Shital Shishangia

Romance

3  

Shital Shishangia

Romance

મારા માટે પ્રેમ એટલે ફક્ત તું

મારા માટે પ્રેમ એટલે ફક્ત તું

11 mins
1.0K


અમદાવાદમા તો આમેય ટ્રાફિક ચક્કાજામ જ હોય છે. સતત વાહનોથી ધમધમતા રસ્તા પર હોર્નના અવાજો અને પ્રદૂષણ તો આ જાણે ચરમ સીમા એ પહોંચ્યું હોય એવું લાગે. શહેરનો દરેક નાગરિક અને બાળકો પણ જાણે કે બુકાની ધારી બની ગયા હોય કદાચ કોઈ સામે મળે તોયે ન ઓળખી શકીએ એમ જ બહાર નીકળે.

  

મિષ્ટી એ પણ એમ જ ફક્ત આંખ જ દેખાય એમ પોતાનો સફેદ એકદમ બેદાગ પોતાના ચારિત્ર્ય જેવો જ સ્કાફ આખા ચહેરાને કવર કરે એમ બાંધ્યો અને હાથને પણ મોજા વડે કવર કરીને એમ જ પોતાના અશાંત મનને શાંત કરવા આ અશાંતિથી છલોછલ ભરેલા રસ્તા પર નીકળી પડી. કોઈ જ લક્ષ્ય વગર કે ક્યાં જવું ક્યારે પાછું આવવું. આમેય મિષ્ટી અમદાવાદ એકલી જ રહેતી. એન્જીનીયરીંગ પૂરું કર્યા પછી એને એક સોફ્ટવેર કંપનીમાં સારા પગારવાળી નોકરી મળી ગઈ હતી. મમ્મી પપ્પા ગામડે રહેતા એટલે એ ભાડા ના મકાનમા કોઈ એની રાહ જોવાવાળું ન હતું. વરસો વીત્યા પણ એ હજી ત્યાને ત્યાજ હતી જ્યાં આર્યન એને છોડીને અચાનક કઈ જ કહ્યા વગર જતો રહ્યો હતો. એકપણ ક્ષણ એવી ન હતી કે એના મન માં આર્યનનો વાસ ન હોય. . જાણે કે કુમળી કુંપણ સમી યુવાનીમાં કોઈએ એ નાનો અમથો છોડ એના એ ફળદ્રુપ મન સમી જમીનમા વાવી દીધો હોય અને એ દિવસે ના વધે એટલો રાતે ને રાતે ન વધે એટલો દિવસે એમ જાણે જૂનાગઢ ના નરસિહ મહેતા તળાવના પાણીમાં વધતી ગાંડી વેલ સમો વધતો ગયો... અને જાણે એ આર્યન નામ નું કમળ એના મસ્તિષ્કમા બરાબર વચ્ચે પૂરબહારમા સતત ખીલેલ રહેતું અને એના થડ, મૂળ, પાંદડા એના આખાયે શરીરમાં ફેલાયેલા રહેતા.... અને મિષ્ટી પણ એ છોડનો વાવનાર ભલે એમ જ છોડીને જતો રહ્યો પણ એને એમાં સતત ખાતર પાણી નાખીને એને ઉછેર્યા કરી... અહાં...... કેટલો પવિત્ર પ્રેમ કે જે આર્યન એ એક પણ વાર એના શરીરને પણ સ્પર્ષ્યું નથી એક વાયદો પણ કર્યો નથી અને આ કળયુગમાં મિસ્ટી એને મનથી જાણે વરી ચૂકી હતી..


હા ચોક્કસ એને આર્યનને ભૂલાવવા એને એના મન માથી દૂર કરવા લાખો પ્રયત્ન કર્યા હતા. હું પણ એને ભૂલી જઈશ.એવું એને પણ વિચાર્યું હતું.. પણ બધા પ્રયત્નો વ્યર્થ.. મિસ્ટી પણ દેખાવે આકર્ષક હતી. ભલે આધુનિક યુગની હતી મિસ્ટી પણ એને પોતાની દરેક મર્યાદાનું સભાનપણે ધ્યાન હતું... આર્યન સાથે પણ એના સંબંધમા એક પણ ડાઘ લાગવા ન દીધો હતો.. પણ જો એમ જ ભુલાઈ જાય તો એ પ્રેમ શાનો??


એમ જ એ રસ્તા પર આગળ વધતા વધતા ઇસ્કોન મંદિર પાસે પહોંચી. આમ તો ઈશ્વર મા એ બહુ માનતી ન હતી અને મંદિર પણ ભાગ્યે જ જતી. પણ કહેવાય છે ને કે મન થી લાગેલી એક ઠોકર માણસના જીવનમાં પરિવર્તન લાવવા પૂરતી છે ...પાર્કિંગમાં એ એનું એક્ટિવા પાર્ક કરી એને ચહેરા પર બાંધેલ સ્કાફ અને પહેરેલા હાથ ના મોજા એ ઉતારી ને ડેકી મા રાખ્યા અને લોક કરી ને ગાર્ડન મા આમતેમ નજર કરતી એ સીધી મંદિરના ગર્ભ ગૃહ તરફ ચાલવા લાગી.

સંધ્યા સમય હતો એટલે આરતી માટે માણસો ની આછેરી ભીડ વર્તાતી હતી. ભીડ ને કારણે એ રાધા અને ક્રિષ્ન બંને ના સાથે દર્શન ન કરી શકતી હતી તેથી થોડી આગળ પાછળ ઊંચા નીચી થાતી હતી પણ વ્યર્થ. રાધા દેખાય તો કાનો ન દેખાય અને કાનો દેખાય તો રાધા ન દેખાય. થોડીવાર આઘી પાછી થઈ પણ અંતે રાધાજીની મૂર્તિ જ્યાંથી સરસ રીતે દેખાતી હતી ત્યાં જ ઊભી રહી ને એને બે હાથ જોડી મનોમન વંદન કરવા લાગી.. આછેરું મલકાતા દૈવી સ્વરૂપ રાધાજી શોળે શણગાર સજી ને અફાટ નયને એ ભીડમા પણ ફક્ત એની જ સામે જોતા હોય એવું મિસ્ટીને લાગતું હતું.. એ પણ એની એ સમુદ્ર જેવી વિશાળ આંખોમાં ડૂબવા લાગી...


પહેલી વાર આટલા ભાવથી એ મંદિરમા આવી હતી. આવી સંધ્યા આરતીનો લાભ એણે નાનપણમાં દાદી સાથે લીધો હતો.. પછી ક્યારેય નહી.


જેમજેમ આરતીના ઘંટનાદ એના કાનમાં જવા લાગ્યો જાણે કે એતો એમાં જ ખોવાઈ જવા લાગી. ઘણા સમય થી મનને જે અશાંતિ અને અસલામતીનો ભાવ એના આત્મા ને કોરી ખાતો હતો એના પર જાણે કોઈ દૈવિપ્રેમનો વરસાદ એના મનના સંતાપને હરી શીતળતા બક્ષવા લાગ્યો ...


એ રાધાજીના એ મૃગનયનમાથી જે કરુણાની અમૃતધારા વહેતી હતી એમાં ડૂબવા લાગી.. અલબત એને મજા આવતી હતી. આર્યનના ગયા પછી એના આત્મા ને કોઈએ એમ કહીએ કે રિચાર્જ કરી એ આહ્લાદક અનુભવ કરાવ્યો હોય તો એ આ ક્ષણ હતી... એ એવી તે એમાં ઓતપ્રોત થવા લાગી જાણે સ્વયં રાધાજી તેની સમક્ષ ઊભા હોય.. મિસ્ટી ના મન પર ચોંટેલા અશાંતિના પડર ઉતારવા લાગ્યા.. અને મનોમન કહેવા લાગી "ફક્ત એક જ કલાક એનાથી વધારે એક મિનિટ પણ નહિ, મારો આત્મા એ જાણવા વલોવાય રહ્યો છે કે મારો શું વાક હતો? હું મારું આખું જીવન એના વગર એની યાદ સાથે વિતાવવા તૈયાર છું એક પણ અપેક્ષા એના પાસે થી મને હવે નથી પણ ફકત એક કલાક કોઈ કોફી શોપમાં મને એને મળાવો. મિસ્ટીની આંખમાથી આંસુ જાણે કે શ્રાવન ભાદરવો વહી રહ્યો હતો.. રાધાજીને એ વિનવી રહી હતી કે હું એને એક પણ વાર પાછા આવવા નહિ કહું ...."


રાધાજી આ બધું જ અખૂટ શાંતિથી સાંભળી રહ્યા હતા. અને જાણે પોતાના બાળપણના સખા ક્રિષ્નની યાદમાં ગરકાવ થવા લાગ્યા.. એ બાળપણના ક્રિષ્ન સાથે કરેલા તોફાન, મસ્તી, એ મીઠી વાંસળીના સૂર અને એ રાધા નું વાત વાત પર રિસાવું અને કાનાની પણ મનાવવા ની અનેક રીત.. જાણે કે એની એ નક ચઢી રાધા ને મનાવવાનો આનંદ જ કાના માટે તો કંઈ ઓર હતો .. અને અંતે એ ક્રિષ્ન વિરહ.....મિસ્ટીના લાખ વિનાવવા પર રાધાજી પણ ગદગદ થઇ આવ્યા .. અને બોલ્યા "તથાસ્તુ"..

પણ મન માં તો એ પણ બોલી ઉઠ્યા મારી પણ આજ ઈચ્છા હજીયે એ વૃંદાવનમા ગુંજે છે... વન ના દરેક વૃક્ષ અને દરેક જીવ એ મારો ક્રિષ્ન વિરહનો તરફડાટ સાક્ષી છે... હજી યે એ યમુના ઘાટ એ કાનાને રાધાના મિલન માટે તરસે છે..." 


આરતી પૂરી થઈ ગઈ હતી, લોકોની ચહલપહલ શરૂ થઈ ગઈ હતી. મિસ્ટી જાણે કોઈ સમાધિમાથી જાગી હોય એમ જાગી.. એ થોડી વાર ત્યાં ઓટલે બેસી ને પાર્કિંગમાથી એનું એક્ટિવા લઈ ઘર તરફ જવા લાગી.... 


ત્યાર પછી તો મિસ્ટી વારંવાર ઇસ્કોન મંદિર આવવા લાગી. થોડીવાર બેસે આરતી સમય હોય તો આરતીનો પણ લાભ લે. હવે એ પોતાના કાર્યમાં અને અંગત જીવનમાં થોડી પણ રાહત મેળવવા લાગી પણ હવે એને એના મનને મક્કમ કરી લીધું હતું.


એમ જ એકવાર એ ઇસ્કોન મંદિર થી બહાર નીકળી તો અચાનક એના એકટીવા પર કોઈ પાછળ ફરી બેઠા બેઠા પોતાના મોબાઇલમાં ગેમ રમતું હોય એવું એણે જોયું અલબત્ત એ જાણી જોઈને એના ગાડીની નંબર પ્લેટ જોઈને જ બેઠું હતું. મિસ્ટી એ ગાડી પાસે આવી અને જોયું તો ઘડીક તો એને લાગ્યું એનું હૃદય ધબકારા ચૂકી ગયું એને પોતાને એના ધબકારા સંભળાવા લાગ્યા અને આખા શરીરમાં જાણે આછેરી ધ્રુજારી પ્રસરી ગઈ, એના કપાળ પર પસીનો અને આશ્ચર્યની રેખાઓ ઉપસી આવી પણ એ કંઈ બોલી જ ન શકી.


આર્યન : હાઈ કેમ છે??

મિસ્ટી : થોડું ખોટું સ્મિત કરીને  સારું છે...

આર્યન : તું અહી મંદિરમાં ?? તું તો ક્યારેય મંદિર ન જતી હતી ને??

મિસ્ટી: ખોટા સ્મિત સાથે હા બસ એમ જ અહીંથી નીકળતી હતી તો...

આર્યન : ચાલને આપણી ફેવરિટ કોફીશોપ જઈએ??

મિસ્ટી: જાણે આંખોથી બોલતી હોય કે મારી જિંદગી તારા મોબાઇલનું વોટ્સએપ સ્ટેટ્સ status નથી તો તું ઘડી ઘડી ઓનલાઈન ઓફલાઈન થાય, એ મારી લાઈફ છે અને જે તારા ઓફલાઈન થયા પછી મેં કેવી રીતે એને દેખાડો કરી કરીને ઓનલાઈન રાખી છે તેની કલ્પના પણ છે તને ?? પણ એ એક પણ શબ્દ બોલી નઈ ફક્ત એટલું જ કહ્યું કે મારે આજે થોડું કામ છે કાલે વિચારૂ...

આર્યન: ઓકે.. તો કાલ સાંજે આપડા એજ ટાઈમ પર??

મિસ્ટી: જાણે આંખથી કહેતી હોય કે... આપડા??


મિષ્ટીની એ સાગર જેવી અફાટ આંખો કે જેને આર્યન મિસ્ટીનું ધ્યાન ન હોય એમ હંમેશા એને જોયા કરતો એજ આંખ આજુ બાજુ થયેલ કુંડાળામાં આર્યનનો વિરહ છલકાતો હતો તે આર્યન સ્પસ્ટ પણે જોઈ શકતો હતો .... હા એને એ વાતનો ભારોભાર અફસોસ પણ હતો.


એટલે જ એને થોડું ખચકાતા કહ્યું... મિસુ.. પ્લીઝ થોડી વાર અહી બેસીએ??

મિસ્ટી: સોરી... મારે મોડું થાય છે... કાલ પ્લીઝ એ પણ કદાચ...

હકીકતે તો મીસ્ટીનું હૃદય એટલું જોર થી ધબકતું હતું કે એ સ્વસ્થ રહી શકે એમ ન હતી એટલે એને ના પાડી દીધી.. ને નીકળી ગઈ.


આખી રાત આર્યનને ઊંઘ ન આવી અને મિસ્ટી ને પણ.... દરરોજ રાત્રે એ આર્યનને વોટ્સએપ માં ફક્ત ઓનલાઇન જોઈને મનને સંતોષ મેળવતી પણ પોતાના સ્વમાન માટે એક પણ મેસેજ સામેથી ફોરવર્ડ ના કરતી હા એના મેસેજની રાહ જોતી પણ આજે રાત્રે એણે એક પણ વાર વોટ્સએપ માં ઓનલાઈન થઈ નહીં કે કદાચ પોતાની જાતને આર્યનને મેસેજ કરતા રોકી નહી શકે તો???


સવાર પડતાં જ ઓફીસ જવા નીકળી પણ આખો દિવસ મન અને મગજ બંનેમા આર્યન જ હતો... સાંજ પડતા જ ફટાફટ ઓફિસથી આજ થોડું કામ છે એમ કહી વહેલી નીકળી ગયેલી અને કોફી શોપ જવા રેડી થઈ ગઈ પણ પહોંચી તો છ ને પંદર મિનિટ એજ એ ફક્ત દેખાડો કરવા માટે જ બાકી તૈયાર તો એ પાંચ વાગ્યાથી થઇ જ ગઇ હતી..


આ બાજુ આર્યન મિસ્ટી ના હા કે ના કઈ જવાબ ન હોવા છતાં સાડા પાંચ વાગ્યાથી કોફીશોપમાં મિસ્ટી ને શું કહેવું એ વિચારમાં ખોવાયેલો ટેબલ પર ગોઠવાઈ ગયેલો હતો... મિસ્ટી આવશે કે નહીં એ પણ વિચાર્યું ન હતું.


આખરે મિસ્ટી આવી પહોંચી ... પીચ કલરની એ કુર્તીમાં એકદમ કોલેજકાળમાં હતી એટલી જ સુંદર લાગી રહી હતી કદાચ એના કરતાં વધારે લાગી રહી હતી અને મિસ્ટી એની સામે સસ્મિત ગોઠવાઈ જાણે કે એના મગજમાં કંઈ જ નથી ચાલી રહ્યું એમ...


જાણે કે રાધાજીએ કહેલ તથાસ્તુ એને ફળ્યું એને પણ પોતાના મનમાં જે વંટોળ હતો એ આર્યન સામે ખુલ્લા હૃદયથી રડીને એક વાર કહેવું હતું પણ ત્યાં સુધી નહીં જ્યાં સુધી આર્યન એના રુદનને સમજી ન શકે...


આર્યન: હાય કેમ છે?? ટ્રાફિક હશે એટલે લેટ થઈ ગયું હશે ને??

મિસ્ટી : ના નીકળવામાં જ મોડું થયું હતું ...


બંને પાસે ખાસ કરીને મિસ્ટી પાસે વાત કરવા ઘણું હતું જે કલાકો સુધી ખૂટે એમ ન હતું પણ કહેવાય છેને કે જે આપણે સૌથી વધારે નજીક હોય એની પાસે વાત કરવા આપણી પાસે શબ્દો જ નથી હોતા બંને મિનિટો સુધી ચૂપ રહ્યા અંતે આર્યન એ જ પહેલ કરી.


આર્યન : તો કેવું ચાલે છે? જોબ મળી ગઈ?

મિસ્ટી : હા ફક્ત હા જ બોલી મનમાં કેટલા એ સવાલ હતા જાણે કે કહેતી ના હોય કે હું તારી પાસે તારા થોડા પ્રેમની પણ ભીખ માગવા તૈયાર હતી પણ તે મારા સ્વમાનને ઠેસ પહોંચાડી છે એક વાર તો કહેવું હતું કે મારી ભૂલ શું છે?? હવે જ્યાં સુધી મને એમ નહીં લાગે કે ખરેખર તું મને પ્રેમ કરે છે ત્યાં સુધી હું હવે પહેલ નહી કરું પહેલ તો તારે જ કરવી પડશે તારા પ્રેમનો એકરાર કરવાની બાકી જીવી લઈશ હું આખી આ જિંદગી તારા વગર.


આર્યન : મને એમ હતું કે તું નહિ આવે મને મળવા પણ તો યે મનમાં વિશ્વાસ હતો કે તું જરૂર આવીશ...


મિસ્ટી કાઈબોલી નહીં ફક્ત આછેરૂ સ્મિત કરી ને હમમમમ એટલું જ બોલી...


આર્યન એ બંને માટે કોફી ઓર્ડર કરી... મિસ્ટી માટે એની ફેવરિટ ડાર્ક ચોકલેટ કોફી.. ત્યારે મનમાં આર્યન હસી ગયો એને યાદ આવ્યું કે દર વખતે મિસ્ટી ને પૂછતો કે આ ડાર્ક ચોકલેટ તને કેમ ભાવે છે? મને કડવી લાગે છે ત્યારે મિસ્ટી એકદમ હસીને નટખટ બનીને કહેતી કે તને જે કડવું લાગે છે એ જ મને મીઠું લાગે છે.


આર્યનની અકળામણ હવે વધતી જતી હતી.


આર્યન :મિસુ પ્લીઝ કંઇક તો બોલ....


મિસ્ટી : મિસુ?? કટાક્ષમાં હસીને બોલી "મિષ્ટી" જ કહેજે.


આર્યન :મિસુ પ્લીઝ રીયલી સોરી યાર મારાથી ભૂલ થઈ ગઈ સાચે પ્લીઝ સોરી....


મિસ્ટી એ જ ક્ષણે કોઈ બરફ પીગળે એમ પીગળી ગઈ પણ જાણે આટલા વર્ષો એ એને અંદરથી કઠોર બનાવી દીધી હોય અને જાણે એક્ટિંગની ક્વીન હોય એમ ચહેરા પર સહેજે દેખાવા ના દીધું એને મનમાં થતું હતું એ જ ક્ષણે એ આર્યનને કોઈ બાળકની જેમ ભેટી અને હૈયાફાટ રુદન કરી લે.


એ બોલી સોરી ? શેના માટે ?


જાણે કે બધુ આર્યન પાસે જ બોલાવવા માગતી હતી અને હા કેમ નહીં એણે કરેલા પ્રેમ સામે તો કંઈ જ ન હતું.


આર્યન : મિસુ પ્લીઝ માનું છું કે મારી ભૂલ છે પ્લીઝ માની જા ને કંઇક તો બોલ.


મિસ્ટીનું લોહી એકદમ ઝડપથી જાણે વહેવા માંડ્યું હોય એમ એનો ચહેરો લાલ થઈ ગયો અને આંખમાં આવેલ પાણીને જાણે ગળે ઘૂંટડો ઉતારી રોકી કહેતી હોય કે હજી સમય નથી આવ્યો એમ આંસુને પાછા ધકેલી દઈ આર્યન સિવાય આજુબાજુ નજર કરતી રહી પણ કંઈ બોલી નહીં.


આર્યન કોફીનો ફક્ત એક જ સીપ લઈને મિસ્ટીનો હાથ કસી ને પકડી ને દરવાજા તરફ ચાલવા લાગ્યો મિસ્ટી પણ પાછળ ચાલવા લાગી કંઈ પણ બોલ્યા વગર અને આર્યન કાઉન્ટર પર હિસાબ પૂછ્યા વગર જ જાણે કે એને એટલી ઉતાવળ હતી મિસ્ટી સાથે વાત કરવાની કે વેઇટરને બે 500 ની નોટ આપી ચાલતો થયો અને પોતાના રોયલ એનફિલ્ડ પર બેસાડી સીધું જ લિવર ખેંચ્યું અને નજીકમાં જ એક નાનું ગાર્ડન હતું ત્યાં લઈ આવ્યો.


