STORYMIRROR

keyur shah

Romance

4  

keyur shah

Romance

અસ્મી + આદેશ = પવિત્ર સંબંધ

અસ્મી + આદેશ = પવિત્ર સંબંધ

9 mins
242

'હાય અસ્મી'

'હેલ્લો આદેશ'

'વૉન્ટ ટૂ ચેટ'

'યસ'

'બટ ડીસન્ટ ચેટ'

'ઓફ કૉસ અસ્મી.'

'આર યુ ઇન્ડિયન ?'

'યસ' 

'એન યુ ?'

'આઈ એમ, એન. આર. આઈ.(નોન રિલાયેબલ ઇન્ડિયન) હું ઓસ્ટ્રેલિયામાં સોફ્ટવેર એન્જીનીર તરીકે કામ કરું છું.

'ટેલ મી એબાઉટ યુ ? તમારા શોખ ક્યાં ક્યાં છે ?'

'સંગીત અને સાહિત્ય.'

'નાઇસ , વેરી નાઇસ.'

બસ આવી રીતે જ શરૂઆત થઇ હતી હમારા સંવાદની. એ વખતે ઈન્ટરનેટ પર ભલે અમારા ખરાં નામ છુપાવ્યા હતા પરંતુ આ સિલસિલો રોજિંદો બની ગયા પછી અમે બંને એ સારા મિત્રોની માફક એકમેકની જિંદગીના પાનાં ખુલ્લા કરી દીધા હતાં. તે એક પરણિતા હતી અને નર્સરીમાં ભણતાં એક પુત્ર પરાગની મમ્મી અને એક બિઝી તથા સફળ ડોક્ટરની પત્ની. મેં પણ એને ટૂંક સમયમાં જ કહી દીધું કે હું એક વિધુર છું અને બે ટીનેજર દીકરીનો પિતા છું. 

અમે જાતજાતના વિષયો પર વાતચીત કરતા.સંગીત - કલા - સાહિત્ય - પોલિટિક્સ - પ્રેમ - બાળકોનું પાલન પોષણ અને પોતપોતાની જિંદગીના સુખદુઃખ, હારજીત વગેરે. અમે ચોક્કસ સમયે ઈન્ટરનેટ પર મળતાં અને ઓછામાં ઓછા બે કલાક ચેટિંગ કરતાં. દિલ્હી અને ઓસ્ટ્રેલિયાની ઘડિયાળો વચ્ચેનું ૧૩-૧૪ કલાકનું અંતર પણ અમને રોકી નહોતું શકતું. હું ઓસ્ટ્રેલિયામાં બેઠો બેઠો સાંજે ઑફિસેથી પાછો ફરીને એના જાગવાની અધિરાઈથી રાહ જોતો. ત્યાં સવારના ચાર વાગ્યા હોય એ છ વાગે ઉઠી જતી. પતિ અને પરાગ માટે નાસ્તો બનાવતી તેમને સ્કૂલમાં અને નર્સિંગ હોમમાં રવાના કરતી. ત્યાર પછી ઈન્ટરનેટ પર આવી શકતી. પછી અમે ચેટિંગ કરતાં અને રાત્રે જયારે હું કોઈંક વૃક્ષની કપાયેલી ડાળીની  માફક પડ્યો સૂતો હોઉ ત્યારે તે ઇ-મેઇલ કરતી. સવારે હું ઉઠીને ઇમેઇલ વાંચીને નિયત સમયે ઈન્ટરનેટ પર આવી જતો. અમે બસ આ રીતે જ સમય કાઢતાં રહેતાં અને ઘણી બધી નકામી વાતો કર્યા કરતાં.

"મને વરસાદ ખુબ ગમે છે. મને પણ .... જો આપણી બંનેની ચોઈસ કેટલી સરખી છે. પણ મને ઉનાળો નથી ગમતો, મને તો ગમે છે.કેટલીક બાબતો સિવાય અમારા બંનેના ગમા - અણગમા વચ્ચે ખુબ તાલમેલ હતો. બંનેની દ્રષ્ટિ જિંદગીને દિમાગ કરતાં દિલથી જોવાની વધુ હતી. બંનેની કળા પ્રત્યેની રસ - રુચિ એક સરખી હતી. હું નવરાશની પળોમાં વાયોલિન વગાડતો રહેતો તે શાસ્ત્રીય સંગીતની જાણકાર હતી. જોકે બંનેને કલામાં માન પ્રતિષ્ઠા મેળવવાની કે નામ કમાવવાનો મોકો નહોતો મળ્યો બંને પાસે સારા મિત્રોની સંગત ઓછી હતી. બંને અંતમુખી જીવો હતા. ટોળામાં કે એકાંતમાં જાત સાથે વાત કરવા સદા તત્પર. દિવાસ્વપનો જોવા એ બંનેની આદત બની ગઈ હતી.

