Chintal Joshi

Romance Inspirational

3  

Chintal Joshi

Romance Inspirational

મેઘાસીમ

મેઘાસીમ

14 mins
7.6K


અષાઢી વાદળાં વરસી ને નીતરી ગયેલા, પણ વાતાવરણ હજૂ વરસાદી હતું, સૂર્ય નારાયણ આકાશમાં વાદળની ચાદર ઓઢી બેઠલા તેથી માહોલ વરસાદી જ હતો, ચારે તરફ લીલોતરી છવાય ગઈ હતી, વરસાદ અટકી જતા પક્ષીઓ નો કલરવ ફરી સંભળાય રહ્યો હતો, ખિસકોલી ઓ ઝાડની ડાળે રમી રહી હતી, ને ઝાડના પાંદડેથી ટપકતું પાણી સુંદર સંગીત ઉપજાવતું હતું, આ પ્રકૃતિ વૈભવ વચ્ચે હું બસ સ્ટેન્ડ પર ઉભી હતી મારા ગામ તરફ જતી બસની રાહ જોઈ ને.

આવા ખુશનુમા વાતાવરણમાં મને સહજ જ આઇસ ક્રીમ ખાવાની ઈચ્છા થઈ આવી ને એ પ્રબળ ઈચ્છાને લીધે હું આમતેમ નજર ઘુમાવીને આઈસ્ક્રીમ સ્ટોલ ગોતી રહી હતી, બસ સ્ટેન્ડ છોડીને દૂર આઈસક્રીમસ્ટોલ શોધવા જવું યોગ્ય ન લાગતા ત્યાંજ ઉભી રહી, ત્યાં મારી નજર સામેના બગીચામાં આવેલ આઈસ્ક્રીમ સ્ટોલ પર પડી હું ઝડપથી એ તરફ ગઈ બગીચામાં પ્રવેશીને સ્ટોલ સુધી પહોંચી, ને મેં મારા માટે બે લાર્જ ચોકોબાર મંગાવી, એ ચોકબાર આપે ત્યાં સુધી મેં બગીચામાં નજર ઘુમાવી, ચારે તરફ લીલોતરી હતી, સુંદર ફૂલો ને વેલથી બગીચો શોભતો હતો નાના મોટા વૃક્ષો, હીંચકા ને લપશિયા હતા, થોડા થોડા અંતરે બેન્ચ ની ગોઠવણ હતી, દૂર એક બેન્ચ પર એક યુગલ બેઠું હતું એમના સિવાય બગીચામાં બીજું કોઈ દેખાતું ન્હોતું, હું એમને જોયા રહી હતી ત્યાં મારી ચોકબાર આવી ગઈ એટલે મેં પૈસા ચૂકવ્યા.

     ફરી મારી નજર એ યુગલ પર સ્થિર થઈ ગઈ, આસ પાસ કોઈ નહોતું છતાંય એક સામાન્ય અંતર જાળવી ને એ બંને બેઠા હતા છોકરા એ પોતાનો હાથ છોકરીના ખભે ટેકવેલો હતો પણ તેમાં એમની આછકલાય નહોતી દિશતી, છોકરી સુંદર કહી શકાય એવી ને સીધી સાદી લાગતી હતી, સાદા પંજાબી ડ્રેસ, ને લાંબા કાળા વાળ ને જીણી કાળી આંખોથી એ શોભતિ હતી. બન્નેના મોઢા પર અસામાન્ય ભાવ હતા, એ ભાવને ઉકેલવાનો પ્રયાસ કરતી હું ત્યાં ઉભી ઉભી મારી બન્ને ચોકબાર આરોગી ગઈ, એ વાતનો મને ખ્યાલ ન રહ્યો, મેં ડસ્ટબિનમાં રેપરને સ્ટીક પધરાવ્યાને એમની તરફ એક નજર ફરી જોય લીધું , એ બન્ને શબ્દહીન, મૌન, એકબીજાને જોઈને બેઠા હતા, મને રસ પડ્યો એમનામાં પણ મારી બસની યાદ આવતા હું ઝડપથી બગીચાની બાર નીકળી ગઈ, હું ફરી બસસ્ટેન્ડમાં પહોંચી ને સામે રહેલ બગીચાની જાળીમાંથી એ બન્નેને તાકી રહી.

