Bhavna Bhatt

Comedy

3  

Bhavna Bhatt

Comedy

મમરાનો લાડુ

મમરાનો લાડુ

1 min
139


અનિતાબેન ઘરમાં એકલાં બેઠાં હતાં, બધાય ધાબે ચઢીને પંતગ ચગાવવાની મજા માણતાં હતાં અને માણે જ આજે ઉતરાયણ પર્વ હોય પછી પતંગ ચગાવવાની મજા આવે.

અનિતા બેને ડબ્બામાંથી ધીમે રહીને મમરાનો લાડુ કાઢ્યો અને બચકું ભર્યું પણ લાડુ થોડો કડક થઈ ગયો હતો પણ એમને નાનપણથી મમરાના લાડુ ભાવે એટલે એમણે મમરાનો લાડુ ખાધો અને પછી તો ઉપરનું આખું ચોકઠું હાલવા લાગ્યું અને ડાબી બાજુની દાઢમાં સખત દુખાવો ઉપડયો ! રાત્રે પેઈન કિલર લીધી અને કંઈ ખાઈ શકાયું નહીં ને આખી રાત જ્યાં ત્યાં કાઢી. સવારે ડોક્ટરને બતાવ્યું એટલે કહ્યું કે કોઈ કઠણ વસ્તુ ખાવાથી ઉપરનું આખું ચોકઠું હાલી ગયું છે અને એનાં લીધે દાઢમાં દુખાવો ઉપડયો છે.

હાલ તો દવા આપું છું પણ ખાવામાં પોચો ખોરાક જ લેજો.

એક મહિનો અનિતાબેન હેરાનપરેશાન થઈ ગયાં, ના સરખું ખાઈ શકાયું કે ના સૂઈ શકાયું. અંતે મમરાના લાડુ પાછળ ઉપરનું આખું ચોકઠું કઢાવી ને ડુપ્લીકેટ બનાવડાવ્યું અનિતાબેનને ઉતરાયણનાં મમરાના લાડુ યાદ રહી ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Comedy