Vaidehi PARMAR

Inspirational

4.0  

Vaidehi PARMAR

Inspirational

મિલ્કબેંક...

મિલ્કબેંક...

2 mins
7.7K


શહેરના એ રોડની કાંઠે એક વિશાળ મિલ્કબેંક નું ઉદ્દઘાટન હતું.મોટા મોટા ડોક્ટરો ને મહાનુભવો ત્યાં ઉપસ્થિત હતા.

 મોટા મોટા ફોઉન્ડેશન ના માલિકો ત્યાં હાજર હતા. શહેરના અગ્રણી ને જાણીતા ડોક્ટર જલ મિસ્ત્રી ત્યાં હાજર હતા. તેના કારણેજ આવું સુંદર કાર્યનું આયોજન થયેલું હતું.માટે તેના હસ્તેજ મિલ્કબેંકનું ઉદ્દઘાટન રાખવામાં આવ્યું હતું. સમારંભ ચાલુ થઈ ગયું હતું. તે જ્યારે મંચ પર આવ્યા ત્યારે તેની સાથે એક વૃદ્ધ માડી હતા..બધાજ લોકો સ્તબ્ધ થઈ ગયા. સહુ વિચારવા લાગ્યા.ક્યાં આ ડોક્ટર જલ મિસ્ત્રી અને ક્યાં આ વૃદ્ધ ડોશી. ડો.સાહેબને તો માં બાપ કે પરિવાર નથી તે તો અનાથ છે.જે સંસ્થા માં રહ્યા ત્યાં ભણ્યા ને ત્યાંજ ડો. ની ડિગ્રી પ્રાપ્ત કરી. તો પછી આ ડોશી કોણ તેની સાથે છે?.તે પણ આવા મોટા ડોક્ટર સાથે.?અને ડોક્ટર સાહેબે પણ તેને કેટલા પ્રેમથી હાથ પકડી તેની કાળજી રાખી તેને તેની સાથે લાવ્યા છે.બધાજ વિચારોમાં ડૂબેલા હતા.!

 છતાં પણ તે માડી ના હાથેજ ડોક્ટરે મિલ્કબેંક નું ઉદ્દઘાટન કરાવ્યું.વળી પાછા કાર્યક્રમ પત્યા પછી તે માડી ને પ્રેમથી ગાડી પાસે લઈ ગયા અને તેને ગાડીમાં બેસાડ્યા. ખુબજ ધ્યાન થી.ખુબજ કાળજીપૂર્વક ને વ્હાલ થી.

 ફરી પાછા ડો.જલ કાર્યક્રમમાં મહેમાનો સાથે હાજર થઈ ગયા. તેવામાં એકાએક અવાજ આવ્યો. " કેમ છે સાહેબ..? આ મિલ્કબેંક નું આયોજન કરીને તમે ખુબજ સરસ કાર્ય કર્યું.! પણ તમારી સાથે તે માડી કોણ હતા?' અમે જાણીએ છીએ ત્યાં સુધી તો તમે અનાથ છો.?

ત્યારે હસતા હસતા ડો.જલ બોલ્યા: "ના તો હું અનાથ છું. ના તો તે માડી સંતાન વગરના છે. મારો જન્મ થયો ત્યારે દવાખાને મારી મા મૃત્યુ પામી હતી.અને મારે પણ જન્મતા વખતે શરીરની નબળાઈ ના લીધે માં નું દૂધ બહુજ જરૂરી હતું.ત્યારે બાજુના ખાટલા પર એક સ્ત્રીએ દીકરાને જન્મ આપ્યો હતો.જે જન્મના એક કલાક પછી મૃત્યુ પામ્યો હતો.ત્યારે તે સ્ત્રીએ મને એમ કહીને તેની છાતી એ ચાંપી દીધો હતો કે, 'મારો દીકરો ભલે મૃત્યુ પામ્યો.પણ છતાં ધાવણે હું આ બાળકને કેમ ભૂખ્યો રાખી શકું.?મારે આ દૂધ પાઈને હું આ બાળકની ભૂખ સંતોષીશ એટલે મારુ ધાવણ એળે નહિ જાય. અને એમ કરીને તે સ્ત્રીએ મને ઘણા સમય સુધી તેનું દૂધ પાયું ને હું જીવતો રહી ગયો.અને તે સ્ત્રી બીજા કોઈ નહિ પણ મારી સાથે આવ્યા હતા તે માડી હતા.

  બધાજ તાળીઓ પાડવા લાગ્યા..

લે.વૈશાલી. એલ.પરમાર


Rate this content
Log in

Similar gujarati story from Inspirational