Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

2.2  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મને તો વ્હાલું મારુ ગામડું

મને તો વ્હાલું મારુ ગામડું

2 mins
145


"ચાલ ને યાર પાછા ગામડે જઈએ", આરાધ્યા એ પોતાના પતિ અભિ ને કહ્યું, અભિ એ કહ્યું "શું દુઃખ છે તને અહીં ? મોટો બંગલો છે, નોકર ચાકર છે, રસોઈયો છે, ફરવા માટે મોંઘા મોંઘા મોલ છે. ખરીદી માટે વિશાળ બજાર છે. ધમધમતું શહેર છે. ઠેર ઠેર બાગ બગીચા છે.હોટેલો છે. દર રવિવારે આપણે બહાર ફરવા જઇએ છીએ. મોંઘા મોંઘા કપડાં લઈએ છીએ. ઘરમાં બધી સુખ સુવિધા છે. તને શા માટે ગામડે જવું છે ?"

આરાધ્યા કહે, "અહીં માનવી ખોવાયેલો મૂંઝાયેલો છે, પોતાનાથી જ દૂર મારાથી નજદીક શું આવવાનો ? અહીં પ્રેમ, હૂંફ કે સહકાર નથી, કોઈને કોઈની દરકાર નથી.

કોઈ પાસે બે ઘડી બેસી વાત કરવાનો સમય નથી. જાણે અજાણ્યા લોકોની ભીડ છે. પૈસા પાછળ આંધળી દોટ છે. ક્યાંય આરામ કે વિસામો નથી, શાંતિ નથી. મિલોના ભૂંગળા અને વાહનો ઘોંઘાટ છે. મને તો વ્હાલું મારું ગામડું, જ્યાં સવારે પંખીનો કલરવ છે. વૃક્ષોની સાથે ભાઈબંધી છે, ફૂલો સાથે મિત્રતા છે. આ સૂરજની વ્હાલી કિરણ ચુંબન કરીને વ્હાલથી જગાડે મને, આ ફૂલોનો મુલાયમ સ્પર્શ મારી ઉદાસી મીણની જેમ ઓગાળી દે છે. આ ફૂલો મને સાદ દે છે. આ વેલીઓ મને આશાનું નવું કિરણ આપે છે. આ ભોળા પંખીઓ મારા પર વિશ્વાસ કરી મારા દાણા ચણવા આવે છે. અહીં સૌ ભયમુક્ત છે. ક્યાં ધાંધલ ધમાલ નથી. ખુલ્લું આકાશ છે, ચાંદ તારાઓનો સાથ છે. હવા પણ જાણે મારી ભાગીદાર છે. આ કડવો લીમડો મીઠું સ્વાસ્થ્ય આપે, તંદુરસ્તી આપે, આ મોર નાચે આ કોયલ કુ કૂ કરી આખો બાગ ગજાવે, આ ફૂલોની ટોકરી આપે જાણે મને ખુશીઓની ટોકરી. હવા પણ ખુશનુમા છે. કુદરતનો અદ્ભુત ખજાનો છે.

મંદિરની આરતી, મસ્જિદની અજાન છે. જાણે સ્વર્ગનો ખજાનો મારે પાસ છે ! એવું બધું અહીં ક્યાં છે ? મને તો વ્હાલું મારું ગામડું, ચાલ ને અભિ આપણે ગામડે જઈએ."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational