Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

Alpesh Barot

Drama

3  

Alpesh Barot

Drama

મિસિંગ-૯

મિસિંગ-૯

3 mins
462


સિંઘના હાથમાં કંઈ એવું લાગી ગયું હતું જેનાથી જાણે હવે તે ફટાફટ આ કેસ સોલ્વ કરી લેશે, તેમણે સી.બી.આઇ ઓફિસર સાથે મુલાકાત કરી...


"સિંઘ જો, કંઈ ભૂલ થઈ તો આપણા બંનેની નોકરી દાવ પર લાગી જશે. ઉપરથી આટલા વર્ષોથી કમાયેલી ઈજ્જતના તો ધજીયા ઉડી જશે...."

"પટેલ સાહેબ પૂરતા પુરાવા નથી, પણ મને તેની ઉપર શક તો છે જ..."

"શક ના આધારે કેશ સોલ્વ ન થાય...."

" મારી તો કેસ સોલ્વ કરવાની આ જ રીત છે. તમે હુકમ આપો. જો હું ખોટો સાબિત થયો તો, તમામ પ્રકારની જવાબદારી હું મારી ઉપર ઓઢી લઈશ... અને સફળ થયા તો કેસ તમારા એકલાનો..."

પોલીસે હોટેલના સી.સી.ટી.વી ની ફુટેજો જોઈ... કાળા રંગની હુડીમાં ચેહરો છુપાવી જાનકીને કોઈ મળવા આવ્યું હતું. કેમેરો ઝૂમ કરતા, તેના હાથમાં એક ટેટૂ દેખાયું.

" આ ટેટૂ વિશે કોઈ કંઈ જાણે છે?" સિંઘે કહ્યું.

મોર પંખ દોરેલા ટેટૂ ને જોઈને, તોમરે કહ્યું,

"સાહેબે આ તો સામાન્ય છે. દરેક ના હાથમાં આવો ટેટૂ હોય છે."

"નિલ ના હાથમાં તો આવો કોઈ ટેટૂ છે નહી..."

" તો આ કોણ હોઈ શકે છે? જે જાનકીને ઉદયપુરની અંદર નિલની જાણકારની બહાર મળી રહ્યું છે." જાધવે કહ્યું.

"સંદીપ લગધીરકા છે."

"શું વાત કરો છો સાહેબ....તમને કઈ રીતે ખબર પડી કે આ સંદીપ છે?"

"સી.સી.ટીવી ફુટેજમાં ફક્તને ફક્ત તેનો હાથ જોઈ શકાય છે." પણ અલંગ પોલીસે તેની લાશનો ફોટોગ્રાફ મુક્યો હતો. તેમાં સંદીપના હાથમાં મેં સેમ ટેટુ જોયો હતો...


 ***

"પટેલ સાહેબ, મુંબઈ પોલીસ પણ સી.બી.આઈને ટક્કર આપે તેવી છે." પાટીલે કહ્યું.

"વાહ પાટિલ, શતરંજની રમતમાં સામેવાળા વ્યક્તિને ચેકમેટ આપ્યા પછી, જેટલો ઉત્સાહમાં હોય તેટલો જ ઉત્સાહ તમારા ચહેરા પર પણ જોઈ શકાય છે."

"સાહેબ, એવું જ કંઈક સમજો. મોટી માછલી જાળમાં આવી છે. રાજ, નામનો વ્યક્તિ આપણાં હાથમાં લાગ્યો છે. જે આપણને ઘાયલ રવિ મળ્યો ત્યાં પહેરો આપી રહ્યો હતો."


***

જેલના ઓરડાને અંધારું કરી દેવામાં આવ્યું હતું. આસપાસ ખાખી વરદીમાં બે ચાર પોલીસ કર્મીઓ ઉભા હતા.

પાટિલ હાથમાં દંડો લઈને તૈયાર જ બેઠો હતો.

રાજના બંને હાથને લાકડાની ખુરશીમાં બાંધેલા હતા. હજુ સુધી રાજ સાથે પોલીસ કર્મીઓનો વર્તન સહજ હતો.

"જો ભાઇ, તારી આ જે ગેંગનો આકા કોણ છે,? શું કારનામાઓ કરે છે? મરણ પામેલા રવિ સાથે શુ સંબંધ હતા? ઉદયપુરમાં ગાયબ થયેલા નિલ વિશે શું જાણે છે? તારી પાસે હવે કોઈ ઉપાય નથી. છાનો માનો બધું જ સાચે સાચું કહી દે..."

"સાહેબ, હું તો એક ટ્રક ડ્રાઇવર છું. હું જે કન્ટેનર પકડાયું હતું તેનો ડ્રાઇવર હતો. જે ગોલ્ડની તસ્કરી કરતો હતો. તે સિવાય હું કઇ નથી જાણતો..."

"તારો પગાર કોણ આપતું, ટ્રક ક્યાં લઈ જવાનો હતો?"

"સાહેબ હું ખૂબ ગરીબ માણસ છું. મને પૈસાની જરૂર હતી. એક દિવસ મને ફોન આવ્યો, કે એક ફેરો માલનો ગુજરાતથી મુંબઈના ખાનગી પોર્ટ સુધી પોહચાડવા ના પચાસ હજાર મળશે... મેં સાહેબ હા કરી દીધી તેથી વિશેષ હું કઇ એટલે કઈ જ નથી જાણતો..."

***


"શુ થયું પાટિલ?"

"સાહેબ, ક્યારની કેસેટની જેમ એકને એક વાત રટીને બેઠો છે. હું ડ્રાઇવર છું. હું કઈ જાણતો નથી..."

"પાટિલ મને ખબર છે. તમે આ કામ સફળતા પૂર્વક કરી શકશો.... વાંધો નહિ, ક્યાં સુધી સહન કરશે...."


***

"એ *** મને પકડવાની તારી હિંમત કેમ થઈ?"

"બહેન, ગાળો નહિ બોલો"

"ગાળો ન બોલું? કેમ? ક્યાં ગુનામાં મને પકડી રહ્યા છો? શું હું જાણી શકું?"

"તમે ફરિયાદ કરી હતી. ઉદયપુરમાં તમારી સાથે નિલ નામના વ્યક્તિનું કિડનેપિંગ થયું છે. અને તે જ દિવસે બીજી બે વ્યકિતનું પણ કિડનેપિંગ થયું હતું. જે બંનેના મર્ડર થયા છે. અમને એ પૂરેપૂરી ખબર છે. તે દિવસે તમે સંદીપ લગધીરકાને મળ્યા હતા" પોલીસ ઇન્સ્પેક્ટરે સહજતાથી સરળ શબ્દોમાં કહ્યું.

"હું જ મારા બોયફ્રેન્ડની કિડનેપિંગ કરાવું? કોઈ ફિલ્મ નથી ચાલતી.... અને હું આવું શા માટે કરું?"

"સોરી, પણ તમને અમારી સાથે આવું પડશે"

"શું નામ છે તમારું? જો મારા ફાધર આવ્યા ને તો તમારી ખેર નથી..."

"મેમ, સ્વયં પ્રાઈમ મિનિસ્ટર આવી જાય તો પણ અમારી ડ્યુટી કરતા અમને નહિ રોકી શકે.. તમને અમારી સાથે આવું પડશે,

બહેનના હાથમાં હથકડીઓ પહેરાવો..."

લેડી કોન્સ્ટેબલ તરફ ઈશારો કરતા બોલ્યા..


ક્રમશ:



Rate this content
Log in

More gujarati story from Alpesh Barot

Similar gujarati story from Drama