STORYMIRROR

Kaushik Dave

Fantasy Inspirational

3  

Kaushik Dave

Fantasy Inspirational

મિત્ર હો તો આવા

મિત્ર હો તો આવા

1 min
189

'મિત્ર તેં મને છેતર્યો છે.'

'કોણે મેં ?'

'હા, હું જોઈ રહ્યો છું કે છેલ્લા કેટલાક વખતથી મને છેતરી રહ્યો છે.'

'મને નથી લાગતું કે હું તને છેતરી રહ્યો છું. મેં કદી તારો સાથ છોડી દીધો નથી. સુખ હોય કે દુઃખ તારી પડખે રહ્યો છું.'

'એજ વાત મને ખટકે છે. જો તું તારી ફરજ બજાવે છે પણ તારી હાલની સ્થિતિ વિશે કહેતો નથી.'

'મારી સ્થિતિ સારી છે. હું હેલ્થી છું.મને કોઈ શારીરિક તકલીફો નથી.'

'હું તારી હેલ્થ વિશે નહીં પણ તારી આર્થિક સ્થિતિ વિશે કહું છું.'

'મારી નબળી પળોમાં તેં મને તન, મન અને ધનથી સાથ આપ્યો હતો. હવે મારો વારો છે. હમણાં તને પાંચ હજાર આપું છું. મને તારા પડોશી પાસેથી તારી નબળી આર્થિક સ્થિતિની ખબર પડી હતી. ને હા..તારે જોઈતું અનાજ આવતી કાલે પહોંચતું થશે.' મિત્ર મિત્રની મદદ કરે જ. દર વખતે તું પુણ્ય કર્મ કરે છે. હવે મને સારું કામ કરવા મળી રહ્યું છે.

આ સાંભળીને બંને મિત્રો ભેટી પડ્યા. બંનેની આંખમાંથી આંસુ આવી ગયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Fantasy