મિસિંગ - 1
મિસિંગ - 1


આસપાસ ઓઈલની ગંધ આવી રહી હતી. આખા ઓરડામાં એક જ લેંપ હતો. જે તેની માથે લડકાવ્યો હતો. આસપાસ કોઈ જાતનો સોર-સરાબો નોહતો. દર ત્રીસ મિનિટે દૂરથી અથડાઈ અથડાઈને ટ્રેનનો ભોપુનો અવાજ આવતો હતો.
લાકડાની કુરશીમાં તેના હાથ પગ બાંધવામાં આવ્યા હતા. ચેહરા પર લોહીના ડાઘા જામી ગયા હતા. ચેહરાની ચામડી ઉખડી અમુક જગ્યાએ માસના લોચા દેખાતા હતા. તે મૂર્છિત અવસ્થામાં સૂતો હતો. સખત મારથી તેનો શરીર હવે જવાબ દઈ ચુક્યો હતો.
અંધારામાં એક વ્યક્તિ બેઠેલો હતો. તેનો ચેહરો નજરે નોહતો પડતો, હવામાં હલી રહેલા લેંપના પ્રકાશમાં પડછાયો હલનચલન કરતો હતો. તે
કોઈ જોડે ફોનમાં વાત કરી રહ્યો હતો.
"હોશ મેં આયા ક્યા?"
"નહિ સા'બ...."
"મર તો નહીં ગયા ના ?"
"સાંસ તો ચલ રહી હૈ!"
"ઠીક હૈ, હોસ મેં આતે હી.."
"સમજ ગયા સા'બ.."
***
કાંકરિયા ઉપરથી ઠંડા પવનો અથડાઈને આવતા હતા. જાનકીની હવામાં ફરફરી રહેલી લટને વારંવાર નઝાકતથી પાછળ લઈને જતી હતી. જે ખૂબ આકર્ષક લાગતું હતું. વાદળોથી ભરેલા નભમાં સૂર્યનારાયણ નાદારદ હતા. કેટલાક લોકો વોક કરી રહ્યા હતા.તો મોટી ઉમરના લોકો થાકીને બેઠા હતા.
"કેટલાક ટાઈમથી તું બદલાઈ ગયો હોય એવું લાગે છે. "
"એવું કંઈ નથી. કામનો લોડ થોડો વધારે હોય છે."
"નીલ, કામ કોને નથી હોતું ! શુ બધા તારી જેમ તેની ગર્લફ્રેંડને ભૂલી જતા હશે ? તેને યાદ પણ છે. તે મને લાસ્ટ કોલ સામેથી ક્યારે કર્યો હતો ?"
"એવું કંઈ ના હોય, તું કર, હું કરું, બધું એક જ છે."
"તારા માટે આ બધું સરળ છે. નહિ?"
"જાનકી, હું ટાઈમ કાઢીને તને મળવાં આવી ગયો ને ?
"હા, આવી ગયો. અને થોડા કલાકોમાં ફુરર પણ થઈ જાઈશ...."
"ફુરર થઈ જઈશ.. પણ ફરી તને આવતા અઠવાડિયામાં ફુરર કરીને ફરવા લઈ જઈશ."
"હું જરા પણ મજાકના મૂડમાં નથી!"
"હું મજાક નથી કરતો.આ જો ટિકિટ. "
"ઉદયપુર.. ઓહ માય ગોડ.. આપણે આ મોંન્સુન ઉદયપુરમાં ઍન્જોય કરીશું ! થેન્ક યુ થેનકયું સો મચ જાનું." કહેતા જ તે ભેટી પડી.
"શુ કરે છે.આ રિવરફ્રન્ટ નથી. કાંકરિયા છે. બધા આપણી તરફ જ જોવે છે."
" ફટુ.... સાવ ફટુ..."
"ખોપચામાં આવ બતાવું, કોણ કેટલું ફટુ છે."
"ફટુ...ફટુ... ફટુ... સાવ ફટુ જ રહીશ." કહેતા જ જાનકી જોરજોરથી અટહાસ્ય કરવા લાગી. હસતાં હસતાં ક્યારે તેની આંખોમાંથી ગંગા-યમુના વહેવાનું શુરું થઈ ગયું "
"શું થયું.... કેમ રડે છે ?"
તેણે નિલને છાતીએ ચાંપી લીધો.
"આ દિવસ ક્યારે પણ ન ખૂટે, આમ જ પુરી જિંદગી તારી સાથે ગુજરી જાય. હું અહી જ તારી બાંહોમાં દમ તોડું." જાનકીએ કહ્યું.
***
પર્વતોની હારમાળામાંથી બસ નીકળી રહી હતી. ધક, ખૈર, મહુડો,નિમ, ચમેલી, પલાશના મોટા મોટા વૃક્ષોની તળેટીમાં હારમાળા દેખાતી હતી. ખેરનો વૃક્ષ પુરા રાજેસ્થાનમાં પર્વતીય વિસ્તારમાં વધુ જોવા મળે છે. ચોમાસું તેની ચરમ પર હતું. પર્વતોની આસપાસ મંડરાઈ રહેલા વાદળો દેખાવે ખૂબ આકર્ષિત લાગતા હતા. જીવનની સૌથી સુંદર પ્રવાસોમાંનો એક પ્રવાસ હતો. જ્યાં મંજિલથી પણ સુંદર આ ટ્રાવેલિંગ લાગી હતી. બનેના કાનમાં એક એક હેન્ડ્સ ફ્રી મૂકી, મધુર સંગીત સાથે વરસાદ પવનોના મોજાઓમાં મન થનગનાટ કરી રહ્યું હતું.
વાતાવરણ ખૂબ જ રમ્ય હતું. વરસાદી ઠંડા પવનો બંનેના શરીરમાં ગુદગુદિ કરી રહ્યા હતા. શબ્દો મૌન હતા.આંખની ભાષામાં નીલ જાણે જાનકી માટે ગઝલના શેર કરી રહ્યો હોય, જાનકી પણ તે જ રીતે તેની આંખોને અપલક તાકી તેના શેરનો અભિવાદન કરતી હતી.
"નીલ, ઉદયપુરને ઝરણાઓના શહેરના બદલે, પ્રેમનો શહેર કહેતા હોય તો..સીટી ઓફ લવ...."
"એવું કેમ ? "
"કારણ કે અહીં ઝરણાઓથી વધુ પ્રેમ વહેતુ હશે."
"જાનું તું તો કવિ બની ગઈ...."
"તારી આંખોમાં લય, અલંકારો, છંદ ઠૂંસી ઠૂસીને ભર્યા છે. હું કવિ જ નહી મહાકવિ બની જઈશ, તારી દરેક આદત, તારી દરેક વાત પર હું મહાકાવ્યનું સર્જન કરીશ. બસ તું આવી રીતે જ મારી સાથે રહેજે હંમેશા."
"આ મહાકાવ્ય વાળી વાત હજમ ના થઇ." કહેતા નિલ હસ્યો.
"એટલો વાયડો અને હરામી છો ને તું."
"થિંગાણાં,મસ્તીને તોડફોડ હોય છે.
આપણું પ્રેમ ક્યાં વાવાઝોડાથી ઓછું હોય છે?"
ફતેહસાગરના કિનારે રોયલ લેક વિવ હોટેલમાં બને રૂમ બુક કરાવ્યું.
જેવું સાંભળ્યું હતું. તેવું જ એક પરંપરાગત રાજસ્થાની ઠાઠ ધરાવતું રોયલ સીટી હતું. ઐતિહાસિક સીટી પેલ્સ, ફતેસાગર લેક, પિચોલા લેક, દૂધ તલાઈ અને ઘણું બધું. ઉદયપુર એટલે પ્રેમીઓ માટે જન્નત છે. જે રીતે વરસાદની ઋતુમાં મોર જંગલમાં કળાઓ કરતો દેખાય, તે જ રીતે વરસાદી ઋતુમાં પ્રેમી જોડાઓનો નો અહીં મેળો લાગે. ચારે તરફ હરિયાળા પહાડોથી ઘરેયાલો છે. તેમાં પણ વરસાદની આ ઋતુમાં જાણે અહીં ધરતીને આભ એક થઇ જાય છે.
વહેલી સવારે, કાળા વાદળો વચ્ચે આછા અજવાળું હતું. વરસાદ લયબદ્ધ રીતે ઝરમર-ઝરમર વરસી રહ્યો હતો. ગર્દન પાસે થઈ રહેલો દુઃખાવો ગઈ રાતના પ્રેમની યાદ આપવાતો હતો.
ફતેહસાગર ચાલુ વરસાદમાં વચ્ચે દેખાતી નાવ તેને ત્યાં જવા માટે ખેંચી રહી હતી. આટલું સુંદર રમણીય વરસાદી મોસમમાં બોટિંગ કરવી કોણે ન ગમે! એમાં પણ નાનકડી નાવ હોય,મોટું તળાવ હોય, આસપાસ દેખાતા મહેલ, મહેલો જેવી હોટેલ, હરિયાળા પહાડો, તેની આસપાસ મંડરાઈ રહેલા વાદળો....
"બેબી મને ત્યાં જવું છે."
કુંભકર્ણ ઉંઘમાં ખરાંટાઓ લઈ રહેલા નિલને જાનકીના શબ્દોની કોઈ અસર ન થઈ! જેથી બારી બહાર હાથ લંબાવી હાથમાં વરસાદી પાણી ભરી નિલના ચેહરા પર છંટકાર માર્યો. નિલ ક્ષણેક વાર તડફલા ખાતો, રજાઈને ખેંચી ચેહરો છુંપાવી ઉંઘી રહ્યો.
"એ.સી પણ ચાલુ જોઈએ, રજાઈ પણ ઓઢવી છે. વિચિત્ર માણસ છે. કેટલો રોમેન્ટિક મોસમ છે. મહાશય અહીં ચોમાસુ ઇન્જોય કરવા આવ્યા છે. કે ઊંઘવા, કઈ ખબર નથી પડતી."
તેણે નિલને જઈને છંછેડયો.
"ઊંઘવા દેને" કહી તેને પડખું ફેરવી દીધું.
"માલો જાનું... માલો બેબી, ઉઠને હવે....."
જાનકી નિલનો ચહેરો જોતી બાજુમાં જ સુઈ રહી. તેના ચહેરાને તેના મુલાયલ હાથોથી પંપાળી રહી હતી. તેના વાળમાં તેની આંગળીઓ ફેરવી વ્હાલ કરી રહી હતી. ગાલોને ચુંમતી, આંખો પર વ્હાલી વ્હાલી આપતી. નિલ ગાઢ નિદ્રામાં હતો. કલાકોથી તેના સાથે એકલા એકલા રમી રહી હતી. તેના સુસક હોઠો પર હોઠ ધરી ચૂમી રહી હતી. ક્યારે નિલ તેનો સાથ આપવાનો શુરું કરી દીધું ખબર જ ન રહી. નિલ જાનકીની ઉપર આવી, જંગલી વૃરૂની જેમ તેના હોઠ ચૂમી રહ્યો હતો. જાનકીએ પોતાના હથિયાર મૂકી, પોતાની જાતને નિલના હવાલે કરી દીધી. રૂમની અંદર પણ ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો!
ગુલાબબાગથી સીટી પેલેસ સુધીનો હરિયાળો રસ્તો હતો. ગુલાબ બાગની બાજુમાંથી પસાર થતા,આવી રહેલ પુષ્પોની મહેક, ઝરમર ઝરમર વરસતો મહેલુયો... આજે મન ખૂબ પ્રફુલ્લિત હતું. જરનલ, પી.પી.ટી. ફીગર લેક્ચર બધું ભૂલી, જાનકી નવા જ રંગ રૂપમાં હતી. શોર્ટમાં જાનકી કમાલ લાગતી હતી. તેનો આકર્ષિત ચેહરો, તેના શરીરની વળાંકો તેનો મધુર અવાજ, લાંબા ખુલ્લા વાળમાં તે ઝટકા લેતી, નિલને ઘાયલ કરતી હતી.
"મને ચા પીવી છે." જાનકીએ કહ્યુ.
" હોટેલમાં ચા પી લીધી હોત તો ?"
"પચાસ રૂપિયાની ચા ? આટલા બધા કઈ ખર્ચા કરાતા હશે ! અહીં ચા ની કીટલી હશે. ત્યાં જ મજા આવશે."
"ચા માટે એક કિલોમીટર ચલાવ્યો."
"એક નહિ દશ પણ ચાલવા પડશે, અહીં ફરવા આવ્યા છીએ, દરેક જગ્યા પગપાળા ફરવાથી તે જગાય વિશે બધું જાણી શકાય,બધું શાંતિથી જોઈ શકાય."
ગુલાબબાગની બહાર નાની એવી ચાની દુકાન હતી. સામે કેટલીક નાસ્તાની લારીઓ હતી. આલુ પરોઠા, મેથી પરોઠા. ત્યાં લોકોની સવાર સવારમાં ખૂબ ભીડ હતી.
"ચાલ ત્યાં મેથી પરોઠા ખાઈએ" નિલે કહ્યુ.
"ગરમાગરમ મેથી પરોઠા અને ચા. વાહ મજા આવી જશે."
"ભૈયા દો મેથી પરોઠા દેના."
"બહેનજી વો તો નહીં હૈ."
" નિલ મને મેથી પરોઠા જ ભાવે. કઈ કરને."
"હા, હું પૂછું છું. આસપાસ." કહેતા જ તેણે એક પછી એક દશ-બાર લારીઓ પર જઈ આવ્યો.
"ભૈયા જી, એક બાર ચખતો લિજીએ. યહાં તો બસ યહી ચલતા હૈ." તવા ઉપર પરોઠા કરતો એક યુવાન બોલ્યો.
રેકડીની આસપાસ કુરસીઓ ગોઠવેલી હતી. ત્યાં ખાસી ભીડ હતી.
"ઠીક હૈ ભૈયા...એક પ્લેટ લગાવ."
"હું નથી ખાવાની.પહેલાથી જ કહી દઉં છું."
"તારા માટે કઈ બીજું શોધીશુ, મને હાલ જબરદસ્ત ભૂખ લાગી છે."
"તું ભલેને ખાય, મેં ક્યાં ના કરી છે.બસ હું નહિ ખાઉં એ નક્કી છે."જાનકીએ કહ્યું.
ચોખા ઘીમાં તળેલા આલુ પરોઠા પર બટરનો એક મોટો પીસ હતો. ને ઓગળતા, પ્રવાહી બટર પરોઠાની ચારે તરફ ફેલાઈ ગયો હતો. જેમાંથી આવતી સુંગધ તેના સ્વાદ અંગે ચાડી ખાઈ રહ્યો હતો. સાથે ત્રણ ચાર જાતની દાળ મિક્ષ સબ્જી સાથે ઠંડી દહીં. શું સુંગધ? તેથી પણ અદ્ભૂત તેનો સ્વાદ.
"આહ, શુ સ્વાદ છે." નિલે કહ્યું.
"નાટક નહી કર. હું નથી ખાવાની તારા આ નાટકથી મને કંઈ જ ફરક નહિ પેડે." જાનકીએ કહ્યું.
"હું ક્યાં કહું છું. તું પરોઠા ખાય.
મેં મારી લાઈફમાં આટલા સ્વાદિષ્ટ પરોઠા ક્યારે પણ નથી ખાધા. હું ફકત પરોઠાને માણી રહ્યો છું." જોત જોતામાં જ તેને એક પરોઠા સાફ કરી ગયો.
"ભૈયા દહીં દેના જરા..."
જાનકીના શરીરમાં સરવરાટ થયો. તેણે હાથ લંબાવી, ગરમાગરમ પરોઠાને હાથમાં લઈને, પહેલા સબજીના એકદમ નવળાવી મોઢામાં મૂક્યું.
તે આંખો બંધ કરી, ઉપર જોઈ રહી હતી. ફરી તેને એક બાઈટ લીધું, તે જ રીતે આંખ બંધ કરી જાણે ફિલ કરી રહી હોય...
મોઢામાંથી ફક્ત નીકળ્યું... "અદભુત, આને કહેવાય પ્લાનીંગ વગર લાઈફ જીવવી, અપેક્ષાથી પણ વધુ મળ્યું. જો મેં તને એક કિલોમીટર ન ચલાવ્યો હોત તો આટલા ઓસમ પરોઠા મળ્યા જ ન હોત."
"એ વાત તો ખરી " કહેતા બને ખૂબ હસ્યાં.
***
રાજસ્થાન, ઉદયપુર વિશે જે સાંભળ્યું હતું. રાજા રજવાડા, રોયલ કલચરથી ભરેલા ઉદયપુર શહેરનો ભવ્ય સીટી પેલ્સ. અલગ અલગ સમય રાજવીઓ દ્વારા નિરામણ કરેલ છે. મહેલના પ્રારંભમાં વિશાળ પ્રવેશદ્વાર આવેલા છે. જે વાસ્તુશાસ્ત્ર માટે ઉત્તમ નમૂના છે. મહેલની અંદર મુબારક મહેલ, પ્રીતમ નિવાસ ચોક, દીવાને ખાસ, દીવાને આમ ચંદ્ર મહેલ, મહારાણી મહેલ, બગી ખાના, મહેલની વાસ્તુકલા, રાજાઓના પોશાક, કિંમતી મૂર્તિઓ, ચિત્રો,પૌરાણિક લિપિ, મહેલના ઉપરના કક્ષમાંથી દેખાતો ફતેહસાગર તળાવ, તેની પાછળ દેખાતા હરિયાળા પર્વતો.
"તને માજા આવીને ?" નિલે કહ્યુ.
"હા, ખૂબ જ મજા પડી, રાણીઓના કપડાઓ તો ખૂબ જ મનમોહક હતા."
"કહેતી હોય તો તારા માટે પણ તેવા જ પોષક બનાવવા આપી દઉં."
"હું શોર્ટસમાં જ બરાબર છું."
સીટી પેલેસ ફરી પછી ગંગૌરઘાટ પાસે પીચોલામાં બોટીંગમાં મજા આવી ગઈ, સંધ્યાનો સૂર્યની લાલ, આછી પીળી રોશનીમાં આસપાસની રજવાડી હોટેલ, સીટીનો ભવ્ય મહેલ ખૂબ આકર્ષક લાગતો હતો. એક સમય તો જાનકી ધડક ફિલ્મની પાર્થવી બની ગઈ, અને નિલ મધુ, બનેનું પ્રેમ અહીં વધુ ખીલી ગયું હતું. બોટ એક મોટું ચકકર મારી વચ્ચે એક નાનકડા પૌરાણિક સમય તે નાના હવા મહેલ, જે પીચોલાની એકદમ વચ્ચે હતું. તેનો ચકર મારી ગંગૌર ઘાટ તરફ બધી ગયું. સૂર્યાસ્ત થઈ ચૂક્યું હતું. સૂર્ય પોતાની કુદરતી રોશની સમેટી, હવે ચારે તરફ શહેરમાં રંગેબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું. કિનારે ઉતરી ત્યાં પગથિયાઓ પર મન બેસવા મજબૂર થઈ ગયું. સામે પ્રકાશના નાના નાના બિંદુઓમાં ચમકતું તળાવ, તેમાં તરતા દીવાઓ, વર્ણન માટે કોઈ શબ્દ નથી, આટલું પૂરતું હતું, ત્યાં જ રાજસ્થાની ફાટેલા પોશાકમાં બેઠેલો સફેદ દાઢીવાળો વૃદ્ધ આંખો બંધ કરી, લાકડાના સંગીત ઉપકરણથી મધુર રાજસ્થાની ફોક સોંગની ધૂન રેલાવી રહ્યો હતો. ત્યાં બેઠેલા દેશ-વિદેશના યાત્રીઓ આ ધૂન તરફ ખોવાઈ ગયા.
***
ચંચળ સ્વભાવની જાનકી, નિલની મસ્તી કરી રહી હતી. વરસાદ સવારથી બંધ થવાનું નામ નોહતો લઈ રહ્યો. જાનકી નિલના આલિંગનમાં વીંટળાઈ તેના હદય પાસે માથું મૂકીને સૂતી હતી. વાતાવરણ ઠંડું હતું. પણ બંનેના શરીરના ગરમ સ્પર્શથી ઠંડુ વાતાવરણ પણ ગરમ લાગતું હતું.
"આવી રીતે જ તારી બાંહોમાં સુતા સુતા મારી જિંદગી નીકળી જાય." ઓછા બોલો, શરમાળ સ્વભાવનો નિલ મોઢથી ચૂપ રહેતો.હંમેશા તેની ઉંડી આંખો જ જવાબ આપતી હતી.
"તને યાદ છે. આપણી પહેલી મુલાકાત."
"હા, તું ચાંદની સાથે આવી હતી. મને તો પહેલી નજરે જ ગમી ગઈ હતી."
"તો પછી તે કીધું કેમ નહિ મને કે તું મને ગમે છે."
"પહેલી મૂલાકાતમાં ? ના તારા નામની ખબર હતી. ના તારા સરનામાની, તું કોણ છે. શુ છે. કઈ જ ખબર નોહતી."
જાનકી હસી.
"તે કવિતાઓ લખવાનું કેમ બંધ કર્યું ? આપણા બંનેના મળવાનું કારણ પણ તારી કવિતાઓ જ હતી. હું તારી કવિતો તારા શબ્દોથી જ પ્રભાવિત થઈ હતી."
"હોઈ શકે, મારા જીવનમાં કવિતા, શબ્દો તારા આવ્યા સુધી જ સાથ હશે !"
"મને કોઈ કવિતા સંભળાવને."
"થાકી ગયો છુ."
"હંમેશા આવું જ કરે છે."
રાત પડખો ફરીને સુઈ ગઈ.વાદળો ભરાયેલા નભમાં મોટા મોટા ગાજણનો અવાજ શાંતિનો ભંગ કરતો હતો. વીજળીના કડાકા સાથે જ અંધારો ઓરડો ચમકી ઉઠતો હતો. બંને પ્રેમી જોડલાઓ મીઠી ઉંઘમાં સરી ગયા.
ક્રમશ...