STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

નારીનું ચિત્ર

નારીનું ચિત્ર

4 mins
304

હૈયે ઊગે એક વાત,

ઈશ ને કરું હું સો સો સવાલ.

કેવી સર્જી તે પ્રકૃતિ ન્યારી,

હું જાઉં તેના પર વારી.

આકાશ જેવી અનંત દૃષ્ટિ આપી તે,

ફૂલો ની આપી ઋજુતા તે,

સાગર જેવું વિશાળ દિલ આપ્યું તે

ધરતી જેવી આપી તે સહનશીલતા

સ્ત્રી નું સર્જન આપી ગઈ તારી સુંદરતાનો પરિચય

મન મોહક મુખડું એનું

હોઠ એના ગુલાબ ની પાંખડી જેવા

હોઠ પર કાળું શોબતું કાળું તલ

વદન એનું ચંદ્રમા સિતારો જાણે બિન્દી

ઘૂંઘટ ઉઠાવે તો લાગે નીકળ્યો જાણે વાદળમાંથી ચદ્રમાં

તેના આ રૂપે તો

ઋષિ પણ તપોભંગ થાય

સુંદર તન સાથે આપ્યું સુંદર મન

ગણિત ના અટપટા સમીકરણ જેવી સમજાય નહિ એવું એનું મન

ક્યારેક ઉઘડતી ઉષા જેવું

તો ક્યારેક તપતા મધ્યાહન જેવું

ક્યારેક લાગે સમી સાંજ જેવું કેસરિયું

ક્યારેક મધુર ઝરણાં જેવું

તો ક્યારેક

ધીર ગંભીર સરિતા જેવું

 પુત્રી બહેન પત્ની માતા કેટલાય પાત્રો બખૂબી નિભાવતી

એ પિતાની દરેક વાતમાં ખ્યાલ રાખતી એ પુત્રી ભાઈ સાથે મીઠો ઝગડો કરતી બહેન

એક વ્યવહાર કુશળ મેનેજર

એ પતિ માટે તૂટેલો વિશ્વાસ સાધતી એ પત્ની છે

પ્રેમ થી કોળિયા ખવડાવતી સંતાન માટે ઈશ્વર સાથે પણ લડી લેતી એ માં છે

કઈ કેટલાય રૂપ માં જીવે છે એ

પણ પોતાને જ ભૂલી જાય છે એ

એ ધારે તો બુરખા કે અંધાર પેટીની આરપાર પણ જોઈ શકે છે કેવી અણમોલ દૃષ્ટિ આપી તે સ્વપ્નદ્રષ્ટા છે એ

ગણિત જેવું જટિલ એનું વ્યક્તિત્વ ઘણીવાર જે વસ્તુ મેળવવા એ પારાવાર લડત કરતી હોય બીજી જ ઘડીએ

એનું દાન આપતા પણ નથી અચકાતી

ત્યાગની મૂર્તિ છે એ

સ્ત્રી એટલે ઈશ્વર નું શ્રેષ્ઠ સર્જન

સ્ત્રી એટલે એ ફૂલ જે પોતાના આંગણને મહેકાવી છે

ઈશ્વર તારી આ કૃતિ ને કરું હું વંદન

ત્યાગ મૂર્તિ પ્રેરણા મૂર્તિ સહનશીલતાની મૂર્તિ

પ્રેમ મૂર્તિ આ બધા જ એવોર્ડ જાય છે તારી આ કૃતિને ફાળે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational