STORYMIRROR

DIPIKA CHAVDA

Inspirational

3  

DIPIKA CHAVDA

Inspirational

મિત્ર - માન અપમાન

મિત્ર - માન અપમાન

4 mins
152

બે મિત્રોની વાત છે. બંને મિત્રો એક જ ફેક્ટરીમાં કામ કરે છે. નામ છે જય અને વિજય. એક દિવસ જયે વિજયને કહ્યું બધા પોતાના ઘરેથી ખાવાનું લઈને આવે છે તું કેમ તારા ઘરેથી ખાવાનું નથી લાવતો ? વિજયે કહ્યું મારી પત્ની આખો દિવસ ખૂબ વ્યસ્ત રહે છે. એટલી બધી કે રજાના દિવસે પણ ખાવાનું હોટલમાં જ ખાવા જાઉં છું. જયે પૂછ્યું,"તારી પત્ની એવું તે કયું કામ કરે છે કે તેને ખાવાનું બનાવવાનો સમય પણ નથી મળતો ?"વિજય બોલ્યો, "સોમવારથી શુક્રવાર સુધી તે આખો દિવસ સાસુ વહુની સિરીયલ જુએ છે. શનિ અને રવિવારે મારી ભૂલો કાઢીને ગુસ્સો કરે છે અને ઝઘડો કરે છે. આમાં એને બીજો કોઈ ટાઈમ મળતો જ નથી." જય કહે, "મારી વ્હાલી ભાભી દેખાવમાં તો એવી જરાય લાગતી નથી. છતાં પણ તેમની સાથે વાત કરીને મારે તારી આ સમસ્યાનું કંઈક નિરાકરણ તો લાવવું જ પડશે " વિજય બોલ્યો, " મેં ઘણી વખત સમજાવવાનો પ્રયત્ન કરી જોયો પણ મને નથી લાગતું કે તે સ્ત્રી ક્યારેય સુધરશે."

બીજે દિવસે જય વિજયના ઘરે ગયો અને તેની પત્નીને આ બધી વાત કરી એની પત્ની બોલી, " હું તો દરરોજ એમનો આદર કરું છું. પણ એ જ મને દરરોજ બીજાની સામે નીચે દેખાડીને અપમાન કરવામાં લાગેલા રહે છે. હવે કાલ રાત્રે અમે એક લગ્નની પાર્ટીમાં ગયા હતા. ત્યાં ભીડ વધારે હોવાને કારણે ડીશો જલદી ખતમ થઈ ગઈ. એમણે મારી વારંવાર ના પાડવા છતાં વધારે પડતું ખાવાનું પોતાના કુર્તા ના ખિસ્સામાં નાખી દીધું. ત્યારે મેં કહ્યું કે આ રીતે ખાવાનું નાખવાથી તમારો નવો કુર્તા પાયજામો ખરાબ થઈ જશે. તો એમણે બધા સગા સંબંધીઓની વચ્ચે મને શું કીધું ખબર છે ? હું જાણું છું કે શાકભાજીના ડાઘા તો તું કોઈને કોઈ રીતે સાફ કરી લઈશ પણ આટલું સુંદર ખાવાનું ફરી ક્યાંથી ખાવા મળશે ? મને તો સમજ નથી આવતું કે આટલા લોકોની વચ્ચે મારું આ રીતે અપમાન કરીને એમને શું સુખ મળે છે ?"

વિજય તરત બોલી ઊઠ્યો હવે તો આ સ્ત્રીની સાથે એક દિવસ પણ નહીં રહેવાય. જયે કહ્યું એવું તો શું થઈ ગયું કે તું એટલી ખરાબ રીતે ભડકી ગયો છે ? વિજય બોલ્યો," અત્યાર સુધી તો આ સ્ત્રી મારું અપમાન કરતી હતી પણ કાલે તો એણે મારી માતાનો પણ ખુબ અનાદર કર્યો છે." તરત જ તેની પત્ની બોલી, "મેં તમારી માતાનું કોઈ અપમાન નથી કર્યું. કાલે કરવા ચોથના પ્રસંગ ઉપર હું જ્યારે માથું ટેકવીને તેમના આશીર્વાદ લેવા ગઈ તો એમણે મને કહ્યું સદા સુહાગન રહો. એટલે મેં એમને મજાકમાં કીધું કે તમે એવું ઈચ્છો છો કે તમારો પુત્ર હંમેશા જીવીત રહે અને હું એનાથી પહેલા મરી જાઉં ? બસ આટલી જ વાતથી એમને લાગ્યું કે મે એમની માતા સાથે ખરાબ વર્તન કર્યું છે."

