Chintal Joshi

Fantasy

3  

Chintal Joshi

Fantasy

તરસ..

તરસ..

5 mins
14.6K


હા ગળું સુકાય એટલી તરસ છે, ને હૈયું સુકાય એટલી પણ. આ તરસથી મન વ્યાકુળ છે, એક જાતની નબળાઈ વર્તાય છે ને એ એટલી હદ સુધીની વર્તાય છે કે બોલી નથી શકાતું હાલી નથી શકાતું. શરીરમાં સંચાર નથી કોઈ પ્રકારનો ઉમંગ નથી, હસવાનું ભુલાય ગયું છે. આંખો રોઈને થાકી ચૂકી છે એમના પાણી ખૂટી પડ્યાં એટલું રડીને સુકાય ગઈ છે એમાં પણ જળની તરસ વર્તાય છે, ઉફ્ફ આ વિરહ, સદાય માટેનો વિરહ આ પ્રેમની તરસ મારા ભાગ્યમાં એ ભાગ્યવિધાતા એ સુકામ લખી એમ વિચારતાં જ નિત્યમ જમીન પર ઢળી પડ્યો. એનું આખું શરીર ઢીલું ને ફિકું પડી ગયું. આંખો ચકરાવે ચડી ગઈ, ને એ બેહોશ બની ગયો.

બેભાન અવસ્થામાં એનું સુસુપ્ત મન જગૃત થયું વીતેલું બધું નજર સામે તરવરવા લાગ્યું. મન જાણે વર્ષોને પાછળ ધકેલી શૈશવકાળમાં પહોંચ્યું. એ પોતે નાનકડો બાળ દેખાય રહ્યો હતો, એ જ ગલીઓ દેખાણી, એલોકો જે એના પોતાના હતા એ દેખાયા, ને છેલ્લે દેખાણી "પ્રેયા", નાનકડી, નાજુક, સુંદર, બોલકી, રમતિયાળ ને હોશિયાર, એની બાળસખી "પ્રેયા". નિત્યમ એ દ્રશ્યમાં અટકી રહ્યો.

થોડી વાર નાનકડી પ્રેયાને નિહાળી રહ્યો, ને ફરી દ્રશ્ય ભમ્યું બન્ને સાથે રમતાં એ જગ્યા, ભણતાં એ સ્કૂલ, મિત્રોને જોઈ બેહોશીમાં પણ નિત્યમ મલકી ઉઠ્યો, એ દ્રશ્ય હજુ ચાલુ જ છે બન્ને કિશોર અવસ્થા વટાવી યુવાન બન્યા છે પણ હજુ એજ મિત્રતા અકબંધ છે, સ્કૂલ ના દિવસો ની જગ્યા હવે કોલેજ ની મસ્તી એ લીધી છે, પ્રેયા કેટલી સુંદર છે ને પેલા જેવી જ હોશિયાર ચપળ, ચંચળ, ને વાચાળ. એમની મિત્રતા કોલેજ કાળમાં પ્રેમમાં ક્યારે પરિણમી એમને એની ખબર સુદ્ધાં ના રહી. એકમેકને પામવાના સાથે જીવવાના સપના સાથે કોલેજ પૂરી કરી, નિત્યમ એક સહકારી બેન્કમાં કેશિયર તરીકે જોડાયોને પ્રેયાએ પોતાના પપ્પાની ઓફીસમાં જવાનું ચાલુ કર્યું, બન્ને કાર્યરત હતા છતાં મળતા, વાતો કરતા, ફરતા, ને સાથે ત્રીજ તહેવાર ઉજવતા, ને એ તહેવારના રંગોએ એમના જીવનમાં રંગ ભરી આપ્યા એમની સગાઈ થઇ ગઈ, બધું બરોબર ચાલતું હતું ત્યાં એક સાંજે ઓફીસથી ઘરે આવતાં પ્રેયાને તેના પિતાની કારને અકસ્માત નડ્યો ને બન્ને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યાં, નિત્યમ ને જ્યારે જાણ થઈ ત્યારે એના હોશ ઉડી ગયા એણે પ્રેયા...એમ બોલી જોર થી બુમો પાડી ખૂબ આક્રંદ કર્યું , પ્રેયા...પ્રેયા...પ્રેયા... ને એ બબડાટ સાથે બેભાન નિત્યમને હોશ આવ્યો. એ જમીન પર છટોપાટ પડેલો હતો સુકાય ગયેલી ને રોઈને સુજી ગયેલી આંખોમાં ફરી આંસુ આવી ગયા ને ગાલને ભીંજવી રહ્યા હતા. એજ હાલતમાં નિત્યમ થોડી વાર પડ્યો રહ્યો, ફરી પ્રેયા નામની તરસ સળવળી પડી એના હૃદયમાં વિરહાગની ઊઠ્યો એ બાવરો બની દોડ્યો ને પોતાના ઘરે જઈ પલંગ પર ફસડાઈ પડ્યો. ત્યાં તેની નજર એના સિતાર પર પડી, એણે ઉઠી સીતાર હાથમાં લીધું. ને મનમાં એક સંકલ્પ સાથે સિતારના તાર પર આંગળી ફેરવીને વગાડવા લાગ્યો. એક દ્રઢ નિશ્ચયની સાથે રાગમાં ગાવા લાગ્યો એણે પોતાના વિરહને સંગીતમાં ઠાલવી દીધો.

સતત ચાર કલાક સુધી એ સિતાર વગાડી રહ્યો ને ગાતો રહ્યો. આંખમાંથી આંસુ વહી રહ્યા હતાને સમય પણ ધીમે ધીમે તાર સાથે ઘસાઈને એની આંગળીઓ છોલવા લાગી, વિરહનો અગ્નિ એટલી વધ્યો કે આંખમાંથી આંસુને બદલે લોહી વહેવા લાગ્યું, હાથ ને આંખ લોહીથી ખરડાઈ ગયાં. ગળું પણ ગાઈને થાકી ગયું પણ પ્રયાસ ચાલુ હતો. નિત્યમ અવિરત ગાય રહ્યો હતો, ફરી એ બેભાન બની ઢળી પડ્યો ફરી તંદ્રામાં કોઈ દ્રશ્ય સર્જાયું આ વખતે મૃત્યુના દેવ તેની સામે ઊભા હતા બે હાથ ફેલાવી એને ઉઠાડી રહ્યા હતા, ઊઠ માંગ તારે શું જોઈએ છે એટલું બોલી એના હાથથી નિત્યમની આંખના ખુણા લૂછી રહ્યા હતાં.

નિત્યમ એમની સામે તાકી રહ્યો. ને થોડીક ક્ષણ પછી સ્વસ્થતાથી બોલ્યો હે ! દેવ આપ કોણ છો? આપને મારા નમન.

બે હાથ જોડી નિત્યમ એમનાં ચરણમાં ઢળી પડ્યો, મૃત્યુના દેવ બોલ્યા હે બાળક હું મૃત્યુનો દેવ છું તારી ઈચ્છા હોય એ જણાવ હું જરૂર પૂરી કરીશ, નિત્યમને વિશ્વાસ નહોતો બેસતો એ અવિરસ્ત એમને તાકી રહ્યો, મૃત્યુના દેવ ફરી બોલ્યા માંગ તારે શું જોઈએ છે, નિત્યમ બોલ્યો દેવ મારી પ્રેયસી મૃત્યુ પામી છે મારે એને જોવી છે. એને મળવું છે, એની સાથે વાત કરવી છે, એને સ્પર્શવી છે.

મૃત્યુના દેવ બોલ્યા, એ અશક્ય છે પણ તારી સાધના એ મને પ્રસન્ન કરયો છે તેથી જા એક રાત્રી માટે એ તારી પાસે તારી થઈને રહેશે. આજથી ત્રીજા દિવસેએ તારી પાસે તારા શયનકક્ષમાં હશે, એટલું કહી દેવ અંતર્ધ્યાન થયા, ને થોડી વારમાં નિત્યમ હોશમાં આવ્યો, એને અસહ્ય વેદના થઈ રહી હતી. તરસથી ગળું સુકાઈ ગયું હતું, એ ઉઠ્યોને પાણી પીને સ્વસ્થ થયો, એના મનમાં હરખ હતો.

એ ત્રણ દિવસ જલ્દી પસાર થાય એની રાહ જોવા લાગ્યો.

૧, ૨, ને ૩ એમ કરતાં ત્રીજો દિવસ આવ્યો નિત્યમ સવારથી તૈયારી કરવા લાગ્યો, સુંદર રીતે ઘર સજવ્યું, ફળ મીઠાઈને ફૂલો લાવ્યો, સુંદર વસ્ત્રો પહેર્યાને તૈયાર થયો સમય વીત્યોને સાંજ પડી એણે મનમાં નક્કી કર્યુ જે દેવની કૃપાથી હું પ્રેયાને ફરી જોય શકવાનો છું એ દેવને સંગીતથી આરાધી મારે એમનો આભાર માનવો જોઈએ, એમ વિચારી એ સિતાર લયને બેઠો ફરી એ ગાવા ને વગાડવા લાગ્યો આ વખતે તેનું મન પ્રસન્ન હતું. એને મિલનના ગીતો ગાયા, રાગ ને સુર સાધનાથી માહોલ બંધાયો રાત પડી ને આકાશમાંથી એક પરી અવની પર ઉતરીને નિત્યમના શયનકક્ષમાં આવી એ પ્રેયા હતી.

એણે પોતાના હાથ નિત્યમની આંખ પર મૂકી દીધા ને નિત્યમની આંખો બીડાય ગઈ, એ પરી નિત્યમને વળગી પડી નિત્યમની આંખ મિચાયેલ હતી પણ આત્મા જાગૃત હતો, એ પ્રેયાને જોય રહ્યો હતો પ્રેયા ચાલવા લાગીને પાછળ નિત્યમનો આત્મા પણ ચાલવા લાગ્યો એક સુગંધ ઓરડાને મહેકાવી રહી હતી. નિત્યમનો નિષ્પ્રાણ દેહ સિતાર સાથેજ પથારી પર પડ્યો હતો બસ હવે એ દેહમાં એ તરસ નહોતી...

બે હૃદયને સ્વર્ગના અમૃત એ તુપ્ત કર્યા હતા, પ્રણયના પાણી એ તુપ્ત કર્યા હતા... મિલન પછી તરસ છીપાણી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy