મારામાં પરિવર્તન લાવનારી ઘટના - મારો સહિયોગી
મારામાં પરિવર્તન લાવનારી ઘટના - મારો સહિયોગી
હું નાનપણથી આર્યસમાજમાં ભણી છું એટલે મૂર્તિ પૂજાની વિરોધી. . !
મને એમ થાય કે ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે. એ એક જગ્યાએ સ્થાયી નથી. મેં એને કણકણમાં અનુભવ્યો છે. મારી દીકરીની ડિલવરી કોરોના વખતનાં સમયમાં હતી. એ વખતે અમે અહીં ભારતમાં એ અને એનો પતિ લંડનમાં. . !
એ બંને સાવ એકલાં, એની પહેલી ડિલવરી, અને આખીય દુનિયામાં કોરોના ચરમસીમાએ. . !
બધી જ ફ્લાઈટ્સ બંધ, બધુંજ ઠપ્પ. . !
હું ત્યાં જઈ શકું તેમ ન હતી કે એ પણ અહીં આવી શકે તેમ નહોતી.
મારા પતિ મંદિરમાં રોજ જાય. . ! એ મંદિરમાં આરતી કરે પછી જ ઘરે આવે. . એ મને ના ગમે.
હું કહું બધામાં ઈશ્વર છે તો એક જગ્યાએ ફરજીયાત જવાનો શું અર્થ. . ?
શું કરવું. . ?
એને ત્યાં કોમ્પ્લીકશન્સ થાય તો એકલી એકલી એડમીડ થતી અને જાતે જ બધુંજ સંભાળતી. . !
મા તરીકે મારો જીવ ખૂબ મૂંઝારો અનુભવતો. . !
હું ઈશ્વરને મનોમન પ્રાર્થના કરતી કે હે ઈશ્વર,
મેં તને કણેકણમાં જોયો છે, અનુભવ્યો છે તો એની સાબિતી આપ. . !
એ એમ થોડો સુલભ છે. . ?
એણે ધીમે ધીમે દીકરીમાં હિંમત મૂકવા માંડી, એ એની રીતે સમજી સમજીને એક એક કદમ આગળ વધતી ગઈ. ઢગલો કોમ્લીકેશન્સ વચ્ચે, ભર કોરોનામાં એની અધૂરા મહીને ડિલીવરી થઈ. . . !
એક ફુલ જેવો પ્યારો કોમળ દીકરાનો જન્મ થયો.
ઘણી મુશ્કેલ ડિલીવરી હતી. પણ બધુંજ સુપેરે પાર પડ્યું. . !
ઢગલો પડકારોની વચ્ચે મારી શ્રદ્ધા જીતી. . !
આ ઘટનાએ મારી આખી જિંદગી બદલી નાંખી. . !
મારી ઈશ્વરને કણકણમાં માનવાની વાતની સાથેસાથે મંદિરોની મૂર્તિપૂજાનો વિરોધ પણ મિટાવી દીધો. . !
મારી ચેલેન્જ પ્રભુએ સ્વીકારી અને સઘળું સરળ કરી દીધું. . !
એણે જ તો મને બુદ્ધિ આપી કે એ કણકણમાં છે મંદિરની મૂર્તિમાં કેમ નહીં. . . ?
પછી હું પણ મંદિર જતી થઈ એને રોજ કહેતી કે,
તું મારી સાથે સતત રહે. . !
તું ના આવે એ ચાલે. . ?
આ સવાલ હું ઈશ્વરને રોજ પૂછું. . ?
સવારથી ઉઠીને સહુથી પહેલી એને યાદ કરૂ અને કહુ, "ચાલ હવે સવાર પડી ઊઠ મારી સાથે. . . !"
દરરોજ સવારથી રાત સુધી હું જાગતી હોઉં તો એ મારી સાથે હારોહાર હોવો જ જોઈએ. . . !
એક સેકન્ડ પણ અળગો ના કરુ. . ! મારા શ્વાસમાં તો એ શ્વસન થઈને વહે, ભૂખમાં ખોરાક થઈને પચે, મારા પાણીનાં એકેએક ગ્લાસ વાટે શરીરમાં જઈ લોહીમાં પરિવર્તિત થઈને વહે, ઊંઘમાં મારી અચેતન અવસ્થામાં ચેતના થઈને મારી રક્ષા કરે, મારા દરેકેદરેક કામમાં મારો સહયોગી બની મારી સાથે જ હોય. . !
કોઈ પણ કામમાં હું એને કહું, "ચાલ . . આવ મારી સાથે, તું ના આવે એ ના ચાલે. . !"
એને માટે એ મને કાયમ જ કહે ચાલ, ઊભી થા. . . ! આ કર, કે તે કર. . !
એણે આદેશ આપ્યો હોય તો ખોટો હોય ખરો. . ?
હું નાની હતી ત્યારથી મને મહંમદ રફી સાહેબનું ગાયેલ અને નિદા ફાઝલીનું લખેલ, 'આપ તો ઐસે ન થે' ફિલ્મનું ગીત ખૂબ ગમતું.
જેમજેમ મોટી થતી ગઈ તેમતેમ મને આના શબ્દો સમજાતા ગયાં. . !
આ. . . હા. . ! અદ્ભુત. . !
આ તો સાક્ષાત ઈશ્વરને જે રીતે હું રોજ કહું છું એનું જ શબ્દાંકન. . !
ગીતનાં શબ્દો છે,
'તું ઈસ તરહ સે મેરી જિંદગી મે શામિલ હૈ. . '
કેટલું સરસ છે ને આ ગીત. . ?
હું રોજ ગણગણતી જ હોઉં, ભજનની જેમ જ. . !
હું ગીતના શબ્દો સાંભળું તો મને કાયમ એમ જ લાગ્યું છે કે આ ગીત ફક્ત ઈશ્વરને સંબોધીને લખાયું/ગાયું હશે. . . !
આટલી સમજણથી અને સિદ્દતથી ઈશ્વરને ચાહ્યો હોય, યાદ કર્યો હોય, પછી એ ના આવે એવું બને. . ?
ના બને. . !
આટલી સરસ મજાની સૃષ્ટિ બનાવી, મેઘધનુષ રચ્યા. કેટલી રમણિયતા. . ! કણકણમાં પ્રચુરમાત્રામાં સૌદર્ય ભર્યુ. કિડીને કણ હાથીને મણ દીધું. . !
દરેકમાં ભરપૂર વહાલ ભર્યુ, દરેકમાં અરમાનો ભર્યા. પછી આપણે આટલી હકારાત્મકતા છોડી એને જાકારો આપીએ તો હરિ આવે. . ?
ના આવે. . !
કદાચ આવે તો ય મૂડલેસ થઈને બેઠો હોય એક ખૂણામાં. . !
રીસાઈને. . !
મનાવવા માટે તો પછી ઉપરનું ગીત જ ગાવું પડે. . !
એને કહેવું પડે કે આવ હરી, લઈને ઊભી છું રંગોની પિચકારી,
કરી છે બરાબર રંગાવાની તૈયારી. . !
મારા વહાલા હું તો છું તારી,
તું જ મારો બેલી નહીં ફાવવા દઉં કોઈ તારી કારી. . !
જીવ શિવના ખેલનો તું જ મદારી,
આવ હવે મને લે તું ઉગારી કરી લે હવે તું તૈયારી. !
આવીશને ?
રાહ જોઈશ. . !
તું ના આવે એ ના ચાલે, સમજ્યો. . ?
મારો કણકણમાં વસેલો સર્વવ્યાપી ઈશ્વર મારો સહયોગી બની જીવનની આટલી મોટી શીખ આપી ગયો. . !