આર્યન : મિસુ પ્લીઝ કંઇક તો બોલ આ વખતે અવાજ એનો મોટો હતો જે કોફીશોપમાં મોટેથી બોલી શકાતું નહોતું ... હા મેં ભૂલ કરી છે કે મારી પાસે એક પણ પૈસો કે મારી પોતાની કઈ ઓળખ ન હોવા છતાં તે મને પસંદ કર્યો હતો જાણે કે કોઈ હીરાનો પારખું કાચા હીરા ને ઓળખે એમ તને મારા પર વિશ્વાસ હતો કે હું કંઈક કરી બતાવીશ અને મેં.......તને કઈ. જ કિધા વગર છોડી દીધી..


આર્યનને ગળે ડૂમો બાઝી ગયો અને આંખના ખૂણે એ પશ્ચાતાપના અશ્રુ ડોકિયા કરવા લાગ્યા. બસ આગળ ન બોલી શક્યો આર્યન....


મિસ્ટી જાણે કે વર્ષોથી બાંધેલ બંધ અચાનક તુટ્યો હોય એમજ એની આંખોમાં અશ્રુ અનરાધાર વહી આવ્યા.


આર્યને એના માથે હાથ મૂક્યો મિસ્ટી એક બાળક એની માને ભેટે એમ આર્યન ભેટીને હૈયાફાટ રડવા લાગી.


આર્યને પણ એને મન ભરીને રડવા દીધી...થોડી સ્વસ્થ થયા બાદ એ બોલ્યો


આર્યન : જો હું તને પહેલેથી લઈ બધું જ સાચું કહીશ કે ઝંખના કેવી રીતે મને મળી એણે મારી સાથે શું કર્યું


મિસ્ટી : ઝંખના... ???


આર્યન બોલ્યો હા આપણી જુનિયર

ખરેખર તો આર્યન ના ગયા પછી મિસ્ટી એ એકવાર પણ એ જાણવાની હિંમત ના કરી હતી કે એ બીજા કોને પ્રેમ કરે છે તો એણે મને છોડી....


મિસ્ટી : આર્યનના હોઠ પર આંગળી મૂકી જાણે કહેતી હોય કે મારે નથી સાંભળવુ કાંઈ એમ આંખોથીજ બોલી.

એ બોલી મારા માટે તું મારી પાસે છે એ જ મહત્વનું છે એથી વિશેષ મારે કંઈ સાંભળવું નથી... મારા માટે તો પ્રેમ એટલે ફક્ત તું.


આર્યન અવાક નજરે મિસ્ટી ને જોતો રહયો કે કેટલો ગહન પ્રેમ કે જે વરસો થી મને સાદ આપતો હતો પણ હું જ છતાં કાને બહેરો બની રહ્યો... કે આં જમાના પણ આટલો કોઈ માટે ગહન પ્રેમ કે જેને હું ઓળખી જ ના શક્યો ...

પોતે અપરાધ-ભાવના અનુભવવા લાગ્યો..


મિસ્ટીને આર્યનની આંખમાં કદાચ પહેલા કરતા ગહેરો પ્રેમ દેખાઈ આવ્યો.. ત્યાજ આર્યન પોતે પરેલી ડાયમંડ રીંગ કાઢી ને ગાર્ડન માજ લોકો જોતા હતા તોય જાણે કે એને કાઈ ફરક જ ન પડતો હોય એમ પોતાના ઘૂંટણ પર બેસી ને એક જ શ્વાસમા બોલી ગયો... વીલ યુ મેરી મી??

મિસ્ટિનો ચહેરો તો જાણે બ્લશ થઈ ગયો... એને હંમેશની જેમ એક મોહક સ્મિત અને આંખ મા આંસુ સાથે હા કહ્યું....


આજુ બાજુ જે લોકો આ નજારો જોઈ રહ્યા હતા એણે બંને ને તાળીઓ અને સિટી વગાડી વધાવી લીધા... બંને ત્યાંથી એકબીજાનો હાથ પકડી સડસડાટ નીકળી ગયા...

એને પોતાના બુલેટ પર રસ્તા પર નીકળી પડ્યા.


પછી મિસ્ટી એકદમ સ્વસ્થ થઈને બોલી ઇસ્કોન મંદિર દર્શન કરવા જઈએ??

આર્યન : હા 

બંને ઇસ્કોન મંદિર દર્શન કરવા ગયા અને મિસ્ટી જાણે કે દુનિયાની દરેક ખુશી એની પાસે હોય એમ અનુભવી રાધાજીને મનોમન ગળે લગાવવા લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Romance