STORYMIRROR

Mahatma Gandhi ji

Classics

2  

Mahatma Gandhi ji

Classics

નાતાલના ગવર્નર

નાતાલના ગવર્નર

2 mins
15.6K


ડરબન,

જુલાઈ ૩, ૧૮૯૪

નેક નામદાર માનનીય સર વૉલ્ટર ફ્રાન્સિસ હેલી-હચિન્સન, કે. સી. એમ. જી., નાતાલ સંસ્થાનમાં અને તેની ઉપર કમાન્ડર-ઈન-ચીફ [વડા સેનાધિપતિ], તેના જ વાઈસ-ઍડમિરલ [નાયબ નૌકા સેનાધિપતિ] અને સંસ્થાનના અસલ વતનીઓના સૌથી ઊંચા વડા

નેક નામદારને વિનંતી જે

૧૮૯૪ની સાલના જુલાઈ માસની ૧લી તારીખે ડરબનમાં રહેતા આગેવાન હિંદીઓની સભામાં જેનું નાતાલ સંસ્થાનની માનનીય લેજિસ્લેટિવ ઍસેમ્બલીમાં ગઈ કાલે રાત્રે ત્રીજી વારનું વાચન થયું તે મતાધિકારના કાયદાના સુધારાના ખરડાની બાબતમાં આપ નેક નામદારની મુલાકાત લેવાની અમને વિનંતી કરવામાં આવી હતી.

જે હિંદીનું નામ અત્યારે મતદારોની યાદીમાં ન હોય તે બ્રિટિશ પ્રજાજન હોય અગર ન હોય તોપણ આ ખરડો જે સ્વરૂપમાં છે તેથી મતદાર બનવાને અપાત્ર ઠરે છે.

અમે કહેવાને હિંમત કરીએ છીએ કે એ ખરડામાં હવે પછી સુધારોવધારો કરવામાં નહીં આવે તો તે દેખીતી રીતે જ અન્યાયી કાયદો હોઈ કંઈ નહીં તો કેટલાક હિંદીઓ પર તેની માઠી અસર થયા વગર રહેશે નહીં.

ખુદ ઇંગ્લંડમાં સુધ્ધાં કોઈ પણ બ્રિટિશ પ્રજાજન જરૂરી લાયકાત ધરાવતો હોય તો મત આપવાને હકદાર બને છે અને તે હકમાં તેની ન્યાત, અગર તેનો વર્ણ અગર તેનો ધર્મ બાધા કરતાં નથી.

આપ નેક નામદારના સૌજન્યનો ખોટો વધારે પડતો લાભ લઈ આ સવાલની વિસ્તારથી ચર્ચા કરવાનું અમે મુનાસબ ગણતા નથી, પણ માનનીય લેજિસ્લેટિવ ઍસેમ્બલીને અમારા તરફથી કરવામાં આવેલી અરજીની એક છાપેલી નકલ આપ નેક નામદાર આગળ રજૂ કરીએ છીએ અને તેને ધ્યાનથી વાંચવાની આપ નામદારને વિનંતી કરીએ છીએ.

અમને અમારું કાર્ય એટલું બધું ન્યાયી લાગે છે કે તેના સમર્થનમાં કોઈ દલીલની જરૂર રહેવી ન જોઈએ.

અાપ નેક નામદાર નેક નામદાર કૃપાવંત મહારાણીના પ્રતિનિધિ છો અને અમને વિશ્વાસ છે કે જે કાયદાથી કૃપાવંત નેક નામદાર મહારાણીના હિંદી બ્રિટિશ પ્રજાજન મતાધિકારનો ઉપયોગ કરવાને કદી લાયક નહીં બને તેને આપ નામદાર મંજૂરી નહીં આપો.

આ બાબતમાં યોગ્ય અરજી સ્વીકારાયેલાં સાધનો મારફતે આપ નેક નામદારને મોકલવાની અમે ઉમેદ રાખીએ છીએ.

ડરબનમાં પ્રતિનિધિ મંડળને મુલાકાત આપવાને સારુ અને આપ નેક નામદારે અમારા તરફ બતાવેલા સૌજન્ય તેમ જ અમારી વાત ધીરજથી સાંભળવાની મહેરબાની કરવાને સારુ આપ નેક નામદારના અમે ઘણા ઘણા આભારી છીએ.

અમે છીએ વ.

(સહી) મો. ક. ગાંધી

અને છ બીજા


Rate this content
Log in

Similar gujarati story from Classics