એ લોકો હવે કઈક બોલી રહ્યા હતા એમના શબ્દો તો નહોતા સંભળાતા પણ એમના ચહેરા ના ભાવ જરૂર દેખાતા હતા જે ખૂબ અલગ હતા, હું એ ભાવ ને ઉકેલવા મથી રહી હતી, મારુ મન એમનામાં બરોબર પોરવાઈ ગયું એ કોણ હશે ? એમની વચ્ચે શુ સબંધ હશે ? એ જાણવાની જાણે તલબ ઉઠી પણ મેં જાતને રોકી લીધી ને ફક્ત એમને તાકી રહી, થોડી વારમાં છોકરો ઉઠ્યો ને છોકરી એ ઝટકા સાથે એનો હાથ પકડી લીધો ને પુરા જોરથી પકડી રાખેલ એ હાથને એ કેટલી આતુરતાથી રોકી રહી હતી એ એના મોઢાના ભાવથી વર્તાતું હતું, છોકરો પણ નિસહાય ભાવે એ હાથ છોડવાનો પ્રયત્ન કર્યા વગર એક તાણના ભાર હેઠળ ત્યાં ઉભો હતો, હું એમને જોવામાં વ્યસ્ત હતી ત્યાં બસનું હોર્ન સંભળાયું ને હું ધ્યાનભગ્ન થઈ, એ મારી જ બસ હતી, તેથી હું ઝડપથી મારા સામાન સાથે એમા ચડી ગઈ ને એક ખાલી સીટ પર ગોઠવાઈ ગઈ, બસ હજુ ઉભી હતી મુસાફરો ચડી રહ્યા હતા ને હું બારીની બાર બગીચાને વીંધીને પેલા દ્રશ્યમાં ફરી પોરવાઈ, એ છોકરો હવે ઉતાવળ દાખવતો હતો ને છોકરી હજુ એનો હાથ જાલી ઉભી હતી.

છોકરા એ બીજા હાથને હલાવી એને બાય કહ્યું ને છોકરી એ એ હાથ પણ પોતાના હાથમાં લઇ જોરથી દબાવ્યો બન્નેની આંખ ભીની થઇ ગઇ હોય એવું દૂરથી પણ વર્તાતું હતું બન્ને સાથે બગીચાની બાર આવ્યા છોકરો રસ્તો પાર કરી બસ બાજુ આવ્યો ને છોકરી એને જોય રહી, થોડી વાર પછી છોકરી એની સ્ફુટી સ્ટાર્ટ કરી ચાલી ગઈ ને છોકરો ક્યાં ગયો એ બસની બારીમાંથી હું જોઈ ના શકી. હું રસ્તાની ચહેલ પહેલ જોવા લાગી ત્યાં મારી બાજુની સીટ પર કોઈ બેઠું એવું લાગતા મેં એ તરફ જોયું.

ને મારા આશ્ચર્ય વચ્ચે પેલો બગીચા વાળો છોકરો મારી બાજુની સીટ પર બેઠેલ હતો, મેં એની સામે જોય હળવું સ્મિત આપ્યું ને ફરી બારી બારનું દ્રશ્ય જોઈ રહી પણ મારું મન ત્યાં ચોટયું નહિ. એટલામાં બસ ઉપડી બસ શહેરના ટ્રાફિકમાં મધ્યમ ગતિએ પસાર થતી જઈ એની ગતિમાં વધારો થયો, ગતિ વધતા બારીમાંથી ઠંડો પવન પુરજોશથી બસમાં ઘસી આવતો હતો, પેલો છોકરો બગીચામાં ઘણીવારથી બેસી રહ્યો હશે જેથી પલળી ગયેલો ને એટલે અત્યારે આ પવન એની કાયાને ધ્રુજાવી રહ્યો હતો. મેં એ જોયું એટલે બારીનો કાચ બન્ધ કર્યો ને એને મારી પાસે રહેલ નેપકીન આપતા કહ્યું આનાથી તમારા વાળ કોરા કરીલો શરદી થઈ જશે નહિતર, એ થોડો શરમાયો પણ પછી સંકોચ સાથે નેપકીન લઈ વાળ ને મોઢું લૂછી મારો આભાર વ્યક્ત કરી બોલ્યો અચાનક વરસાદ પડયો ને હું પલળી ગયો વળી હું અહી થોડા કલ્લાક માટે આવેલો જેથી કોઈ સમાન નથી લાવ્યો સાથે .

મને મન થઇ આવ્યું પૂછવાનું એ છોકરી વિશે પણ હું બસ માત્ર થોડું મલકીને બેસી રહી, એ હજુ ધ્રૂજતો હતો, ખબર નહિ પણ મને એની આ હાલત પર ખૂબ દયા આવી રહી હતી એના ચહેરા પર એક ગજબનું નૂર હતું એ સાચો, ને સાફ હૃદયનો જણાતો હતો, મેં એને મારી શાલ કાઢીને આપી લો ઓઢી લો તમને ઠંડી લાગી રહી છે. એને ના કહી પણ મારા અતિ આગ્રહને કારણે એને લઈ લીધીને ઓઢીને ફરી મારો આભાર માન્યો.

હું હવે મારી જાતને વધુ ના રોકી શકી એટલે મેં પુછી જ લીધું કે એ છોકરીને મળવા જ અહીં આ શહેરમાં આવ્યા હતા ને ? એ જરા ગભરાયો પણ મારી સ્વસ્થતા જોઈને બોલ્યો હા એ મારી ગર્લફ્રેંડ છે ને અમે એકબીજાને મળી શકીએ એ માટે હું રાજકોટથી અહીં આવ્યો છું. મને આશ્ચર્ય થયું કે આવા મૌસમમાં આ રીતે કોઈ ફક્ત ગર્લફ્રેંડને મળવા આવે ! મેં રસ દાખવ્યો ને કહ્યું માત્ર મળવા માટે ! અહીં સુધી! વાહ સારુ કહેવાય. મારી વાત સાંભળતા એ થોડો ઢીલો પડી ગયો ને બોલ્યો હા! કદાચ આ પેહેલી ને છેલ્લી વાર, સાંભળતાજ હું બોલી એટલે ? એ થોડો વિચારમાં સરકી ગયો થોડી વાર પછી એને જે વિગતો કહી એ ખરેખર અદભુત હતી.

એ બોલ્યો એ છોકરી એક હિન્દૂ પરિવારની સ્કોલર એલ.એલ.બી.

સ્નાતક યુવતી છે, એ પરણેલી છે ને એ એક સંતાનની માતા છે, મેં આજ પ્રથમ વખત એને રૂબરૂ જોઈ છે, એનું નામ મેઘા છે ને એ મારી ફેસબુક ફ્રેન્ડ છે, મારી પોસ્ટને લાઈક કરતા કરતા ક્યારે એ મને લાઈક કરવા લાગી એ એને ખ્યાલ ન રહ્યો એનું લગ્ન જીવન ભંગાણના આરે છે મને મળ્યા પહેલાજ એ તેના પતિથી અલગ થઈ ગઈ હતી, હું એક મુસ્લિમ યુવક છું, સામાન્ય મધ્યમવર્ગનો ઉદ્યમી કહી શકાય એવો પ્રાઇવેટ જોબ વાળો, છતાં આ છોકરીનો પ્રેમ પ્રસ્તાવ આવતા હું પણ એના તરફ આકર્ષાયો, પહેલા મને એનું પરણીત હોવુંને સંતાન ની માતા હોવું ખટકતુ હતું પણ સતત ચેટિંગના માધ્યમથી મેં જાણ્યું કે એ એના લગ્નજીવનથી ખુશ નથી, હવે હું મારી જાતને રોક્યા વગર બોલી, "આ સબંધ માત્ર આકર્ષણ છે, તમે એનું જીવન બરબાદ કરી રહ્યા છો," એ બોલ્યો, "હા હું એજ સમજાવા અહીં આવ્યો હતો, ને એટલેજ કદાચ આજ અમારી આ પહેલી ને છેલ્લી મુલાકાત હતી."

એટલું બોલતા એ ગળગળો થઈ ગયો ને વિચારોમાં ખોવાઈ ગયો, એના ચહેરાના ભાવ અત્યંત ભાવાતુર હતા, હું હચમચી ગઈ, ત્યાં એ કશુંક ધીરેથી બોલ્યો કઈક આવું.

ઝાપટુ આવ્યુ 

અચાનક યાદનુ,

ઠેઠ અંદર સુધી 

પલળી ગયો હું

વાદળની બુંદોએ તો 

માટીને મહેકતી કરી દીધી, 

પણ દિલની યાદોએ તો 

પાં૫ણોને વહેતી કરી દીધી..

પુછશે ઘરે કે 

કેમ પલળ્યા હતા? 

કહીશુ, 

રસ્તામાં 

ભાઇબંધ મળ્યાં હતા. 

સંબંધોનું અંદાજપત્ર 

કંઇક અલગ હોય છે, 

માંગણીઓ કરપાત્ર, 

ને લાગણીઓ કરમુક્ત..

હુ ક્યાં ‘સંબંધો’ માં ગરીબ છુ ,

તારી

‘લાગણી’ઓથી જ સમૃધ્ધ છુ......!'

મેં સાંભળ્યું મને ગમ્યું મેં એ શબ્દો વખાણયા, એ બોલ્યો "આ શબ્દો , આ કવિતા, આ ગઝલો એ જ તો લૂંટયો છે નહિતર ખુશ હતો હું મારી શબ્દ સમૃધ્ધિ માં, હું આખો અંદરથી ખળભળી ગયો છું એના આવવાથી" એ ફરી ગળગળો થઈ ગયો, એની આંખના ખૂણા પર આંશુ ઘસી આવ્યા, હું એને અપલક જોઈ રહી મને સમજાતું હતું કે આ પ્રેમ છે એનો એ છોકરી પ્રત્યે ને એક એવો પ્રેમ કે જેને તમે ઉંચા પર્વતના શીખરેથી ધસમસતા પ્રવાહ સાથે જમીન પર પડતા ધોધ સાથે સરખાવી શકો કે જે આગળ જતાં ખળ ખળ વહેતુ ઝરણુંને પછી શાંત સરિતા જેવું નિર્મળને એથી આગળ વધીને હવે અફાટ ઘૂઘવતો દરિયો બની એના મનને ઘૂઘવી રહ્યો છે. મને તેના પ્રત્યે સહાનુભૂતિ થઈ આવી, મેં તેને પૂછ્યું, "શુ ? એ છોકરી પણ તમને આટલો પ્રેમ કરે છે ?" 

એ વિસ્મિત નજરે મારી સામે જોઈ રહ્યો, મેં કહ્યું તમને ઠીક લાગે તોજ જણાવજો એ હસ્યો ને બોલ્યો, "બહેન એ છોકરી એ મને પહેલા પ્રેમ પ્રસ્તાવ આપેલો, કોઈ છોકરી તેના પ્રેમનો એકરાર પહેલા ક્યારેય નો કરે એ તો તમે જાણતાજ હશો ! હું મુસ્લિમ છુ, સામાન્ય દેખાવનો મદયમ વર્ગનો છતાં એ મને ચાહે છે , કદાચ એટલેજ આજ એના દોઢવર્ષના બાળક ને ઘરે મૂકી આ વરસાદમાં પણ મને મળવા અહીં આવી હતી.'

મને હવે બવ રસ પડ્યો એમની લવસ્ટોરીમાં, મેં પૂછ્યું, 'તો એ ડિવોરસી છે ?' પેલા એ કહ્યું, "ના, પણ હાલ રિસમણે છે, એના માતાપિતાના ઘરે." મેં કહ્યું, "તોય એ તેમને ચાહે છે ?" એ બોલ્યો, "હા હું પણ એજ કહેતો હતો એને પણ એ બોલી હું એને તલાક આપી તારી સાથે પરણીસ, પણ હું એટલો હિંમતી નથી હું મારા ઘરમાં શુ કહું કે હું એક હિન્દૂ છોકરી કે જે પરણીત છે ને એક સંતાનની મા. છે એને પરણવા માંગુ છું કહો કઈ રીતે કહું હું એ મારા માતાપિતાને ! હું કુંવારો છું તમે સમજી શકો કે કેટલા સપના હશે મારા વિવાહને લઈ એમના.

એક નિઃશ્વાસ નાંખી એ બેસી રહ્યો, મેં એની સામે જોયું, ને પૂછ્યું, "તો તમે ફેસબૂક ફ્રેન્ડ છો ને ? મને તમારી ફેસબુક ફ્રેન્ડ બનાવશો ? એ હસ્યો ને બોલ્યો "હા જરૂર." મેં તેનું નામ પૂછ્યું એ બોલ્યો, "મારુ નામ અસીમ છે. અસીમ એસ કાદરી મારુ પૂરું નામ છે ને ફેસબુકમાં શોધવો હોય તો, ”અસીમ એ બહાર“ પર સર્ચ કરજો હું હાજર હોઈશ". હું હસી ને એ પણ હસ્યો, એના હાસ્ય માં કેટલી સાદગી હતી, આજના યુવાનો જેવી ફેશન કે ખોટી આછકલાય નહોતી છતાં સુંદર ને આકર્ષક હતો, ને સાદો પણ.મેં મારો ફોન કાઢ્યો ને સર્ચ કર્યું ફેસબુક પર “અસીમ એ બહાર“ પર ને ખરેખર હાજર હતો એ ત્યાં મેં રિકવેસ્ટ સેન્ડ કરી ને એણે તરત એક્સેપટ કરી, અમે સૂચક હસ્યાં સામસામે બેસીને રિકવેસ્ટ સેન્ડ એક્સેપટ કરી એટલે ! થોડીવાર મેં એની પ્રોફાઈલ જોવામાં કાઢી, ખરેખર કોઈને પણ પ્રેમ થઈ જાય તેવી પોસ્ટનો વરસાદ હતો, શબ્દોની વણઝાર, ગઝલોની ચાસણી, કવિતાની કુમાશ ને દિલખુશ વાર્તાઓનો ખજાનો એટલે એની પોસ્ટ. મેં કહ્યું. "વાહ ખૂબ સરસ લખો છો , ખરેખર !" એ જવાબમાં ખાલી હમ્મ બોલ્યો, પોતાના વખાણ સાંભળી ખાસ વિચલિત ન થયો એ પણ એનો ગુણ કહી શકાય.

મને આશ્ચર્ય થયું કે એક યુવાન છોકરો આટલું વિચારોનું વૈવિધ્ય ધરાવે છે, બસ એક સારી હોટલમાં ઉભી રહી અમે સાથે ચા-નાસ્તો કર્યા ને ફરી બસમાં ગોઠવાયા, બસ ફરી ચાલી ને ઝડપી ગતિ સાથે રસ્તો ચીરતી જવા લાગી, થોડી વાર ફરી અમેં મૌન રહ્યા, ને એણે મને મારા વિશે ફક્ત એકજ પ્રશ્ન કર્યો, "તમે રાજકોટ માં રહો છો ?" ને મેં હકાર માં માથું હલાવ્યું એ ફરી મૌન થઈ ગયો, મને એમ કે એ કહેશે કે મળસુ ક્યારેક કોઈ જગ્યા એ પણ એ કશું બોલ્યો નહિ, બસ ને મારા વિચાર એક મક્કમ ગતિથી ચાલી રહ્યા હતા. થોડી વારમાં બસ રાજકોટના એન્ટર ગેટ પાસે પહોંચી, મેં એ છોકરાને કહ્યું, "કોઈ પણ કામ હોય તો કહેજો મને તમારી પ્રેમ કથા નો કોઈ વિરોધ નથી હવે, મારા પતિ એક વકીલ છે એ છોકરીના તલાક બાબતે તમારે કોઈ…" હું બોલું એ પહેલાં એ બોલ્યો, "હું કદાચ હવે મારા સ્વપ્ન ને વિચારો સિવાય એને ક્યારેય મળીશ નહિ એટલે…" ને એણે વાકય અધૂરું મૂકી દીધું.

બન્ને તરફ મૌન વચ્ચે બસ શહેરમાં દાખલ થઈ ને અમે એકબીજાને બાય કહ્યું. બસ સ્ટેન્ડ આવ્યું ને બસ ઉભી રહી હું ને એ બન્ને બસ માંથી ઉતર્યા, કોઈ પણ સંવાદ વગર અમે એકબીજા થી છુટા પડી ગયા. પણ અમારી મિત્રતાનો આ અંત નહિ શરૂઆત હતી, રોજ હું ફેસબુકમાં એની પોસ્ટને લાઈક કરતી, કમેન્ટ કરતી ને એ પોસ્ટમાં પેલી છોકરી પ્રત્યેનો એનો પ્રેમ નીતરતો જોઈ એના પર આફરીન થતી, એની પોસ્ટમાં ક્યારેય લાઈક કે કમેન્ટ કરનારાના નામમાં મેઘાનું નામ નહોતું દેખાતું છતાં એ અવિરત પ્રેમ સભર પોસ્ટ મુકતો, જાણે એ પોતાની નજર વડે જ વાંચીને પોતાની વાત મેઘા સુધી પહોંચાડતો હોય એવો મક્કમ ઈરાદો લઈ એ સુંદર પોસ્ટ મુકતો. મારી અત્યાર સુધીની લાઈફમાં આવો પ્રેમ મેં પહેલી વાર જોયો હતો. ક્યારેક એ પોતાના પ્રોફાઈલ પિકમાં રાધે-શ્યામ તો ક્યારેક મહાદેવજી ને મુકતો, ને ક્યારેક સુવિચારો, એકંદરે ખૂબ સારું વર્તન બસ બીજું કંઈ નહીં !

એક દિવસ જય શ્રી કૃષ્ણ, ના મેસેજ સાથે એણે મૅસેન્જર દ્વારા મારો સંપર્ક કર્યો, ને પોતાની વાત રજૂ કરી, "બહેન એ છોકરીના ઘરે અમારી વાત ખબર પડી ગઈ , એ લોકો એ એને નજરકેદ રાખી છે ને એને પાગલ જાહેર કરી છે, એની આવી દયનિય પરિસ્થિતિનો હું જવાબદાર છુ, હું શું કરું ? શુ હું એને પરણી જાવ ? પણ હું એનાં સંતાનને કઈ રીતે અપનાવું ?" મેં એને જવાબમાં કહ્યું, "તમે જો એને પરણવા માંગતા હોય તો એને એના સંતાન સાથે એને અપનાવો કારણ કોઈ પણ સ્ત્રી પોતાના સંતાન વગર ક્યારેય ખુશ ના રહી શકે." જવાબમાં એણે કન્ફ્યુઝનું ઇમોજી મૂક્યું બસ. હું ક્યારેક ક્યારેક એને મેસેજ કરતી હાય, હેલોના ને એ યોગ્ય ઉત્તર આપતો બસ આમ સમય સરતો હતો આમ બે-ત્રણ મહિના પસાર થઈ ગયા. ને એક દિવસ એ છોકરા એ ફરી મારો સંપર્ક કર્યો ને કહ્યું, "બહેન મેં ઘણી માથાકૂટ કરી ને અંતે મારા ઘરના સભ્યો ને મનાવ્યાં છે, મારા ને મેઘાના સબંધ વિશે. એ લોકો મારી ખુશી માટે માની ગયા છે. પણ મેઘા ખરી સંઘર્ષ કરી રહી છે, એ લોકો એ એને કેટલાય મહિનાઓથી ઘરમાં બંધ રાખી છે , એને એના છોકરથી દુર કરી છે, રોજ એ માર ખાય છે, રોજ રડે છે , ને એટલું રડે છે કે બેભાન બની જાય છે એની એક સહેલી એ મને આ વાત પહોંચાડી છે. મને હવે મારી જાત પર ગુસ્સો આવે છે, આખરે કેમ આવ્યો હું એની દુનિયામાં ? મેં એની જિંદગી નર્ક કરી મૂકી છે."    

    

મને સમજાયું નહીં હું એના મેસેજનો શો ઉત્તર વાળું પણ મેં એટલું જરૂર પૂછ્યું કે કોઈ કાનૂની મદદ જોઈતી હોય તો હું આ વિશે મારા પતિને વાત કરું, એણે મને એમ કરવાની ના કહી, મેં સમજાવ્યો એને કે કોઈ છોકરી જો ઉંમર લાયક હોય તો એ એની મરજીથી એના પરિવારની વિરૂઘ્ધ જઈ પરણી શકે, તમે કાયદાની મદદ લો હવે એ માની ગયો. મેં એને કહ્યું, "તું એકવાર રૂબરૂ આવી મારા પતિને મળી ને સલાહ લઇ લે." એ માની ગયો.મેં મારા પતિને વાત કરી ને એ છોકરાની વિગતો જણાવી પહેલા તો મારા પતિએ એને મળવાની ને મદદ કરવાની ના કહી પણ મારી ખૂબ સમજાવટ પછી એ માની ગયા. કોઈની પ્રેમ કહાનીને પુરી કરવામાં મારો આ એક સહયોગ હતો ને એ સંઘર્ષ વાળો હતો એ વિચારી મને એક્સાઇટમેન્ટ થઈ રહ્યું હતું, એક દિવસ અસીમ આવ્યો મારા ઘરેઆવ્યો ને મારા પતિ ને એણે બધી વાત કરી. મારા પતિએ સલાહ આપી કે એ છોકરી જો કોઈ લીગલ એક્શન લે તો આ વાત શક્ય છે. તું એનો કોન્ટેક્ટ કરી એને સમજાવ કે એ એક લીગલ ફરિયાદ કરે એના સાસરિયા ને પિયરીયા ઉપર પછી આગળની કાર્યવાહી થઈ શકે. એ છોકરા એ કહ્યું સારું ને એણે વિદાય લીધી, થોડા દિવસ સુધી એના કોઈ સમાચાર નહોતા પણ એક દિવસ સવારે એનો મેસેજ આવ્યો કે એ રૂબરૂ એ છોકરીના ઘરે ગયો હતો એના માતા પિતાને મળ્યો હતો, એ લોકો એ એને ધમકાવ્યો ને માર્યો પણ ખરો પણ સતત ત્રણ દિવસ સુધીની સમજાવટના અંતે એ લોકો માન્યા છે જો મેઘાનો પતિ એને તલાક આપશે તો એ લોકો મેઘાના લગ્ન મારી સાથે કરાવશે એ સાથે એણે મેઘાનો એક ફોટો મોકલ્યોને નીચે લખ્યું હતું 'દીદી જુઓ મારી મેઘાની કેવી હાલત કરી દીધી છે એ લોકો એ ! ક્યાં હક થી એ લોકો એને મેઘના માવતર ગણાવતાં હશે , ઘરના કૂતરા સાથે પણ કોઈ આટલું અમાનવીય વર્તન ના કરી શકે.' મેં ફોટો જોયો એમા મેઘાનો ચહેરો અસંખ્ય ઘાવથી ખરડાયેલ હતો, આંખો રોઈ રોઈને સાવ સુકાય ગઈ હતી , ભૂખ્યા રહી ને એની કાયા કરમાય ગઈ હતી. નિસ્તેજ શરીર સૂકા લાકડા જેવું હતું. મારા રુવાડા ઉભા થઇ ગયા. ને મારી આંખ સામે વસીમનાશબ્દોઘૂંટાય રહ્યા હતા…. મારી મેઘા... મારી મેઘા… એક કાષ્ટ બની ગયેલ છોકરી ને હજુ એ એટલીજ ચાહે છે ! ફરી એની ચાહત પર ગર્વ થઈ આવ્યો . મેં મારા પતિને એ ફોટો દેખાડ્યો ને બધી વાત કરીને એ છોકરીને તલાક અપાવવા માટેની કાનૂની કાર્યવાહી કરવા કહ્યું. બીજા દિવસે અમે અસીમને લઈ કોર્ટમાં ગયા . જરૂરી કાગળો તૈયાર કરી અમે પણ એની સાથે એ છોકરીને ઘરે ગયા, આ વખતે મેં અસીમની મોટી બેન તરીકે એ છોકરીના ઘરના પાસે રીતસર વસીમ માટે એ છોકરીની માંગણી કરી. પુરી નિષ્ઠા સાથે એમને સમજાવ્યા, ને એક કેસ મેઘના સાસરિયા પર કરવા મનાવ્યાં જે હાલત એ લોકો એ મેઘાની કરી હતી એનેજ શસ્ત્ર બનાવી મજબૂત કેસ બનાવ્યો ને એક લેખિત અરજી સાથે કૉર્ટમાં દર્જ કર્યો. 

પણ વાત અહીં ક્યાં અટકી હતી, કેસ લાંબો ચાલ્યો, સામસામા આક્ષેપો દલીલો એ મેઘાને તોડી નાખી હતી એ માનસિક દબાણ ને જીરવી શકી નહીં, ને બેહોશ બની ઢળી પડી, એ સ્વસ્થ થાય ત્યાં સુધી ફરી કેસ લંબાયો. સાચા ખોટાના તાણાવાણા વણીને અમે કોઈ પણ રીતે મેઘાને તલાક અપાવ્યો. ને કોર્ટ થ્રુ જ મેઘા અને અસીમના લગ્ન કરાવ્યા. ને બન્ને તરફના લોકોની સહમતી પણ લીધી એક સ્ટેમ્પ પેપર પર કે કોઈ પણ ધાર્મિક બાબતનું દબાણ આ યુગલ પર નહિ કરે એમને એમની આગળની જિંદગી એમની રીતેને જીવવા દેવામાં આવે. આમ ઘણા સંઘર્ષ ના અંતે મેઘા ને અસીમ એક થયા ને બન્યા... “મેઘાસીમ”


Rate this content
Log in

Similar gujarati story from Romance