STORYMIRROR

Bhavna Bhatt

Comedy

1  

Bhavna Bhatt

Comedy

મારો પરિવાર

મારો પરિવાર

1 min
372

એક મોટો ઉંદર ગટરમાંથી નિકળીને રાજુભાઈ નાં ઘરમાં ઘૂસી ગયો. રાજુભાઈ એ ઉંદર પકડવા માટે પાંજરામાં ઘી લગાડી ને રોટલી મૂકી પણ એ તો પકડાયો નહીં.. ડાઇનિંગ ટેબલ પર ડ્રાઈફ્રુટનો ડબ્બો હતો એ કોતરીને અંદરથી કાજુ, બદામ ખાધાં... સવારે ઉપરથી ઉતરીને રાજુભાઈનાં ઘરવાળાએ જોયું તો ડબ્બો કોતરેલો હતો. ઉંદર પકડવા અનેક ઉપાયો કર્યા પણ પકડાયો નહીં અને પછી એક અઠવાડિયામાં તો ઘરમાં ઉંદરનો આખો પરિવાર લહેરથી દોડપકડ રમત રમે...‌ ઘરમાં અધધધ નુકસાન થયું પણ ઉંદર તો મારો પરિવાર અમે મસ્તીથી જીવીશું એમ કરીને રાજુભાઈનાં ઘરમાં અફરાતફરી મચાવી દીધી.

રાજુભાઈ અને એમનો આખો પરિવાર ઉંદરનાં પરિવારથી હેરાનપરેશાન થઈ ગયાં...પણ હઠીલા ઉંદરનો પરિવાર ધામા નાખીને પડ્યાં છે.

રાજુભાઈ રોજ થતાં નુકસાન ને કારણે ઉંદરથી તોબા પોકારી ગયા ને લમણે હાથ દઈને બેસી ગયાં છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Comedy