 "આ ઇન્ટરનેટે આપણી વચ્ચે એક અત્યંત કિંમતી, અણમોલ, અનામી, સબંધનો સેતુ રચી આપ્યો છે."

"એ અતૂટ અડીખમ રહે તેનું ખાસ દયાન રાખજો અસ્મી.આ સંવાદસેતુના પ્રતાપે જ આપણે એકબીજમાં પોતાને શોધતા રહીએ છીએ. ક્યારેક અમે વાદવિવાદ કરતાં કરતાં નારાજ થઇ જતા. પરંતુ એકમેકને મનાવી પણ લેતાં. વારંવાર વિનંતીઓ કર્યા બાદ તેણે એક ફોટો ઇ-મેઇલથી મોકલ્યો.

ભારતીયતાની આગવી ઓળખ આપતી સફેદ રંગની ગ્રીન બાંધણી બોર્ડરવાલી સાડીમાં લાંબો ચોટલો છાતી પર ધરીને હીચકામાં બેઠેલી મૃદામાં. ત્યારે પહેલીવાર મેં તેને કહ્યું હતું 'અસ્મી,તું ખુબ જ સુંદર, મોહક અને કામણગારી લાગે છે. જયારે હું તો ચાલીસી વટાવી ચુકેલો એક આધેડ છું.'

'આદેશ દોસ્તીમાં વળી વયને શું નિસ્બત ? વય શું ? કોઈ પણ ચીજવસ્તુનો શું બંધ ? મૈત્રી તો માત્ર આત્મીયતાનો એક અહેસાસ છે. સબંધના સુમનની સુવાસ છે.'

ત્યારે મેં બારી બહાર નજર કરી વસંતની પ્રતીક્ષામાં વૃક્ષો પર લાલા, રતુમડાં પાંદડા છલકાઈ રહ્યા હતાં. પરોઢના પાંચ વાગ્યા હતાં. પ્રભાતની લાલીમા મને અસ્મીનો ગ્રીન બાંધણી પાલવ લહેરાતો નજરે પડ્યો અને અચાનક મેં કેટલાક શબ્દો ટાઈપ કર્યા "આ દોસ્તી જો આગળ જતાં આકર્ષણ અથવા એવા જ કોઈ અલગ સંબંધમાં પલટાઈ જાય તો ?"

અસ્મી પછી લાગલગાટ બે દિવસ સુધી ઈન્ટરનેટ પર ન આવી. હું બેચેન થઇ ગયો. મને થયું કદાચ એની લાગણીઓ સાથે છેડછાડ કરી છે. મારે એવું નહોતું કરવું જોઈતું તેણે મારા પર પુરેપૂરો ભરોસો મૂકીને મૈત્રીનો હાથ લંબાવ્યો હતો. સ્વચ્છ -નિર્મલ- કોમળ સબંધની...

પરંતુ ત્રીજા દિવસે તે આવી પહોંચી. 'અસ્મી કઈંક તો લખો, હું ખુબ જ પરેશાન થઇ ગયો હતો.'

'હું પણ,'

"તું શા માટે ? " તમારી સાથે ચેટિંગ કરયા પછી એક વાઇરસ ઘુસી ગયો હતો.'

'તારા કમ્પ્યુટરમાં ?

'ના'

'તો ?'

'મારા મનમાં.'

'એટલે ?'

તમારી આકર્ષણ વાણી ખુબ જ ચેપી હતી. એટલે કે આ રોગ મને પણ લાગુ પડી ગયો. અને ઈન્ટરનેટ પર પ્રેમની ચિનગારીએ તરત જવાલાનું રૂપ ધારણ કર્યું અસ્મીના પતિ કોઈક મેડિકલ સેમિનાર માટે જાપાન ગયા પછી થોડાક દિવસ આ જ્વાળા ભભૂકતી રહી. તન - મન વિકારો બળીને ભસ્મ થઇ ગયા. અને વિશુદ્ધ પ્રેમ પ્રગટ થયો. આમ કેમ થયું ? એ કેવળ હું જાણું છું ત્યારે તો અમે પ્રેમની ભરતીમાં સતત લહેરાતા રહ્યાં.

'અસ્મી તારા સાદગીભર્યા સૌદયૅએ મને પાગલ કરી મુક્યો છે. આદેશ પ્રેમમાં આટલી દીવાનગી પહેલાં ક્યારેક અનુભવી નહોતી. અને તે પણ કોઈક અજનબી અને અગાઉ ના જોયેલા વ્યક્તિ -સાથે !

'અસ્મી આ તારા ગાલ પર જે તલ છે એને હું શું હું ક્યારેક સ્પર્શી શકીશ ? 'એ તો આરટીફિશીયલ છે અને તારા લાંબા મુલાયમ વાળની ખુશ્બુ. આદેશ હવે એ લાંબા નથી રહ્યાં. અસ્મી મારા તો અર્ધોઅર્ધ વાળ ધોળા થઇ ગયા છે.

'તો શું થઇ ગ યું ?'

'મને મારા આ પ્રેમનો ડર લાગે છે અસ્મી. આ તો સાઇબર લવ છે.'

'ના કમસેકમ તું તો આવું ના બોલ. આ કોઈ સાઇબર લવ કે સાઇબર સેક્સ જેવી હલકી ચીઝ નથી .આ તો શુદ્ધ પ્રેમ છે.'

મને તો એ પણ નથી ખબર કે આ પ્રેમ છે કે બીજું કંઈક ! આદેશ ક્યારેય પ્રેમ નથી કર્યો, બસ કેવલ લગ્ન કર્યા અને લગ્ન પછી જે કંઈ સારું નરસું થયું એને જ પ્રેમ માની લીધો.'

'મેં તો લવ મૅરેજ કર્યા હતા અસ્મી, પણ મારા પ્રેમ જોડે હું જીવું એ કદાચ ઈશ્વરને મંજૂર નહોતું.'

'ઈશ્વરને દોષ નહીં આપો. હું નથી જાણતો ઈશ્વર કોણ છે ? મારા માટે તો તું જ બધું, આરાધ્યની માફક મારા મનમાં વસી ગઈ છો તારા આવવાથી જ મારી જીંદગી ફરી ધબકતી થઇ છે.'

'આપણે ક્યારે મળીશું ?'

'ખબર નથી. '

'તમે ભારત નથી આવતા ?" ત્રણ વર્ષમાં એક વાર બાળકોને એની માતાની માતા નાની સાથે મેળવવા માટે."

'અને તમારો પરિવાર ?

'હવે મારુ ત્યાં કોઈ જ નથી અસ્મી, એકભાઈ છે. તે અહીં અમેરિકામાં જ છે.'

'કેમ ? હું છું ને ?'

'તું તો હવે ઘણું બધું છે. કાલે ઓફિસમાં પણ હું તારા વિષે જ વિચારતો હતો અને એકલો જ મલકાતો હતો.'

'આદેશ આજકાલ હું પણ ખુબ ખુશ રહું છું !'

'પતિદેવ જાપાન ગયા છે એટલે કે ?'

'ના તેમની પ્રત્યે તો અપાર પ્રેમ છે' ખુબ જ સારા માણસ છે મને હંમેશા ખુશ જોવા ઈચ્છે છે બસ કેવળ સમયનો અભાવ છે તેમની પાસે.'

'અસ્મી એક વાર બસ એક વાર તને જોવાની મળવાની અને સ્પર્શવાની ઈચ્છા છે.'

'જોવા - મળવાનું તો ઠીક છે પણ સ્પર્શ કરવાનું અઘરું છે.'

'અઘરું છે, અશક્ય તો નથી ને,"

એક પલ માટે તો તેની આંખો શરમથી ઝૂકી ગઈ. મૌન તોડતા આદેશ બોલ્યો 'તારો જવાબ ના આપવો એટલે તારી મંજુરી સમજુ છું.'

'નહીં ચાલો હવે મને સાઈન ઓફ કર વા દો. હજી બ્રેકફાસ્ટ બનાવવાનો છે. પછી ક્યારેક એવું પણ બનતું કે મારે ઓફિસ જવાનો વખત થાય અને એ લખતી.'

'બહાર ચાંદનીરાતમાં ચમેલી મહેકી રહી છે. તેની સુવાસ મારા બદનમાં વસી ગઈ છે. તમે અહીં હોત તો આપણે બગીચામાં આરસનાં બાંકડા પર બેસીને વાતો કરી હોત. તમારા બાહુપાશમાં હું ઘેરાઈ ગઈ હોત. હું બહેકી રહી છું આદેશ.

'અસ્મી અહીં તો તડકો છવાયો છે ઓફિસે જવા દે હવે.'

'ઓકે તો જાઓ.' 

'પણ હવે પાછા ફરશો ત્યારે સવારના પહોરમાં હું વહેલી નહીં ઉઠું ઓનલાઇન નહીં મળું. રોકાઈ જાને જો દિલ કેવું ધડકી રહ્યું છે !'

'તમારા દિલને મનાવી લો આજે તમે પરાગની સ્કૂલ બસ ચુકાવશો જીવિકા અને ધ્રુવીકાની પરીક્ષાઓ કેવી રહી ?'

'અમને એકબીજાના સંતાનોના નામ, સ્કૂલ, ક્લાસ્ બધું જ મોઢે થઇ ગયું હતું.

'મારા બાળકો ચેન્જ અનુભવી રહ્યા હતા ૧૬ વર્ષની જીવિકા બોલી "પપ્પા તમે ફરી લગ્ન કેમ ના કાર્ય ?"

અને અચાનક મારી નજર સામે લાંબા ભીના વાળનો અંબોડો, સફેદ કલરની સાડીમાં સજ્જ અસ્મીનું ચિત્ર જીવંત થઇ ગયું. મનમાં પ્રેમ અંકુરિત થવા લાગતાં ભારત જવાનો સંજોગ પણ ઉભો થયો મેં બાળકોને વાત કરી તો તેઓ પણ ખુશ થઇ ગયા.

હવે તો રાતભર એને બાહુપાશમાં અનુભવતો તેની વાતો મને બેચેન કરી મુક્તી હું પડખા ફેરવ્યો કરતો. કલ્પનાઓમાં તેને મારી જ માનતો. કોણ જાણે કેમ હૃદય વાસ્તવિકતા તરફ જોવા જ નહોતું માંગતું. ઢળતી વયમાં મારામાં આવેલું આ પરિવર્તન મને વિવશ/બેવશ કરી મૂકતું. મન માનવા માટે તૈયાર જ નહોતું કે એક પરણિતા કઈ રીતે મને અપનાવી શકે ?અને એકાંતમાં મળવાનું શક્ય બનશે કે ?

મન કહેતું કે જો પ્રેમ હશે તો તે "Out of D Way" જઇને પણ મળશે. મેં એને ફોને કર્યો અને એને મારો પ્રસ્તાવ સ્વીકાર્યો કે એક વાર તો અચૂક મળશે. તેને મારી સાથેની મૈત્રી વિષે ડૉક્ટર સાહેબને પણ જાણ કરી છે અને તેમને અમારી દોસ્તીને ઉદારતાથી સ્વીકારી છે.

મનમાં કેટલાક વિપરીત વિચારો ઘુમરાતા હતાં . શું તે પોતાના બિઝી ડૉક્ટરને છુટાછેડા ..પણ બીજી જ ક્ષણે જ લાગતું કે નહીં હું આ શું વિચારી રહ્યો છું ? એક ભલીભોલી સ્ત્રીને મારે નથી બહેકાવવી તેના સુંદર સંસારમાં તિરાડ પડે એવું મારો સાચો પ્રેમ નહીં ઈચ્છે. પછી એમ લાગતું કે હું વિધુર છું એટલે સુંદર સ્ત્રીના સહવાસની વાસનાથી આવું વિચારું છું પણ પછી વળી મન કહેતું કે આ વિશુધ્ધ પ્રેમ છે.

પછી એ દિવસ પણ આવી પહોંચ્યો અમે બધા એ ઉત્સાહભેર અમારી બેગો ભરી. બાળકોએ પોતાના કઝિન્સ માટે ઘણી બધી ભેટ સોગાદો લીધી. મેં પણ ચુપચાપ પ્લેટિનિયમ જડેલા નાના હીરાનું પેન્ડેન્ટ લીધું પ્લેનમાં બેઠા બેઠા હું અસ્મીના ખ્યાલોમાં હતો કેવી દેખાતી હશે એ ? કેવી હશે એની પ્રતિક્રિયા ? એનો પ્રથમ સ્પર્શ કેવો હશે ? સમય થંભી ગયાના અહેસાસ છતાં કોણ જાણે ક્યારે વીતી ગયો એની ખબર જ ના પડી. બાળકોને મુંબઈમાં તેમના મોસાળમાં મૂકીને બીજા દિવસે સવારની ફ્લાઈટ્સમાં જ હું દિલ્હી પહોંચી ગયો.

મેં જયારે પહેલીવાર એના ઘરનો ડ્રોઈંગરૂમ જોયો હતો. મેં કલ્પના કરી હતી એવો જ હતો એવા જ ચમકતા રંગો મનોહર રૂપ પરંતુ એમાં મારા મનની મોહક, ચંચળમૂર્તિ બાહો ફેલાવીને ઉભેલી અસ્મી હતી. પરાગ એનો દુપટ્ટો પકડીને ઉભો હતો તે એક મમતાળુ મા હતી ડૉક્ટર સાહેબ ખુબ વિનયપૂર્વક મળ્યા તેમની પાસે બેઠેલી તે એક સૌમ્ય પત્ની હતી.

'અસ્મીના મિત્રો મારા જ મિત્રો હોય છે. મને તો મિત્રો બનાવવાનો સમય જ નથી મળતો. તમામ સામાજિક સબંધ એ જ નિભાવે છે.' 

'રા શરીરનું તાપમાન નોર્મલ થઇ ગયું હતું તેમને ઉમળકાથી મારી આગતા-સ્વાગતા કરી. બીજે દિવસે સવારે ઉઠ્યો ત્યારે તે બગીચામાં ફૂલોને પાણી પાઇ રહી હતી. તેના પવિત્ર સૌમ્યરૂપે મને પણ શીતળતા અર્પી. મને જોતાવેંત તે મારી નજીક આવી.

'ગુડ મોર્નિંગ' એની આંખોમાં સંકોચ તરવરતો હતો .

'ગુડ મોર્નિંગ.'

અમે આરસના બાંકડા પર બેઠા ચા પીધી અને થોડીક ઔપચારિકતા વાતો કરી .

'ડૉક્ટર સાહેબની ગેરહાજરીમાં તમે બીજું શું કરો છો ? કેટલાંક શોખ વિકસાવ્યા છે ?'

જેમ કે ઈન્ટરનેટ મેં કહ્યું ?

અમે બંને ખડખડાટ હસી પડ્યા. મેં તેની સામે ભેટ ધરતાં કહ્યું એક પ્રેમાળ દોસ્તીની ભેટ સ્વીકારશો તો મને આનંદ થશે .

બાકી બધું સુખદ લાગતું હતું પરંતુ પેલી જ્વાળા ઠંડી પડતી જતી હતી. સ્પર્શ માટે હાથ ઉપર ઉઠતા જ નહોતા. તે એકદમ નિકટ હતી. હોઠ પણ ધ્રુજી રહ્યા હતા તે એક પવિત્ર જ્યોતિ જેવી મારી સામે હતી .પણ એને અપવિત્ર કરવાનું મન નહોતું થતું. મેં એને હૈયાથી ચૂમી. જાણે કોઈ આરતીના દીવડાથી આરતી લે તેવા ભાવ થી મેં તેનું કપાળ ચૂમ્યું અને એને હતપ્રભ છોડતા કહ્યું ,

'અસ્મી નાસ્તો નહીં કરાવે ?'

તે જાણે નિંદ્રામાંથી જાગી હોય એમ બોલી, 'ઓહ સોરી હમણાં જ લાવું છું. અમારા બંનેના ચેહરા પર એક સરખી ઉદાસી હતી પણ મને એક વાતનો સંતોષ હતો કે મેં એક સૌભાગ્યવતી પત્નીને મારા સ્પર્શથી અભડાવીને અપવિત્ર નહોતી કરી.

બીજે દિવસે એરપોર્ટ પર તે મને મુકવા એકલી આવી હતી .થોડીક પલોની ચુપકીદી બાદ તે બોકી બોલી, 'આદેશ તમે આવ્યા ત્યારે હું ભારે અવઢવમાં હતી કે ટાંનેર તમને કઈ રીતે મળી શકીશ ? તમે કેવી આશાઓ લઇ ને અહીં આવ્યા હશો ? પરંતુ તમે તો.... '

કોઈ ક્લેરિફિકેશન નથી જરૂર નથી અસ્મી. પ્રેમનું આ રૂપ શાશ્વત અને ચિરંતન છે. હું જયારે પણ આવીશ ત્યારે તને મળ્યા વગર નહિ જાઉ. તું મારી એક માત્ર આત્મીય સબંધી દોસ્ત સખી કે જે કઈ માને તે છે. હું તને કાયમ માટે યાદ કરતો રહીશ એક અખંડ સૌભાગ્યવતીના પવિત્ર સ્વરૂપમાં. પછી તેને મારો હાથ તેના હાથમાં લીધો અને કહ્યું આદેશ, મારો અને તારો સંબંધ પવિત્ર છે અને પવિત્ર જ રહેશે.


Rate this content
Log in

Similar gujarati story from Romance