મારા પપ્પા
મારા પપ્પા
મે ક્યારેય પૂછ્યું જ નથી કે પપ્પા આ કેવી રીતે આવ્યું.
મારી લાઈફમાં એવું કંઈ છે જ નહીં કે જે મને પપ્પા એ ન આપ્યું હોય.
મનમાં એવું હતું કે કદાચ મને કોઈ સમજી જ નહીં શકે,
પણ મે અનુભવ્યું, પરિસ્થિતિ જાણી, સમજી ત્યારે સમજાયું કે મારી પાછળ પણ મારા માટે જે વિચારે છે એ માત્ર મારા પપ્પા જ છે.
મે એકદમ મૂડી માણસ છું. મારા મૂડ, મારી ઈચ્છા વગર મે જમતી પણ નથી. નાની હતી ત્યારથી એક સપનું છે કે મારી લાઈફમાં બધું જ મારી મરજી, મારી ઈચ્છા પ્રમાણે જ થાય. મે વિચારું એમ જ બધા કરે. અને કોઈને પણ કહ્યા વગર મારું આ સપનું દરરોજ પૂરું કરતા એક જ, મારા પપ્પા.
અડધી રાત્રે દુકાન ખોલાવીને મારા માટે મારી ફેવરિટ ચોકલેટ લાવે એ મારા પપ્પા.
ગુસ્સો ભલે બીજી વાતનો હોય પણ મનાવવા આવે મારા પપ્પા.
સવારે સપનું આવે અને કહ્યા વગર જ સાંજે સપનું પૂરું થઈ જાય.
સપનું જોવું હું અને પૂરું કરે એ મારા પપ્પા.
બહારનું ખાવાનું મારા ઘરમાં નથી ચાલતું.
પણ મને બહુ જ ભાવે છે.
છૂપાઈ ને ખાઉં એનું બહાનું આપનાર મારા પપ્પા.
લેખક છું છતાં પણ સમજ નથી આવતું કે કેવી શબ્દોની ગોઠવણ કરું કે લેખ બની જાય,
બસ મારી અને મારા પપ્પાની થોડી વાતો જ લખી દઉં, અમારા બંનેનો આલેખ બની જાય.
