યારેક, 

હું તો મારી રૂહ માં તને અનુભવું છું.

જિંદગીના ચાર દાયકા સુધી તમે પહોંચવા આવ્યા છોનેહા, તો પણ તમે હજી માત્ર ૨૪-૨૬ વર્ષની જવાન મસ્ત - મસ્ત ગર્લ લાગો છો, મનમોહક અદા, ઝીલ જેવી આંખો, ગુલાબી હોઠ, તમારી ચાલ જોઈને શાયર પણ એક બે શાયરી લખવા મજબુર થઇ જાય, અને સ્વર્ગની અપ્સરાને પણ જલન થઇ જાય એવી ખુબસુરતી ભગવાને તમને બક્ષી છે નેહા. સમયથી પણ વધારે ઝડપી બોમ્બેની જિંદગીમાં પ્રિયા પ્રિયાંશુને સ્કૂલ બસમાં મુકી, પીન્કેશ અને સાસુ સસરા માટે ઝડપી રસોઇ બનાવવાની કળા તેમ જ તમારી સુજ્બુજથી તમે તમારા ઘરને બખૂબી સાચવી લીધું છેનેહા. તમારા દીકરાઓને સારું ભવિષ્ય મળી રહે તે માટે તમે આસિસ્ટન્ટ એકાઉન્ટટ તરીકે નોકરી કરો છો જેનો મને ખ્યાલ છે નેહા તમારો ક્લીક હોવાને લીધે.

સાચું કહું નેહા તો તમે જયારે  ઓફિસે જોડાયા ત્યારે મને તમારા પર બહુ ગુસ્સો આવતો હતો. તમે પાર્ટ ટાઈમ આવતા અને હું ફુલ ટાઈમ અને પગાર બંનેનો સરખો, ઉપરથી મારે તમને શીખવાડવાનું પણ હતું. શરૂઆતમાં તો મેં તમને કંઈ પણ શીખવ્યું જ નહોતું અને હું જ તમારું કામ કરી દેતો હતો. જેનો તમે ઘણીવાર ફાયદો લીધો છે અને જલ્દી ઓફિસેથી નીકળી ગયા છો નીરજને મળવા.

નીરજ તમારી હમઉંમરનો જ હતો નેહા,ઊંચો હેન્ડસમ, નશીલી આંખો, ચેહરાનું માસુમિયત અને સૌથી સારી વાત નીરજ નોસ્વભાવ. હંમેશા બીજાની મદદ કરવા રેડી, કોઈનું દુઃખ જોવાય નહિ,નાની છોકરીઓને ભીખ માંગતા જોઈને દયાભાવ આવી જતા, આંસુ આવી જતા, અને પોતાની કુશળતાથી પોતાના બિઝનેસને દુનિયાભરમાં ફેલાવી સફળતાના શિખરે આપ બિરાજમાન છો નિરજ.

તમે ક્યારેય પણ આ ખોખલી જૂઠી દેખાડા કરવાવાળી દુનિયાના બંધન, રિવાજ નથી માન્યા નીરજ. અને પોતાના આર્દશો પર ચાલીને દુનિયાને મજબૂર કરી છે તમારા આર્દશો પર ચાલવા જેનો હું પણ એક ભાગીદાર છું. તમારી સોચ દુનિયાથી બહુ અલગ છે, તમારી વાતોમાં કઇંક તથ્ય - કઈંક લોજીક હોય છે. દરેક બાબતને પહેલાં પોઝિટિવ રીતે જોવાની તમારી નજર તમને આ દુનિયાથી અલગ બનાવે છે નિરજ. એવી કોઈ તકલીફ નથી કે નથી એવી કોઈ પરિસ્થતિ જે તમને ઝુકાવી શકે. અહમદાવાદથી મુંબઈની ફ્લાઈટ મુસાફરીમાં તમે નીરજની વાતોના, એના અંદાઝના એની શાયરીના એટલા બધા દીવાના - ઘાયલ થઇ ગયા છોનેહા,

"પ્રેમ એટલેકે તારી ગેરહાજરીમાં પણ મારું તારામાં હોવું ."

એરપોર્ટથી બહાર નીકળતા નીકળતા તમે જયારે નીરજ પાસે નંબર માંગ્યો ત્યારે, નંબર આપવાની બદલેનેહા, "તું એવી શાયરી લખ જે મારા સુધી પહોંચે અને હું તને ગોતતા ગોતતા તારી પાસે આવું" એટલું કહીંને નીરજ નીકળી ગયો પણ તમારું સમગ્ર અસ્તિત્વ નીરજના આવા જવાબથી કઈંક અલગ સંવેદના અનુભવવા લાગ્યું . અને તમે ધીરે ધીરે લખવાનું શરુ કર્યું બે લાઈન, શાયરી, કવિતા આર્ટિકેલ એ જ આશા પર કે નીરજ તમને મળવા આવશે. "સ્ત્રી, ઈશ્વરે આપેલા કુમળા છોડ સમાન છે."  આ વિષય પર લખેલા તમારા આર્ટિકેલ એટલા બધા લોકોને ગમ્યા કે લોકો તમને એક ઉભરતી કવિયેત્રી તરીકે જોવા લાગ્યા.નીરજ પણ એમાનો એક છે નેહા.

