ફક્ત એક કલાક
ફક્ત એક કલાક


ધાર્મી અને આદિત્ય શહેરના નામાંકિત મનોચિકિત્સક માના એક એવા ગણાતા. એનું મન નામનું ક્લિનિક પણ ધમધોકાર કહી શકાય એવું ચાલતું. મનો રોગીઓની સારવાર તો થતી જ હોસ્પિટલમા પણ સાથે સાથે એને અત્યારના જમાનાની સૌથી વધારે કહેવાય એવું કાઉન્સેલીંગ સેન્ટર પણ ઉપલબ્ધ હતું. સૌથી વધારે તો એમાં દર્દી આવતા. કે જેને તમે મનો રોગીઓ તો ન કહી શકો પણ પૂરેપૂરા માનસિક સ્વસ્થ પણ ન કહી શકો.
કાઉન્સેલીંગ સેન્ટર પર આવતા લોકોનું જીવન જાણે કે બ્રાઝિલની એમેઝોન નદી જેવું હતું. જમીન પર વહેતો તેનો ધમધોકાર પાણીનો પ્રવાહ જે દુનિયા આખી જોઈ શકે. પણ એની નીચે પણ એક એવો પાણીનો પ્રવાહ અને એટલો જ ધમધોકાર કે જેને ન તો કોઈ જોઈ શકે કે ન તો કોઈ સાંભળી શકે. અત્યારે લોકોનું પણ કઈક એવું જ છે. હસતા ચહેરા પાછળ છૂપાવેલ એક બીજો ચહેરો. જે ભાગ્યે જ કોઈ જોઈ શકે છે.
કોઈ મેરેજ કાઉન્સેલઈંગ માટે તો કોઈ પેરેન્ટ કાઉન્સેલીંગ માટે તો કોઈ પોતાના તૂટેલ સંબંધ કે જેમાં બાપ દીકરો, ભાઈ ભાઈ, બાપ દીકરી, મિત્રતા કેજે તૂટવા ના આરે હોય કે તૂટી ચૂકી હોય કે પછી અધૂરો પ્રેમ હોય. એ સિવાય પણ દસમાં અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ કે જે પરિક્ષામાં ઉત્તમ દેખાવ ન કરી શક્યા હોય એના વાલી પણ આવતા બાળકને લઇને.
આમાં સૌથી વધારે કોઈ કેસ હોય તો એ સંબંધોમાં થયેલ વિખવાદના અને માર્ચથી જૂન સુધી વિદ્યાર્થીઓના હતા.
આ પરથી ધાર્મિ અને આદિત્ય વિચારતા કે ખરેખર સંબંધોના સમીકરણ કેટલા ગૂંચવાડા ઊભા કરે છે લોકોના જીવનમાં??
ખરેખર લોકો અમુક સમય અને પરિસ્થિતિમાથી વરસો સુધી બહાર જ નથી આવી શકતા. શું ખરેખર આનો કોઈ ઉપાય ખરો??
ઘણું વિચાર્યું એને એના ફાયદા ગેરફાયદા વગેરે વિશે ઘણું વિચાર્યા બાદ એક તારણ પર આવ્યા આદિત્ય અને ધાર્મિ.અને રીસર્ચ સ્તરે એક એવું સેશન ગોઠવવું કે જેમાં વ્યક્તિ જે પરિસ્થિતિ કે વ્યક્તિથી સૌથી વધારે દુઃખી હોય એની સાથે એને એક કલાક વિતાવવા આપવો. અઘરું હતું આં રીસર્ચ. કારણકે ખરેખર તો એ વ્યક્તિ હવે એના જીવનમાં છે જ નહિ અને કોઈ ને કોઈ કારણસર એને છોડીને હંમેશ માટે જતી રહી છે. એ કોઈ દિવસ આવે એક કલાક એને મળવા?? ખરેખર ગાંડા જેવી વાત લાગે ને?? પણ રીસર્ચ તો જેમ ક્રેઝી હોય એમ જ એનું પરિણામ પણ ક્રેઝી જ આવે.
ધાર્મી અને આદિત્ય એ આ રીસર્ચ પર કામ કરવા માંડ્યું.
પહેલો કેસ. પિતા પુત્રનો હતો.
પુત્રને પોતાના ગમતા પ્રોફેશનમાં કેરિયર બનાવવું હતું. એટલે કે સૈફ બનવું હતું. અને પિતા એક સફળ બિસનેસ મેન. પિતા ને પુત્રની વાત કોઈ વાતે ગળે. ન ઉતારી અને બસ ત્યારથી અલગ થઈ ગયા. વરસો વિતતા ગયા પુત્ર પણ ઘણો આગળ આવી નામાંકિત સૈફ બની ગયો પણ પિતા નો અહમ ઘવાય. પોતાના પુત્રને સૈફ તરીકે જોવામા. એટલે મનમાં સતત ગડમથલ ચાલ્યા કરે પણ સ્વીકારી ન સકે પોતાના બાળક ને તેના માટે ડૉ. આદિત્ય દ્વારા તેમના પુત્ર ને ફોન જોડવામા આવ્યો. એ પેલા પિતા ઓમકાર નાથજી ને એ વિશે ૨ દિવસ પેલા જણાવી દીધું હતું કે તમારે એને જે કંઈ પણ કહેવું હોય એ વિચારી રાખજો. જરૂર પડે તો લખી પણ રાખજો. તમારો દીકરો તમને એક કલ્લાક મળવા આવશે. ઓમકાર નાથજીની ખુશીનો કોઈ પાર ન હતો. ડો. આદિત્ય દ્વારા ઓમકારજીને પરિસ્થિતિથી અવગત કરાયો અને આખરે એણે મળવા આવવા હા ભણી.
