મને વાક્ય
મને વાક્ય
‘અરે, એક મિનિટ.’
‘હવે શું ઊભો રહું? તમારો જવાબ મને મળી ગયો.’
‘હજુ, મારું —-’
‘મને સમજાઈ ગયું તમે શું કહેવા માગો છો.’
‘અરે, પણ–‘
‘હજુ તમારે શું કહેવું છે?’
‘તમે મને —.’
‘ચાલો હું ઊભો છું. તમારે જે કહેવું હોય તે કહો. હું નિરાંતે સાંભળીશ.’
હજુ માંડ દસ શબ્દ પાંચ વાક્યમાં બોલીશ હોઈશ. સામે ૩૫ શબ્દો સાંભળવાની ધીરજ દાખવી. હવે કઈ રીતે મારા મનની વાત સમજાવવી. જ્યાં સામે વાળી વ્યક્તિ તમને વાક્ય પુરું કરવાનો ઉચિત સમય ન આપે. આપણને સહુને એમ લાગે છે કે સામે વાળી વ્યક્તિ શું કહેવા માગે છે, એ અમને ખબર છે ! મારું માનો ૯૯ ટકા આપણું અનુમાન ખોટું હોય છે. આ હાલત સહુની છે. જો તમે નવા હો, મતલબ પહેચાન નવી હોય, ગામમાં નવા હો વિગેરે તો હાલત કફોડી હાલત થાય. જો તમે પુખ્ત અને અનુભવી હો તો ધીરજ ધરી મૌનનું સેવન કરો.
આજે મારી ખાસ સહેલી ઑસ્ટ્રેલિયાથી આવી હતી. થોડા સમય પહેલાં પતિને ગુમાવ્યાનું દુખ હતું. ૫૦ વર્ષનો મનમાન્યા સાથીનો વિયોગ આકરો તો લાગે. મનોમન સંધિ કરી કે ગમે ત્યારે અહીંથી ખાલી હાથે જવાનું છે. આ સત્ય જેટલું વહેલું સમજાય તેટલા આપણે સુખી.
છતાં પણ અસાર સંસારમાં નિત નવી સમસ્યા ખડી થાય છે. કુશળતાથી તેને પાર પાડવી એક કળા છે. ઉપરનો સંવાદ સાંભળી મને થયું શું, આ સમસ્યા દરેક વ્યક્તિને લાગુ પડે છે. મારી પાસે દિલ ઠાલવી રહી હતી. તેનું બોલવાનું સંપૂર્ણ પણે ધિરજથી સાંભળ્યું.
એને માત્ર એક વાક્ય કહ્યું કે યાર, હવે આપણે કાઢ્યા એટલા કાઢવાના નથી. હાથ મિલાવ. બાળપણની મધુરી યાદો વાગોળતાં બન્ને વાતોએ વળગ્યા. તેના મુખ પર હાસ્યની સુરખી રેલાઈ ગઈ. હસીને કહે, ‘આપણે નાના હતા ત્યારે આમ જ કરતાં હતાં. મમ્મી કે પપ્પા કાંઇ કહે તે પહેલાં વચ્ચે કૂદી પડતાં.’
‘યાર તારી વાત ખરી છે.’
‘સાચું કહું, મને મારી મમ્મી ખૂબ યાદ આવે છે. હંમેશાં કહેતી,
પીપળ પાન ખરંતા હસતી કૂંપળિયા
મુજ વીતી તુજ વિતશે ધીરી બાપલિયા.’
‘સારું છે, હવે બહોત ગઈને થોડી રહી.’
‘મારું ચાલે ને તો હું મૌન વ્રત પાળું, કેમ એમ બોલે છે. તે પેલું અનુપમ ખેરનું હિન્દી નાટક ન જોયું? ‘મેરા યે મતલબ નહીં થા!’ યાર આજકાલની જુવાન પ્રજા ઉછરી અમેરિકામાં ને તારી ઑસ્ટ્ર્લિયામાં ! આપણે રહ્યાં દે્શી. ગમે તેટલા વર્ષ અમેરિકામાં થયા પણ ‘જનરેશન ગેપ’ તો વચ્ચે આવવાનું.
ખેર, યાર એનું નામ તો જિંદગી છે !’
‘ચાલ વાત બદલા એકની એક વાત કરીને શું ફાયદો? હંમણાં સમય પસાર કરવા શું કરે છે?’
‘સિનિયર હૉમ્સમાં જઈને તેમને મદદ કરું છું.’
‘કેમ તું હજુ સિનિયર નથી થઈ ?’
‘એમાં કાંઇ ના પડાય, પણ ઈશ્વર કૃપાએ તબિયત સાથાપે છે’.
પાછાં મને મારા મોટાઈ યાદ આવી ગયા, રોજ રાતે દૂધે વાળુ કરતાં. ‘હવેથી એ પ્રથા ચાલુ રાખી છે.’
‘ઑસ્ટ્ર્લિયા જઈને મારે આ પ્રયોગ અજમાવવો પડશે’.
‘આજ કરે સોં અબ કર.’ શામાટે ત્યાં જઈને? અહીં આના તારા રોકાણ દરમ્યાન બે અઠવાડિયામાં ટેવ પાડી લે જે.’
‘તારી વાતમાં માલ છે.’
‘સાથે ખુલ્લી હવામાં ફરવા જઈશું, સિનિયર્સને ‘યોગ’ શીખવાડું છું .બપોરે કોઈવાર બ્રિજ રમવા કે કોઈ વાર પીંગપોંગ રમવા જઈશું. સાંજે મંદિરે જઈને આવ્યા પછી સત્સંગ કરીશું. આપણી પાસે વખત હવે સિલકમાં ઓછો છે. બને તેટલા સારા કર્મો કરવાનો પ્રયાસ કરીશું.’
આમ, વાતો કરતાં ક્યારે નિંદ્રા દેવીને ખોળે પહોંચી ગયા ખબર પણ ન પડી.