વિજય અને તેની પત્નીની પગ માથા વગરની વાત સાંભળીને જયને એ જ નહોતું સમજાતું કે એમને કેવી રીતે સમજાવવામાં આવે કે, જ્યારે કોઈ તમારાથી સારું કે ખરાબ કહી રહ્યું હોય તે સમયે ઉત્તેજિત થવાના બદલે થોડું ધીરજથી કામ લેવું જોઈએ. કેમ કે કોઈપણ જગ્યાએ વધી ચડીને બોલવાથી અપમાન જ મળે છે. જ્યારે ઓછું બોલવાવાળા ગુણવાન બનીને વધારે માન મેળવી લે છે. આથી જ તો કદાચ કહેવામાં આવે છે કે અપમાનને સહી લેવાનો સાચો અર્થ એ હોય છે કે અપમાન કરવાવાળાના દબાવમાં ન આવીને એને અસફળ બનાવી દઈએ. એનાથી તેઓ જેવું ઈચ્છે છે એવું તે કરી શકતા નથી. આપણે એક વાત ક્યારેય ન ભૂલવી જોઈએ કે કોઈપણ વ્યક્તિ એટલો શ્રેષ્ઠ ક્યારેય નથી હોતો જેટલો કે લોકો એની જીત ઉપર એને માન આપે છે. આની સાથે કોઈપણ વ્યક્તિ એટલો ખરાબ પણ નથી હોતો જેટલો કે લોકો એની હાર ઉપર એને અપમાનિત કરે છે.

જય મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે માન અપમાન ને સમજવા માટે જો ઊંડાણથી ચિંતન કરવામાં આવે તો, સૌથી પહેલાં સંત કબીર દાસજી ની વાત સામે આવે છે કે સમજદાર પુરુષ ક્યારેય પણ માન-અપમાનને પોતાના દિલમાં કોઈ સ્થાન નથી આપતો. જ્ઞાની લોકો તો દરેક સમયે કોઈને યોગ્ય સન્માન આપે છે. અને જે કોઈ પણ એમની પાસે કોઈ પ્રકારની આશા ઈચ્છા લઈને આવે છે તો તેનું યોગ્ય રીતે માર્ગદર્શન પણ કરે છે. સંત કબીરજી તો બધાને એ જ સમજાવે છે કે જો આ સંસારમાં સુખી રહેવા ઇચ્છો છો તો માન અપમાન બંને સ્થિતિઓમાં સમાન જ રહેવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ ઈચ્છીને પણ કોઈનું માન કે અપમાન નથી કરી શકતો. કેમકે આ બધું જ પ્રભુની મરજીથી થાય છે. જ્યારે માન-અપમાન ભાગ્યની દેણ છે , તો પછી કોઈએ પણ એના મળવા ઉપર વધારે ખુશી કે દુઃખી ન થવું જોઈએ. કબીર સાહેબ આ જ વાતને એક ઉદાહરણ ના માધ્યમ થી વધારે સારી રીતે સમજાવતા કહે છે કે ,જે પ્રકારે હાથીને જોઈને લોકો એને હાથ જોડીને પ્રણામ ફરે છે, એ જ હાથીને જોઈને ગલીના વિસ્તારમાં કૂતરાઓ ભસવા લાગે છે. પરંતુ હાથી પોતાની મસ્ત ધૂનમાં પોતાના રસ્તા પર ચાલતો રહે છે. એ ના તો હાથ જોડવા વાળાને જોઈને રોકાય છે કે ન તો ભસતા કૂતરાઓને વળીને જુએ છે.

હાથીના આ વ્યવહારથી તો એક સાધારણ મનુષ્ય પણ એ સમજી શકે છે કે જે કોઈની પૂજા થાય છે, એને ક્યાંક ને ક્યાંક થોડી ઘણી નિંદા પણ સહન કરવી પડે છે. આજે જયની વાતને આપણે પણ ખુશી ખુશી સ્વીકારવી જોઈએ કે જે કોઈ દરેક સમયે બીજાઓનું અપમાન કરવા વિશે વિચારતા રહે છે, સમાજમાં એમને ક્યારેય પણ માન નથી મળતું.

આ દુનિયા કોઈ પણ વ્યક્તિને એની સફળતાઓ માટે સન્માન નથી કરતી બલ્કે જે કોઈ સમાજ માટે કેટલાક નેક કામ કરે છે , એ તો ફક્ત એ લોકોને માન આપે છે.

" જે માન - અપમાન બંને સ્થિતિઓમાં એક જેવા અનુભવ કરે છે , દુનિયા એમને મહાત્મા કહે છે."


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational