STORYMIRROR

Bharti Dave

Inspirational Thriller

4  

Bharti Dave

Inspirational Thriller

મારી આંખોમાં ધૃણા ભરો

મારી આંખોમાં ધૃણા ભરો

2 mins
392

 " હે મારી માવડી ! હે મારી કુળદેવી માતા ! કંઈક ચમત્કાર કરો. મઝધારે આવીને હાલક ડોલક થઈ રહેલી મારી જીવનનૈયાને કાં તો આ પાર કાં તો સામે પાર હું લઈ શકું એ માટેનો કોઈ રસ્તો દેખાડો અથવા આ પરિસ્થિતિનું નિર્માણ કરનાર સામે મને કડક પગલાં લેવાની શક્તિ આપો."

પિસ્તાલીસ વર્ષની ઈલા પોતાનાં કુળદેવી માતાને વારંવાર આંસુ ભરેલી આંખે વિનવણી કરી રહી હતી. સ્ત્રીનાં શરીરમાં થતાં અતિ મહત્વનાં બે શારીરિક પરિવર્તનના દિવસોની આ વાત હતી. એક તો પોતાનો રજોનિવૃત્તિ કાળ ચાલી રહ્યો હતો અને બીજું પોતાની તેર વર્ષની દીકરીનો ઋતુ સ્ત્રાવ સમય ચાલી રહ્યો હતો. આ બંને તબક્કા સ્ત્રીનાં જીવનના એવા તબક્કા છે જેમાં તેને સૌથી વધુ લાગણી અને હૂંફની જરૂર હોય છે. 

પાંચમા પૂછાતો અને પૂજાતો પોતાનો પતિ આવું કરી શકે ? ઈલાનું મન બિલકુલ માનવા તૈયાર નહોતું ! અરે એક જરીક જેટલી ભનક પણ ન આવવા દીધી ? કૂતરું કાન કરે તેમ ? શું મારી લાગણીમાં કસર દેખાઈ હશે ? મારાં પતિએ અમને મા છોકરાઓને સૂતાં છોડીને ઘરનો, ગૃસ્થાશ્રમની, બાળકોની સઘળી જવાબદારી ખંખેરીને મધદરિયે અમને રઝળતાં મૂક્યાં.

ના.... ના.... ગૌતમ બુદ્ધ સાથે મારાં પતિને સરખાવવાની જરાય ભૂલ ન કરતાં. એ ચક્રવર્તી સમ્રાટ હતાં. યશોધરા પાણી માંગે ત્યાં દૂધ હાજર કરી દે એવાં નોકર ચાકર હતાં ! જ્યારે હું ? ગરીબડી, બિચારી અબળા ! એક હોલ અને રસોડાવાળું ભાડાનું ઘર ! મિલકતમાં કોથળો એક વાસણ અને એક બેગ કપડાં ! 

એટલે જ હે કુળદેવી ! મને એની યાદોમાંથી મુક્તિ મળે. કેમ હજુ પણ હું એને નફરત નથી કરી શકતી ? મારી આંખનાં દરિયાને સૂકવી દે. ત્યાં નફરત, ધૃણા અને ધિક્કારને ભરી દે ! એક નવાં જોશ અને નવાં ઝનૂન સાથે મઝધારે અટકીને ઉભેલી મારી જીવન નૈયાને હું આગળ ધપાવી શકું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational