અંગીકાનો નિર્વીકાર
અંગીકાનો નિર્વીકાર
સામાન્ય સેલ્સમેનથી અંગીકા ફેશન હબના માલિક તરીકે તમારી બે દાયકાની સફરમાં તમે માત્ર ને માત્ર સફળતા પામી છે નિર્વીકાર જીવનના છ દાયકા પુરા થવામાં છે તો પણ તમારી આંખોથી વરસતી આગ અને તમારી શારીરિક સ્ફૂર્તિ એક યુવાન ને શરમાવી મૂકે એવી છે નિર્વીકાર.
આજથી વર્ષો પહેલાં જયારે તમે કોઈને કીધા વગર ગામડેથી મુંબઈ ભાગી આવેલા ત્યારે તમને પણ નહોતી ખબર નિર્વીકાર કે તમે એ આ મુકામ સુધી પહોંચશો. તમારા બાપુજી હંમેશા કહેતા કે આ છોકરો કંઈ જ નહી કરે બસ મારુ નામ ડૂબાડશે નપાવટ છે અને તમે તમારા નામની જેમ લાપરવાહ હતા નિર્વીકાર.
જે થશે તે જોયું જશે ભવિષ્યની ચિંતા હમણાં કેમ કરવી અત્યારથી,લંગોટિયા ફોગટિયા દોસ્તોની મજાક મસ્તીમાં તમે એક દિવસ ના કરવાનું કામ કરી બેઠા અને ચૂપચાપ કોઈ ને કીધા વગર મુંબઈ આવી ગયાં.
ભાગી ને આવ્યા હતા એટલે તમારી પાસે પૈસા તો હતા જ નહીં એટલે રાત ફૂટપાથ ગુજારતા અને દિવસમાં કોઈ કામની તલાશમાં આમથી આમ રખડતા હતાં પણ લાપરવાહ નિર્વીકાર ને કંઈ કામ તો આવડતું નહોતું એટલે કોઈ પણ જગ્યા પર કામ મળ્યું નહીં અને જ્યાં મળ્યું ત્યાંથી ૧-૨ દિવસ માં રવાના કરી દેતા તમને નિર્વીકાર.
પણ ભલું થાય આલોક કુમાર નું જેમને તમારા પર ભરોસો કરીને પોતાની દુકાનમાં કામ આપ્યું અને જોડે રહેવા - ખાવાની સગવડ પણ કરી આપી. આલોકકુમાર જ્યાં જાય ત્યાં તમારે જવાનું નિર્વીકાર આલોક પોતે એક ફેશન ડિઝાઈનર હતો એન્ડ અને પુણેમાં પોતાની ફેક્ટરી હતી.
તો ક્યારેક બોમ્બે તો ક્યારેક પુના આવવા જવાનું થતું હતું,અને પુનાથી આવતા સમયે આલોક હંમેશા એક આશ્રમમાં જતો હતો. અને તમે ક્યારે પણ પૂછી ના શક્યા આશ્રમમાં આવવાનું કારણ નિર્વીકાર, ને આમનેઆમ બે વર્ષ વીતી ગયા પણ મુંબઈ માં રહીને કંઈ પણ નથી કરી શક્યા એવું તમને લાગતા તમે આલોકને ત્યાંથી નોકરી છોડવાનું મનોમન નક્કી કર્યું હતું નિર્વીકાર.પણ કિસ્મતને કંઈક અલગ મંજૂર હતું.
"બે વર્ષમાં તે એવું કોઈ કામ નથી કર્યું કે મને તારા પર શક થાય, તારા પર ગુસ્સો આવે અને નથી તે કોઈ માંગણી કરી. કોઈ પણ કામ હોય તે સમય જોયા વગર દિન - રાત કર્યું છે નિર્વીકાર. તો જલ્દી ફેક્ટરી પર આવી જા તારા માટે સરપ્રાઈઝ છે" આલોકે ફોન મૂકતાં મૂકતાં કહ્યું.
શું હશે સરપ્રાઈઝ ? ખરેખર કોઈ સરપ્રાઈઝ હશે ? કે પછી, મનોમન વિચારતા વિચારતા નિર્વીકાર ફેક્ટરી પર પહોંચ્યો અને એની નજર સામે બા બાપુજી ઊભા હતા બે વર્ષ થઈ ગયા હતા બા બાપુજી ને મળ્યે કે વાત કરે અને આજે આમ અચાનક, બધા ની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. ગમગીન હાલત ને હળવા કરતા આલોક બોલ્યો નિર્વીકાર હજી તો બીજી સરપ્રાઈઝ બાકી છે એના માટે થોડા આંસુ રહેવા દે... અને બધા હસી પડ્યા. અને આલોકે એક ચાવી આપતા કહ્યું કે નિર્વીકાર, આ તારા ફ્લેટ ની ચાવી છે આજથી બા બાપુજી જોડે તારે ત્યાં જ રહેવાનું છે અને આ આલોક ઈમ્પૅક્સનો એક પરમેનેન્ટ સેલ્સમેન છે.આજથી તારે આ ફેક્ટરીમાં બેસીને દરેક ગ્રાહક ને આપણા પ્રોડક્ટ બતાવવાના છે. તારી ટેલેન્ટ અને તારી મહેનતથી આગળ આવવાની પૂરેપૂરી કોશિશ કરજે નિર્વિકાર.અને કોઈ કંઈક બોલે તે પહેલાં આલોક ત્યાંથી નીકળી ગયો.
અને એક લાપરવાહ નિર્વીકાર આજે પોતાની મહેનત, લગન, આવડતથી માત્ર છ વર્ષમાં જ પોતાની પહેલી શોપ ઓપન કરી રહ્યો છે. "અંગીકા ફેશન હબ".
આપણો પૈસો આપણા જ દેશમાં રહે એ હેતુથી શરુ થયેલ અંગીકા ફેશન હબમાં દેશની હજારો મહિલાઓ દ્વારા બનાવેલી નવી નવી ડિઝાઈનની પાર્ટી વેર સાડી,કુર્તીસ, કપડાં તો હતા જ. અને પહેરવેશ અનુરૂપ સાજ - શૃંગારના પ્રોડક્ટ'સ પણ મહિલાઓ દ્વારા બનાવેલ હતા. બે દાયકામાં તો અંગીકા ફેશન હબ દ્વારા હજારો મહિલાઓને રોજગાર પૂરો પાડવામાં આવ્યો છે. અને માત્ર ભારતમાં નહીં પણ વિદેશમાં પણ ખુબ જ નામ કમાવ્યુ છે.
તમારી આ સફળતા ના લીધે ઘણા નેતા - અભિનેતા - રાજકારણીઓ તમારી આગળ પાછળ જ ફરતાં હોય છે નિર્વીકાર. અને આજે મુંબઈનાં જાણીતા વિસ્તાર લોખંડવાલામાં તમારી અંગીકા ફેશન હબની ૨૫મી બ્રાન્ચ ઓપન થઈ રહી છે.ત્યારે તમે ખુશ તો છો પણ તમારું મન વ્યગ્ર છે, વ્યાકુળ છે, બધું હોવા છતાં કઈ નથી હોવાનો અહેસાસ અને તમે એક સિગરેટ જલાવી મુંબઈ આવ્યા તે પહેલા શું થયું હતું એ વિચારમાં પહોંચી ગયા નિર્વીકાર.
એ નિર્યા પેલી સામેથી "અંગીકા" (અંગ અંગ જેના કામણગારી) આવી રહી છે જો તારા માં ડેરિંગ હોય તો એને ઊંચકીને તળાવમાં ફેંકી દે તમારા લંગોટિયા - ફોગટિયા દોસ્તોમાંથી એકે કહ્યું, તમે વિચારતા હતા ત્યાં બીજો દોસ્ત બોલ્યો લાગે છે નિર્યા ન બોલતી બંધ થઈ ગઈ હવા ટાઈડ... પણ તમે ડરપોક નથી ફટ્ટુ નથી એ સાબિત કરવાં અંગીકાને ખોટું બોલી તળાવ સુધી લઈ ગયા અને પછી. .આ બધું એના રાજકરણી બાપાએ જોઈ લીધું અને ઘાયલ સિંહ ની જેમ તમારી પાસે દોડ્યો અને તમને કંઈ ના સૂઝતા રેલ્વે સ્ટેશન પાસે દોડવા લાગ્યા અને જે ગાડી ઉભી હતી એમાં બેસી ગયા ને તમારી મુંબઈ સફર ની શરૂઆત થઈ.
અને પુરી થતી સિગરેટ ના ચટકાએ તમારી વિચારધારા તોડી અને તમે લોખંડવાલા જવાની તૈયારી કરવાં લાગ્યાં નિર્વીકાર.
એ નિર્યા પેલી સામેથી "અંગીકા" (અંગ અંગ જેના કામણગારી) આવી રહી છે જો તારા માં ડેરિંગ હોય તો એને ઊંચકીને તળાવમાં ફેંકી દે તમારા લંગોટિયા - ફોગટિયા દોસ્તોમાંથી એકે કહ્યું, તમે વિચારતા હતા ત્યાં બીજો દોસ્ત બોલ્યો લાગે છે નિર્યા ન બોલતી બંધ થઈ ગઈ હવા ટાઈડ... પણ તમે ડરપોક નથી ફટ્ટુ નથી એ સાબિત કરવાં અંગીકાને ખોટું બોલી તળાવ સુધી લઈ ગયા અને પછી..આ બધું એના રાજકરણી બાપાએ જોઈ લીધું અને ઘાયલ સિંહની જેમ તમારી પાસે દોડ્યો અને તમને કંઈ ના સૂઝતા રેલ્વે સ્ટેશન પાસે દોડવા લાગ્યા અને જે ગાડી ઊભી હતી એમાં બેસી ગયા ને તમારી મુંબઈ સફરની શરૂઆત થઈ.
અને પુરી થતી સિગરેટ ના ચટકાએ તમારી વિચારધારા તોડી અને તમે લોખંડવાલા જવાની તૈયારી કરવાં લાગ્યાં નિર્વીકાર.
તમને નથી ખબર નિર્વીકાર કે આજે તમારી ૨૫મી બ્રાન્ચની ઓપનિંગ સેરેમનીમાં અંગીકા પણ આવવાની છે. સોરી અંગીકા નહીં. .અંગીકા આલોક અગ્રવાલ. .
આલોક ઈમ્પૅક્સ ની માલકીન.
જ્યાં તમારી જિંદગીના સફરની શરૂઆત થઈ હતી.