અંતે એ સમય આવી ગયો. મસમોટી ગાડીમાં સુટબુટમાં સજ્જ આરવ આવી પહોંચ્યો પિતાને મળવા. પિતા તો ચાતકની જેમ રાહ જોતા હતા. આરવ પહોંચ્યો કાઉન્સેલિંગ રૂમમાં ત્યાં તો પિતા ભેટી પડ્યા અને હૈયાફાટ રુદનથી અનરાધાર અશ્રુની વર્ષા થઈ પડી. કહેવા કેટલુંયે લખી રાખ્યું તું પિતા એ પણ જાણે એક એક અશ્રુ મા વાચા આવી હોય એમ બધું જ આરવ સમજતો જતો હતો. કાઈ કેવાની જરૂર ન પડી અંતે ઓમકારનાથજી એટલું બોલ્યા કે મે મારી જિંદગીનો એક દસકો તારા વગર વેડફી નાખ્યો.
આરવ બસ એટલું જ બોલી શક્યો ચાલો હંમેશ માટે આપણા ઘરે મારા હાથની લહેજત માણવા. ડો. આદિત્યની ખુશીનો પાર ન રહ્યો.
બીજો કેસ થોડો અઘરો હતો.
માનસનો અનિતા માટેનો એકતરફી પ્રેમ કે જેમાંથી માનસ વરસો થયાં પણ બહાર ન આવી શકતો હતો. ડો.આદિત્યએ માનસને સમજાવ્યો કે વ્યક્તિ કે પરિસ્થિતિમાથી પોતાની જાત ને મુક્ત કરવી એજ સૌથી મહત્વનું છે એક કામ થઈ શકે તારે એને જે કહેવું હોય એ એક કલાક તને મળાવું પણ સાથે એ પણ વિશ્વાસમાં લીધો કે પછી એને મળવા કે એનો કોન્ટેક્ટ કરવા ક્યારેય પ્રયત્ન નહી કરે. આ રીસર્ચ દરેક વ્યક્તિ પર નથી પણ વ્યક્તિની સમજણ શક્તિ જોઈને કરી શકાય. સામા પક્ષે અનિતાને પણ મનાવવી એટલી જ અઘરી. શક્ય છે કોઈ છોકરીનું આમ આવવું??. પણ ડો.ધારમીએ આ વખતે પ્રયત્ન કર્યો. અનિતા એક મોટા શહેરની બ્રોડ માઈન્ડ વ્યક્તિ હતી. ૨ વાર ડૉ.ધાર્મીના સમજાવવા તથા કાઈ પણ થાય તેની જવાબદારી પોતે લેશે અને પોતે એ આખી કલાક એની સાથે જ રહેશે એવું બાહેધરી આપ્યા બાદ અનિતા માની.
અંતે અનિતા આવી પહોંચી. અલબત પહેલેથી જ માનસને સંપૂર્ણ રીતે સમજાવી દીધેલ હતો કે અનિતાની સાથે જે કંઈ વાત કરવી હોય એ અમુક અંતરથી જ કરવી. નજીક જવાનો પ્રયાસ સુધ્ધાં કરવો નહિ. માનસને જે કંઈ પણ લાગણી હતી અનિતા માટે એ એને ખુલા મનથી કહેવાની શરૂઆત કરી વાત કરતા કરતા ખુલા મનથી હસતો અને રડતો જતો માનસ. એને એના માટે જે કંઈ એના મન માં હતું એ પૂરે પૂરું ઠાલવી નાખવું હતું. અનિતા અનિમેષ નયને માનસ ને જોતી હતી. અલબત એને એવી કોઈ પ્રેમ ભાવના હતી જ નહી પણ એક કલાક માનસને સાંભળ્યા પછી એ એટલું જરૂરથી બોલી કે આ વાસના ભરેલ કળયુગમાં પણ હજી પ્રેમ અકબંધ છે ખરો. બસ માનસ તો ખરેખર વરસો પછી આટલી હળવાશ અનુભવતો હતો. શરત મુજબ બંને છુટા પડ્યા.
ત્યાર પછી તો આવા અનેક કિસ્સા સોલ્વ કર્યા ડૉ. આદિત્ય અને ડૉ. ધાર્મીએ સાથે મળી ને. અને સાથે સાથે પોતાના નજીકના સગા સંબંધીઓ, મિત્રો જેની જેની સાથે પોતાને અણબનાવ બન્યા હોય એને પોતે પણ જ્યારે ફ્રી હોય ત્યારે એક કલાક મળી આવી અને પોતે પણ એ પરિસ્થિતિમાથી મુક્ત થઈ સામી વ્યક્તિને પણ એમાથી મુક્ત કરી.