અને આજે આમ અચાનક તમને નીરજને મળવાનું થવાનું હતું એની તમને ક્યાં ખબર હતી નેહા. તમારી ઓફિસેની બાજુમાં કે. કે. કુંવારા પબ્લીશરને ત્યાં નીરજ આવ્યો હતો. આમ અચાનક મળવાથી તમે કશું જના બોલી શક્યા નેહા. અને નીરજ તમારી હાલત સમજીને  બોલ્યો કે, નેહા તારા દરેક આર્ટિકેલ અદભુત હોય છે સમાજના હિતમાં હોય છે. માત્ર થૅન્ક યુ કહી, તમે ઓફિસ હવર્સ પછી મળવાનું નક્કી કર્યું નેહા. અને એ સાંજે મરીન લાઇન્સથી અંધેરી લોકલ ટ્રેનમાંનો પ્રવાસ તમારા ઘર અને તમારા ઘરથી રાતના ડીનર સુધી પહોંચી ગયો તમારા સસરાના આગ્રહને લીધે. નેહા.

રાતના જતી વખતે નીરજ બોલ્યો કે નેહા, તારા લખાણ માં સચ્ચાઈ છે, ખુમારી છે. તારે તારા અર્ટિકેલની બુક બનાવી જોઈએ અને લોકો સુધી પહોંચાડવી જોઈએ. સ્ક્રીન પર વાંચવું અને બુકમાં વાંચવું એમાં બહુ ફરક હોય છે નેહા. અને હજી પણ આપણા ભારતમાં  તેમ જ દુનિયામાં એવો વાચક વર્ગ છે જે બુકમાં વાંચવાનું પસંદ કરે છે .તો તારે બુક .....

આસિસ્થીટન્ટ એકાઉન્ટન્ટથી આજે પ્રસિદ્ધ લેખિકાના એક દાયકાના સફરમાં તમે ઘણા બધાં ઉતાર ચઢાવ જોયા છે. આ ખોખલી દુનિયાની ઘણી બધી ટીકાઓ સહન કરી છે. અને આ બધાની પરવા કર્યાં વગર તમે જયારે આજે તમારી પહેલી બુક।  "નેહાની આત્મીયતા"પબ્લિશ કરી રહ્યા છો ત્યારે એ લોકો પણ તાળી પાડી રહ્યા છે. અને આજેનીરજ હયાત હોત તો એની ખુશીનો કોઈ પાર જના હોતનેહા.

બે વર્ષ પહેલાં જયારે કોરોના નામના રોગે સમગ્ર દુનિયાને ભરડામાં લીધો હતો ત્યારે અચાનક આવી પડેલ લોકડાઉનમાં પોતાના પરિવારથી દૂર ડૉક્ટર, નર્સ, મેડિકલ સ્ટાફ પોતાની ફરજ નિસ્વાર્થ ભાવે કરતા હતા, કાર્ય કરતા હતા ત્યારે એમની જોડે જોડાઈ આપણે પણ કઈંક કરવું જોઈએ ના ભાવે નીરજ સારા કાર્યો કરવા લાગ્યો.  પણ "ઓસ સમાન આ જિંદગીમાં  નીરજને ક્યારે કોરોના ખાઈ ગઈ જેનો આભાશનીરજને પણ નહોતો અને અણધારી વિદાય લઇ લીધી આ દુનિયાથી. તમને અને તમારા પરિવારને આ આઘાતમાંથી બહાર આવતાં બહુ સમય લાગ્યો હતો નેહા. પણ નીરજની પહેલી કવિતા

 "ઓસ સમાન મારી જિંદગી  અર્ધીરાતથી સૂર્યોદય સુધી હું રહું તારી બાહોમાં !

નથી મારુ અસ્તિત્વ તો શું થયું ?નવું જીવન પામીને આવીશ હું તારી બાહોમાં"

ને નજરમાં રાખીને તમે ધીરે ધીરે સ્વસ્થ થવાની કોશિશ કરી રહ્યા હતા નેહા અને આજે તમારી પેહલી બુક " 'નેહાની આત્મીયતા"નું વિમોચન થવા જઈ રહ્યું છે જેમાં મોટા મોટાનેતા, અભિનેતા, મીડિયાવાળા ઇલેક્ટ્રોનિક મીડિયાવાલા પણ હાજર હતા અને તમારી બુકનું વિમોચન પ્રસિદ્ધ અભિનેત્રી વિના ટંડન દ્વારા થવા જઈ રહ્યું છે ત્યારે નીરજની કમી તમને વર્તાય એ લાજમી છેનેહા

.નીરજ એના નામનો અર્થ સમાન ચમકતો રહ્યો સદેવ તમારા અસ્તિત્વમાં અને તમે તમારાનામ નો અર્થ સમાન ઓસ કી બુંદે.

નેહાનીરજ = આત્મીયતાનો સબંધ 

સંવેદનાના સુર કટારના લેખક નસીર ઇસ્માઇલી સરના ચરણોમાં અર્પણ.


Rate this content
Log in

Similar gujarati story from Romance