મારા મુંબઈનાં પાડોશી
મારા મુંબઈનાં પાડોશી
બે વર્ષ પહેલા હું મુંબઈ રહેવા ગઈ હતી. ત્યાં જતાં પહેલાં મને એક પૂર્વગ્રહ હતો કે મુંબઈના લોકો કામથી કામ રાખે. બહુ સંબંધ ના રાખે. અને મને થોડું ટેન્શન હતું. કેટલાય સવાલો હતા મનમાં,કેમ રહીશ ? એકલા શું કરીશ ? મને કોણ મદદ કરશે ? બસ આ સવાલો મારા મનમાં ઘુમરાયા કરતા. મારો ફ્લેટ પાંચમા માળે હતો. મારો સામાન ઉતારતો હતો, ત્યાંજ બાજુવાળા દીદી આવ્યા અને પૂછવા લાગ્યા",તમે ક્યાંથી આવો છો ? મુંબઈમાં નવા લાગો છો ? "ત્યારે ને એને બધા પ્રત્યુર આપ્યા. અને એણે મને કીધું.
દીદી આજે તમને સમય નહિ મળે એટલે આખો દિવસનું જમવાનું, હું તમને બનાવીને મોકલીશ. હું તો તાજ્જુબ થઈ ગઈ. મને એમ થયું કે વિશ્વાસ કરું કે ના કરું! પણ મને ખૂબ મદદ કરી. શાકભાજી, દૂધ કરિયાણું એ બધું લાવવામાં મને ખૂબ મદદ કરી. પછી તો હું કઈ નવું બનાવું તો એના ઘરે મોકલું, એ મારા ઘરે મોકલે આમ ઘર જેવો સંબંધ થઈ ગયો.
એકવાર હું ડસ્ટબિનમાં કચરો નાખવા બહાર નીકળી, તો હવાના હિસાબે મારો દરવાજો લોક થઈ ગયો. ચાવી અંદર હતી. બીજી ચાવી મારી ભત્રીજી પાસે હતી અને એ ખૂબ દૂર રહેતી હતી. તો મને ત્રણ ચાર કલાક બહાર રહેવું પડ્યું, ત્યારે પાચમાં મળે આઠ ઘર હતા. તમામ લોકોએ ખૂબ મદદ કરી અને દરવાજો ખોલવા માટે ઘણા પ્રયાસો કર્યા, ત્યારે મને એવું લાગ્યું કે કોઈના માટે પૂર્વગ્રહ ના રાખવા જોઈએ. અને દરેક તકલીફમાં મારી મદદ કરી છે.
કોરોના વખતે અમે મહુવા આવ્યા અને બીજે જ દિવસે લોકડાઉન થઈ ગયું. મારી પુત્રી ત્યાં રહી ગઈ અને અમે મહુવામાં રહી ગયા. ત્યારે મુંબઈથી મારા પાડોશીનો ફોન આવ્યો "દીદી
તમે તમારી પુત્રીનું કઈ ટેન્શન નહિ લેતા, હું ધ્યાન રાખીશ, જમાડી લઈશ, કઈ લાવવું હશે તો લાવી દઈશ. બે ત્રણ મહિના મારી પુત્રીને એકલું રહેવું પડ્યું, પણ લોકડાઉન દરમિયાન બધી વસ્તુ એને લાવી દીધી, મારી પુત્રીનું ધ્યાન રાખ્યું. અને જમવાનું પણ આપ્યું.
એ નહોતા મારા સગા, નહોતા એ ઓળખીતા પણ તોય એક સારા પાડોશી હતા. કદાચ મારા સારા નસીબે અને ઈશ્વર કૃપાથી મળ્યા હતા. હવે તો મારી પુત્રી અમેરિકા ચાલી ગઈ અને હું મહુવામાં આવી ગઈ છું. તો પણ ફોન વ્યવહાર મારો ચાલુ જ છે. ઈશ્વર કેવી લેણદેણ મૂકે છે. ઓળખતા નાં હોઈએ તો પણ એ આપણી જિંદગીનો હિસ્સો બની જાય છે.
